Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રવિન્દ્રસિંહ ભાટીને જાનથી મારી નાંખવાની ધમકી મામલે રોચક વળાંક

RAJASTHAN : રાજસ્થાનના બાડમેર-જૈસલમેર લોકસભા સીટ (Rajasthan Loksabha Independent Candidate) પર અપક્ષ ઉમેદવારી કરતા અને હાલના શિવ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઇને આવેલા રવિંન્દ્રસિંહ ભાટી (Ravindra Singh Bhati) ને તાજેતરમાં જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ...
રવિન્દ્રસિંહ ભાટીને જાનથી મારી નાંખવાની ધમકી મામલે રોચક વળાંક

RAJASTHAN : રાજસ્થાનના બાડમેર-જૈસલમેર લોકસભા સીટ (Rajasthan Loksabha Independent Candidate) પર અપક્ષ ઉમેદવારી કરતા અને હાલના શિવ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઇને આવેલા રવિંન્દ્રસિંહ ભાટી (Ravindra Singh Bhati) ને તાજેતરમાં જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં આજે રોકટ વળાંક સામે આવ્યો છે. આ ધમકી ગેંગસ્ટર રોહિત ગોદારાના નામે આપવામાં આવી હતી. પરંતું તેણે જાતે આવી કોઇ ધમકી આપ્યાની વાતથી ઇનકાર કરી દીધો છે. રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, મારા નામનો દુરઉપયોગ કરવામાં આવ્યો છે, મેં ધમકી નખી આપી, ધમકી સાથે મારે કોઇ લેવા-દેવા નથી. પોલીસ આ મામલાની તપાસ કરે.

Advertisement

મારા નામનો દુરઉપયોગ

ગેંગસ્ટર રોહિત ગોદારાએ પોસ્ટમાં લખ્યું કે, મારા નામથી (શિવ બેઠકના ધારાસભ્ય) રવિન્દ્રસિંહ ભાટીને ફેસબુક થકી ધમકી મળી છે. આ ધમકી સાથે મારે કોઇ લેવાદેવા નથી. રવિન્દ્રસિંહ ભાટી એક ગરીબ પરિવારથી બહાર નિકળીને વિદ્યાર્થીકાળની રાજનીથી લઇ વિધાનસભા, લોકસભા સુધીના સફરમાં સમાતના હિત માટે કામ કરી રહ્યો છે. ગરીબોની ભલાઇ માટે કામ કરી રહ્યો છે. આ વાત સત્તામાં બેઠેલા લોકોને પચતી નથી. આ કારણોસર મારા નામનો દુરઉપયોગ કરીને ભાઇને દબાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ જે કોમની વાત કરી રહ્યા છે, તેમની સામે અમારી કોઇ લડાઇ નથી. અમારી લડાઇ જગજાહેર છે. આ પોસ્ટ મારફતે હું ધમકી વાળી પોસ્ટ અંગે તટસ્થ તપાસ કરવા માટે પોલીસને અપીલ કરું છું. સાથે જ ભાઇ રવિન્દ્રસિંહ ભાટીને રાજનિતીના સફરમાં ખુબ ઉન્નતી પ્રાપ્ત થાય, ખુબ ખુબ શુભકામનાઓ, જય શ્રી રામ

Advertisement

ગોગામેડીની હત્યા બાદથી રોહિત ગોદારા ચર્ચામાં

રોહિતા ગોદારા ભારતથી ફરાર થઇને વિદેશમાં બેઠો છે. ગોદારા લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે જોડાયેલો હોવાનું મનાઇ રહ્યું છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદથી રોહિત ગોદારા ચર્ચામાં આવ્યો હતો. રોહિત ગોદારા પર અનેક એજન્સીઓ નજર તાકીને બેઠી છે. તેની સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટીસ પણ ઇશ્યુ કરવામાં આવી ચુકી છે. ગોદારાના નામે રવિન્દ્રસિંહ ભાટીને મારવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં કહ્યું હતું કે, ગોગામેડીની જેમ તેમના પણ હાલ થઇ શકે છે.

આ પણ વાંચો -- કનૈયા કુમારને ઉમેદવાર બનાવવા દિલ્હી કોંગ્રેસ પ્રમુખનું પાર્ટીને ટાટા બાય-બાય

Advertisement

Tags :
Advertisement

.