PM Modi Dwarka Visit: પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, દ્વારકા મંદિરમાં કરશે પૂજા
PM Modi Dwarka Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. જામનગરમાં પીએમ મોદી (PM Modi in Jamnagar) રાત્રિ રોકાણ કરી આજે દ્વારકા (Dwarka) જવા માટે નીકળી ગયા છે. આજે જામનગર (Jamnagar) ખાતે પીએમ મોદીનો રોડ શૉ યોજાશે. દિગજામ સર્કલથી પાયલોટ બંગલા સુધીનો આ રોડ શો યોજાશે. સવા કિલોમીટર સુધીનો PM મોદીનો રોડ શૉ યોજાશે.મળતી વિગતો પ્રમાણે પીએમ મોદી આજે સવારે દ્વારકા મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી કાલે જામનગર પહોચ્યા હતાં.ત્યાં જામનગરવાસીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જગત મંદિરે શીશ ઝુકાવશે
ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન મોદી દ્વારકા પધાર્યા છે અહીં તેઓ અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરવાના છે. દ્વારકામાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયો છે. સાંસ્કૃતિક નૃત્ય સાથે જનતા દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. અત્રે દ્વારકામાં દ્વારકાવાસીઓમાં PM મોદીને આવકારવા ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. રોડ શો કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જગત મંદિરે શીશ ઝુકાવશે અને પૂજા-અર્ચના કરશે. દ્વારકાધીશ મંદિરમાં ધ્વજા ચડાવી અને પાદુકા પૂજન કરશે. વડાપ્રધાન મોદી ગોમતી કિનારે ડૂબકી લગાવશે.
Landed in Jamnagar to a very warm welcome. Will be joining the programmes in Dwarka and Rajkot tomorrow. The works which will be inaugurated will have a transformative impact by boosting connectivity, ensuring better healthcare, education and more. https://t.co/MicoiqLrfy pic.twitter.com/liXZK9nrAX
— Narendra Modi (@narendramodi) February 24, 2024
નરેન્દ્ર મોદીને આવકારવા દ્વારકામાં ભારે ઉત્સાહનો માહોલ
દ્વારકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. હેલિપેડ ગ્રાઉન્ડ થી રોડ શોમાં દ્વારકાના રબારી ગેટ, ઇસ્કોન ગેટ, સનાતન આશ્રમ તેમજ હાથી ગેટ પાસે ભવ્ય નૃત્ય સાથે લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. દ્વારકામાં રોડ શો દરમિયાન વિવિધ જગ્યાએ નૃત્યો પ્રસ્તુત કરાશે. પરંપરાગત સાફા પહેરી ભાજપના કાર્યકરો દ્વારા વિશાળ સંખ્યામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે આતુર છે. નરેન્દ્ર મોદીને આવકારવા દ્વારકામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ર ઠેર લોકો દ્વારા નરેન્દ્ર મોદીને આવકારવા ભારે ઉત્સાહ છે.
આ પણ વાંચો: Gondal Railway Station: ગોંડલમાં હેરિટેજ રેલ્વેનું 26 ફેબ્રુ. એ વડાપ્રધાન વર્ચ્યુઅલ કરશે લોકાર્પણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ