Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhopal : મસ્જિદમાં ગૂંજ્યો 'હર હર મોદી'નો નારો..

Bhopal : ભોપાલની મસ્જિદમાં 'હર હર મોદી'ના નારા લાગ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં પોસ્ટર પણ લહેરાવ્યા હતા. Bhopal ની મસ્જિના આમિલ જૌહર અલીએ PMના વખાણ કર્યા હતા. ભોપાલની અલીગંજ હૈદરી મસ્જિદમાં 'હર હર મોદી' નારા ભોપાલની અલીગંજ હૈદરી...
12:43 PM Apr 13, 2024 IST | Vipul Pandya
bhopal narendra modi

Bhopal : ભોપાલની મસ્જિદમાં 'હર હર મોદી'ના નારા લાગ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં પોસ્ટર પણ લહેરાવ્યા હતા. Bhopal ની મસ્જિના આમિલ જૌહર અલીએ PMના વખાણ કર્યા હતા.

ભોપાલની અલીગંજ હૈદરી મસ્જિદમાં 'હર હર મોદી' નારા

ભોપાલની અલીગંજ હૈદરી મસ્જિદમાં 'હર હર મોદી' નારા ગુજ્યા છે. ભોપાલના વોહરા સમુદાય દ્વારા PM મોદીનું સમર્થન કરાયું છે. મસ્જિના આમિલ જૌહર અલીએ PMના વખાણ કર્યા હતા અને કહ્યું કે અલ્લાહ કરે મોદીજીને કામયાબી મળે. મસ્જિદમાં મોદીના સમર્થનમાં પોસ્ટર પણ લગારાવાયા હતા. આ પ્રસંગે ભાજપ ઉમેદવાર આલોક શર્મા ઉપસ્થિત રહ્યાં હતા.

પીએમ નરેન્દ્ર મોદી બોહરા સમુદાયના ખૂબ જ નજીક

મુસ્લિમોમાં આર્થિક રીતે સૌથી પ્રભાવશાળી સમુદાય દાઉદી બોહરા છે, જેને ભાજપ તેની રાજનીતિ માટે અનુકૂળ માને છે. પીએમ નરેન્દ્ર મોદી બોહરા સમુદાયના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. બોહરા સમુદાયના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનારા મોદી પહેલા વડાપ્રધાન હતા. આ સમુદાયના મોટાભાગના લોકો વેપારી છે. તેમનો વેપારી સમુદાય પીએમને ટેકો આપી રહ્યો છે.

પીએમ મોદી બોહરા સમુદાયને મળ્યા હતા...

14 સપ્ટેમ્બર 2018ના રોજ પીએમ મોદી બોહરા સમુદાયના ભાષણમાં ભાગ લેવા મધ્યપ્રદેશના ઈન્દોર પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમએ બોહરા સમુદાયના ખૂબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે બોહરા સમુદાય સાથે તેમનો ખાસ સંબંધ છે. 10 ફેબ્રુઆરી 2023ના રોજ મુંબઈમાં દાઉદી બોહરા સમુદાયના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અલ જામિયા-તુસ-સૈફિયાહ (સૈફ એકેડમી)ના કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. તેમણે પોતાને બોહરા પરિવારના સભ્ય પણ ગણાવ્યા હતા. 24 જૂન, 2023ના રોજ જ પીએમ મોદી ઇજિપ્તમાં બોહરા સમુદાયના લોકોને પણ મળ્યા હતા.

ભાજપ માટે બોહરા મુસ્લિમ સમુદાય કેમ મહત્વપૂર્ણ છે...

બોહરા સમુદાય કયા રાજ્યોમાં છે?

બોહરા સમાજ પર ધ્યાન કેન્દ્રિત કરવાની રણનીતિ

ભાજપ લોકસભા ચૂંટણીમાં પસમંડા અને બોહરા સમુદાયને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. પાર્ટીએ આ માટે પહેલેથી જ રણનીતિ તૈયાર કરી લીધી હતી. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 3 જુલાઈ 2022ના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીમાં બોહરા સમાજ પર ધ્યાન કેન્દ્રિત કરવાની રણનીતિ બનાવવામાં આવી હતી. આ સાથે 17 જાન્યુઆરી 2023ના રોજ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી જેમાં બોહરા સમુદાયને લઈને વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ પણ વાંચો------ Jammu-Kashmir ના ઉધમપુરમાં PM મોદીની રેલી, કહ્યું- ‘હવે ચૂંટણીમાં આતંકવાદ, પથ્થરબાજી જેવા મુદ્દા નથી…’

આ પણ વાંચો---- PM Modi: આજે ઋષિકેશમાં PM મોદીની મહારેલી! જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, જાણો વિગત

 

Tags :
BhopalBJPGujarat Firstleksabha election 2024loksabha electionNarendra ModiNationalpm modisupportVohra community
Next Article