Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhopal : મસ્જિદમાં ગૂંજ્યો 'હર હર મોદી'નો નારો..

Bhopal : ભોપાલની મસ્જિદમાં 'હર હર મોદી'ના નારા લાગ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં પોસ્ટર પણ લહેરાવ્યા હતા. Bhopal ની મસ્જિના આમિલ જૌહર અલીએ PMના વખાણ કર્યા હતા. ભોપાલની અલીગંજ હૈદરી મસ્જિદમાં 'હર હર મોદી' નારા ભોપાલની અલીગંજ હૈદરી...
bhopal   મસ્જિદમાં ગૂંજ્યો  હર હર મોદી નો નારો

Bhopal : ભોપાલની મસ્જિદમાં 'હર હર મોદી'ના નારા લાગ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં પોસ્ટર પણ લહેરાવ્યા હતા. Bhopal ની મસ્જિના આમિલ જૌહર અલીએ PMના વખાણ કર્યા હતા.

Advertisement

ભોપાલની અલીગંજ હૈદરી મસ્જિદમાં 'હર હર મોદી' નારા

ભોપાલની અલીગંજ હૈદરી મસ્જિદમાં 'હર હર મોદી' નારા ગુજ્યા છે. ભોપાલના વોહરા સમુદાય દ્વારા PM મોદીનું સમર્થન કરાયું છે. મસ્જિના આમિલ જૌહર અલીએ PMના વખાણ કર્યા હતા અને કહ્યું કે અલ્લાહ કરે મોદીજીને કામયાબી મળે. મસ્જિદમાં મોદીના સમર્થનમાં પોસ્ટર પણ લગારાવાયા હતા. આ પ્રસંગે ભાજપ ઉમેદવાર આલોક શર્મા ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

પીએમ નરેન્દ્ર મોદી બોહરા સમુદાયના ખૂબ જ નજીક

મુસ્લિમોમાં આર્થિક રીતે સૌથી પ્રભાવશાળી સમુદાય દાઉદી બોહરા છે, જેને ભાજપ તેની રાજનીતિ માટે અનુકૂળ માને છે. પીએમ નરેન્દ્ર મોદી બોહરા સમુદાયના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. બોહરા સમુદાયના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનારા મોદી પહેલા વડાપ્રધાન હતા. આ સમુદાયના મોટાભાગના લોકો વેપારી છે. તેમનો વેપારી સમુદાય પીએમને ટેકો આપી રહ્યો છે.

પીએમ મોદી બોહરા સમુદાયને મળ્યા હતા...

14 સપ્ટેમ્બર 2018ના રોજ પીએમ મોદી બોહરા સમુદાયના ભાષણમાં ભાગ લેવા મધ્યપ્રદેશના ઈન્દોર પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમએ બોહરા સમુદાયના ખૂબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે બોહરા સમુદાય સાથે તેમનો ખાસ સંબંધ છે. 10 ફેબ્રુઆરી 2023ના રોજ મુંબઈમાં દાઉદી બોહરા સમુદાયના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અલ જામિયા-તુસ-સૈફિયાહ (સૈફ એકેડમી)ના કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. તેમણે પોતાને બોહરા પરિવારના સભ્ય પણ ગણાવ્યા હતા. 24 જૂન, 2023ના રોજ જ પીએમ મોદી ઇજિપ્તમાં બોહરા સમુદાયના લોકોને પણ મળ્યા હતા.

Advertisement

ભાજપ માટે બોહરા મુસ્લિમ સમુદાય કેમ મહત્વપૂર્ણ છે...

  • ભારતમાં મુસ્લિમોની કુલ વસ્તી 20 કરોડ છે.
  • દેશમાં બોહરા મુસ્લિમોની વસ્તી 10 લાખ છે.
  • પીએમ મોદી સાથે બોહરા સમુદાયનો ખાસ સંબંધ છે. આવી સ્થિતિમાં ભાજપ માટે આ વસ્તીનું સમર્થન ખૂબ જ જરૂરી છે.
  • દાઉદી બોહરા ભારતમાં મોટી સંખ્યામાં રહે છે. ઘણા રાજ્યોમાં તેમની સારી સંખ્યા છે.

બોહરા સમુદાય કયા રાજ્યોમાં છે?

  • ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટ, નવસારી, દાહોદ, ગોધરા.
  • મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, નાગપુર
  • રાજસ્થાનમાં ઉદયપુર, ભીલવાડા
  • મધ્ય પ્રદેશમાં ઈન્દોર, બુરહાનપુર, ઉજ્જૈન, શાજાપુર
  • આ સિવાય કોલકાતા, કર્ણાટક, ચેન્નાઈ, બેંગલુરુ અને તેલંગાણામાં બોહરા સમુદાય મોટી સંખ્યામાં વસે છે.

બોહરા સમાજ પર ધ્યાન કેન્દ્રિત કરવાની રણનીતિ

ભાજપ લોકસભા ચૂંટણીમાં પસમંડા અને બોહરા સમુદાયને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. પાર્ટીએ આ માટે પહેલેથી જ રણનીતિ તૈયાર કરી લીધી હતી. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 3 જુલાઈ 2022ના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીમાં બોહરા સમાજ પર ધ્યાન કેન્દ્રિત કરવાની રણનીતિ બનાવવામાં આવી હતી. આ સાથે 17 જાન્યુઆરી 2023ના રોજ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી જેમાં બોહરા સમુદાયને લઈને વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ પણ વાંચો------ Jammu-Kashmir ના ઉધમપુરમાં PM મોદીની રેલી, કહ્યું- ‘હવે ચૂંટણીમાં આતંકવાદ, પથ્થરબાજી જેવા મુદ્દા નથી…’

આ પણ વાંચો---- PM Modi: આજે ઋષિકેશમાં PM મોદીની મહારેલી! જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, જાણો વિગત

Tags :
Advertisement

.