Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajiv Kumar : મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને આપવામાં આવી Z કેટેગરીની સુરક્ષા, જાણો કારણ

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર (Rajiv Kumar)ની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે મંગળવારે સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર (Rajiv Kumar)ને Z શ્રેણીની VIP સુરક્ષા પૂરી પાડી હતી, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના...
03:04 PM Apr 09, 2024 IST | Dhruv Parmar

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર (Rajiv Kumar)ની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે મંગળવારે સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર (Rajiv Kumar)ને Z શ્રેણીની VIP સુરક્ષા પૂરી પાડી હતી, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CEC કુમારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લગભગ 40-45 સશસ્ત્ર કમાન્ડોની ટુકડીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ને તૈનાત કરવાની જવાબદારી સોંપી છે.

તપાસ એજન્સીએ સુરક્ષા વધારવાની ભલામણ કરી હતી...

રાજીવ કુમાર (Rajiv Kumar)ને Z શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય IB ના રિપોર્ટના આધારે લેવામાં આવ્યો છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર (Rajiv Kumar) માટે મજબૂત સુરક્ષા પગલાંની ભલામણ કરવામાં આવી હતી. CEC કુમારની દેશભરની યાત્રા દરમિયાન સશસ્ત્ર કમાન્ડો તેમની સાથે રહેશે. સાત તબક્કામાં યોજાનારી સામાન્ય ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. સામાન્ય ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે.

15 મે 2022 ના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા...

તમને જણાવી દઈએ કે, રાજીવ કુમાર (Rajiv Kumar) 1984 બેચના રિટાયર્ડ IAS ઓફિસર છે. તેમણે 15 મે 2022 ના રોજ 25 મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમને 1 સપ્ટેમ્બર, 2020 ના રોજ ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભારતમાં સુરક્ષા શ્રેણીઓ...

આ પણ વાંચો : MVA એ બેઠકો જાહેર કરી – જાણો કોંગ્રેસ, ઉદ્ધવની શિવસેના અને શરદની પાર્ટીને કેટલી બેઠકો મળી…

આ પણ વાંચો : Delhi liquor scam : કોર્ટે કવિતાની અરજી ન સાંભળી, 23 એપ્રિલ સુધી જેલમાં રહેશે…

આ પણ વાંચો : PM In Uttar Pradesh : પીલીભીતમાં PM મોદીની રેલી, કહ્યું- ‘વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે…’

Tags :
Central Reserve Police ForceChief Election CommissionerCRPFGujarati NewsIndiaLok Sabha Election 2024Lok Sabha elections 2024Lok-Sabha-electionNationalRajiv Kumar securityRajiv Kumar Z-category VIP securitySecurity categories in Indiaमुख्य चुनाव आयुक्तराजीव कुमार
Next Article