Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM Modi જમ્મુ-કાશ્મીરના પ્રવાસે, ત્રણ નવી AIIM સહિત 30,500 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ

PM Modi Jammu Kashmir Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે એટલે કે આજે જમ્મુના પ્રવાસે જવાના છે. આજે તેઓ એમએ સ્ટેડિયમમાં રેલીને સંબોધિત કરવાના છે. આ દરમિયાન પ્રધાનમંત્રી સાડા 30 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે....
08:19 AM Feb 20, 2024 IST | VIMAL PRAJAPATI
PM Modi Jammu Kashmir Visit

PM Modi Jammu Kashmir Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે એટલે કે આજે જમ્મુના પ્રવાસે જવાના છે. આજે તેઓ એમએ સ્ટેડિયમમાં રેલીને સંબોધિત કરવાના છે. આ દરમિયાન પ્રધાનમંત્રી સાડા 30 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. આ પ્રોજેક્ટ આરોગ્ય, શિક્ષણ, રેલ, માર્ગ, ઉડ્ડયન, પેટ્રોલિયમ, નાગરિક માળખાગત સુવિધાઓ સાથે સંબંધિત છે. તેઓ જમ્મુ-કાશ્મીરના 1500 નવનિયુક્ત સરકારી કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ પણ કરવાના છે. આ સાથે સાથે પ્રધાનમંત્રી ‘વિકસિત ભારત વિકસિત જમ્મુ’ કાર્યક્રમ હેઠળ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કરશે. વડાપ્રધાનની રેલી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રેલી વિસ્તારને નો-ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

કરોડો રૂપિયાની અનેક યોજનાઓનું ઉદ્ઘાટન

ઉલ્લેખનીય છે કે, ભારતમાં શિક્ષણ પ્રણાલીના વિકાસ માટે પ્રધાનમંત્રીએ અનેક કાર્યો કર્યા છે, આ અંતર્ગત તેઓ 13375 કરોડ રૂપિયાની અનેક યોજનાઓનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. આ સાથે સાથે દેશના વિકાર માટે સર્મપિત યોજનાઓમાં તેમાં IIT જમ્મુ, ભિલાઈ અને તિરુપતિના કાયમી કેમ્પસ, IIITDM કાંચીપુરમ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્કીલ્સ (IIS) કાનપુર અને દેવપ્રયાગ (ઉત્તરાખંડ) અને અગરતલા (ત્રિપુરા) ખાતે સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના બે કેમ્પસનો સમાવેશ થાય છે.

2019 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનો શિલાન્યાસકર્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુમાં AIIMSનું ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનો શિલાન્યાસ 2019માં કર્યો હતો. આજે સવારે 11 વાગે જમ્મુ પહોંચશે અને જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં સમારોહ દરમિયાન લગભગ 32 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવામાં આવશે. આ સાથે વડાપ્રધાન જમ્મુ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને 'કોમન યુઝર ફેસિલિટી' પેટ્રોલિયમ ડેપોનો શિલાન્યાસ કરશે. તેઓ જમ્મુ અને કાશ્મીરમાં ઘણા મહત્વપૂર્ણ રોડ અને રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

48 કિલોમિટરના રેલ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન

તેઓ દેશમાં કેન્દ્રીય વિદ્યાલયોની 20 નવી ઇમારતો અને નવોદય વિદ્યાલયની 13 નવી ઇમારતોનું ઉદ્ઘાટન પણ કરશે. વડાપ્રધાન દેશમાં નવોદય વિદ્યાલયો માટે પાંચ કેન્દ્રીય વિદ્યાલય કેમ્પસ, એક નવોદય વિદ્યાલય કેમ્પસ અને પાંચ વિવિધલક્ષી હોલનો શિલાન્યાસ પણ કરશે. આ નવનિર્મિત કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયની ઇમારતો દેશભરના વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવશે.આ સાથે પ્રધાનમંત્રી કાશ્મીર ખીણમાં રેલ વિદ્યુતીકરણ અને બનિહાલથી સંગલદાન સુધી 48 કિલોમિટરના રેલ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે બાદ તેઓ જમ્મુ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને કોમન યુઝર ફેસિલિટી પેટ્રોલિયમ ડેપોનો શિલાન્યાસ કરશે. તેમણે ફેબ્રુઆરી 2019માં એઈમ્સ જમ્મુનો શિલાન્યાસ કર્યો હતો.

આ પણ વાંચો: Farmer Protest : ખેડૂતોને સરકારના ઈરાદાઓ પર ભરોસો કેમ નથી?, કેન્દ્રની દરખાસ્તની સંપૂર્ણ ABCD સમજો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
chairman of General Electric met PM Modijammu kashmir newsJammu Kashmir Today Newsnational newsPM Modi JammuPM Modi Jammu Kashmir Visitpm modi news
Next Article