ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : ગાંધીનગર મહાનગરપાલિકા આખરે કોંગ્રેસ મુક્ત

Gandhinagar : રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar) મહાનગરપાલિકા આખરે કોંગ્રેસ મુક્ત થઇ છે. કોંગ્રેસના 2 કોર્પોરેટરે આજે રાજીનામું આપી દીધુ છે અને આવતીકાલે બંને ભાજપમાં જોડાઇ જશે તેવા સમાચાર મળી રહ્યા છે. અંકિત બારોટ અને ગજેન્દ્ર સિહ વાઘેલાનું રાજીનામું ગાંધીનગર મહાનગરપાલિકાના...
01:25 PM Mar 28, 2024 IST | Vipul Pandya
GANDHINAGAR MAHANAGAR PALIKA

Gandhinagar : રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar) મહાનગરપાલિકા આખરે કોંગ્રેસ મુક્ત થઇ છે. કોંગ્રેસના 2 કોર્પોરેટરે આજે રાજીનામું આપી દીધુ છે અને આવતીકાલે બંને ભાજપમાં જોડાઇ જશે તેવા સમાચાર મળી રહ્યા છે.

અંકિત બારોટ અને ગજેન્દ્ર સિહ વાઘેલાનું રાજીનામું

ગાંધીનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના 2 કોર્પોરેટરે આજે રાજીનામું આપી દીધુ છે . કોંગ્રેસના 2 ચૂંટાયેલા કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્ર સિહ વાઘેલા રાજીનામું આપી દીધુ અને આવતીકાલે બંને ભાજપમાં જોડાઇ જશે.

રાજ્યમાં પહેલી વખત ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત

રાજ્યમાં પહેલી વખત ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત થઇ ગઇ છે. ગાંધીનગર મહાનરપાલિકામાં આમ પણ કોંગ્રેસના 2 જ કોર્પોરેટર ચૂંટાયા હતા. હવે બંને રાજીનામું આપી ભાજપમાં જોડાઇ જતાં કોંગ્રેસનું ખાતુ શૂન્ય થઇ ગયું છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ ગયા છે અને ભાજપમાં ભરતીમેળો ચાલી રહ્યો છે ત્યારે હવે ગાંધીનગરમહાનગરપાલિકાના 2 કોર્પોરેટર પણ કોંગ્રેસ છોડી રહ્યા છે.

ભાજપના 41 કોર્પોરેટર

ગાંધીનગર મનપાની કુલ 44 સીટો પૈકી 41 પર ભાજપ અને 2 પર કોંગ્રેસ અને 1 બેઠક પર આપ ના ઉમેદવાર જીત્યા હતા પણ હવે કોંગ્રેસના બંને કોર્પોરેટર ભાજપમાં જતા રહ્યા છે.

આ પણ વાંચો----- Aravalli : સાબરકાંઠા બેઠક BJP માટે બની માથાનો દુ:ખાવો

આ પણ વાંચો----- UP Election : ભાજપના કાર્યકરો પોતાના જ ઉમેદવારને ન ઓળખી શક્યા, બીજાને પહેરાવી દીધો હાર…

આ પણ વાંચો---- Panchmahal Lok Sabha : આદિવાસી અને ઓબીસી મતદારો ગેમચેન્જર

આ પણ વાંચો--- Kheda Lok Sabha seat : ખેડા લોકસભા બેઠક હવે બની છે ભાજપનો ગઢ

Tags :
CongresscorporatorsGandhinagarGandhinagar MahanagarpalikaGujaratGujarat FirstResignation
Next Article