Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rahul Gandhi Files Nomination : રાહુલ ગાંધીએ વાયનાડથી નોમિનેશન ભર્યું, બહેન પ્રિયંકા સાથે કર્યો રોડ શો...

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે વાયનાડથી ઉમેદવારી નોંધાવી (Rahul Gandhi Files Nomination) હતી. આ દરમિયાન તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર હતી. ઉમેદવારી નોંધાવતા (Rahul Gandhi Files Nomination) પહેલા તેમણે કાલપેટ્ટાથી રોડ શો શરૂ કર્યો હતો. રોડ શો દરમિયાન રાહુલ...
rahul gandhi files nomination   રાહુલ ગાંધીએ વાયનાડથી નોમિનેશન ભર્યું  બહેન પ્રિયંકા સાથે કર્યો રોડ શો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે વાયનાડથી ઉમેદવારી નોંધાવી (Rahul Gandhi Files Nomination) હતી. આ દરમિયાન તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર હતી. ઉમેદવારી નોંધાવતા (Rahul Gandhi Files Nomination) પહેલા તેમણે કાલપેટ્ટાથી રોડ શો શરૂ કર્યો હતો. રોડ શો દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi Files Nomination)એ કહ્યું કે અહીં "માનવ-પશુ સંઘર્ષનો મુદ્દો છે, મેડિકલ કોલેજનો મુદ્દો છે. હું આ લડાઈમાં વાયનાડના લોકોની સાથે ઉભો છું. મને પૂરો વિશ્વાસ છે કે જો દિલ્હીમાં અમારી સરકાર હશે અને કેરળમાં અમારી સરકાર બનશે ત્યારે અમે આ મુદ્દાઓ ઉકેલીશું.

Advertisement

મતદારોને આ વાત કહી...

રાહુલ ગાંધી (Rahul Gandhi Files Nomination)એ કહ્યું, "તમારો સંસદસભ્ય બનવું એ મારા માટે સન્માનની વાત છે. હું તમારી સાથે મતદારની જેમ નથી વર્તો અને ન તો તમારા વિશે વિચારું છું. હું તમારી સાથે એવું વર્તન કરું છું અને તમારા વિશે એવું જ વિચારું છું જેવું હું મારી નાની બહેન પ્રિયંકા વિશે વિચારું છું. વાયનાડના ઘરોમાં બહેનો, માતા, પિતા અને ભાઈઓ છે અને તે માટે હું હૃદયથી તમારો આભાર માનું છું.

Advertisement

આ લોકો રહ્યા હાજર...

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મહાસચિવ કેસી વેણુગોપાલ અને દીપા દાસ, AICC ની વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના પ્રભારી કન્હૈયા કુમાર, રાજ્ય વિધાનસભામાં વિપક્ષ વીડી સતીસન અને KPCC (કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ)ના કાર્યકારી પ્રમુખ એમએમ હસને પણ રોડ શોમાં ભાગ લીધો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2019 ની લોકસભા ચૂંટણીમાં કુલ 10,92,197 મતોમાંથી 7,06,367 મત મેળવ્યા હતા, જ્યારે તેમના નજીકના હરીફ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના પીપી સુનીરને માત્ર 2,74,597 મત મળ્યા હતા. કેરળમાં આ વર્ષે લોકસભા ચૂંટણી માટે મતદાન 26 એપ્રિલના રોજ થશે.

Advertisement

આ પણ વાંચો : Shushil Modi : લોકસભા ચૂંટણીમાં નહીં જોવા મળે સુશીલ મોદી, ટ્વીટ કરીને કહ્યું- મેં પીએમ મોદીને કહ્યું છે…

આ પણ વાંચો : Court : સંજય સિંહને આ શરતો સાથે આપવામાં આવ્યા જામીન, હવે નહીં કરી શકે આ કામ…

આ પણ વાંચો : Election : પત્રિકાઓ અને લાઉડસ્પીકર હવે ભૂતકાળની વાત…ઉમેદવાર અને પક્ષનો પ્રચાર હવે સોશિયલ મીડિયાને હાથ…

Tags :
Advertisement

.