Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM Modi એ ગુજરાતીઓને કર્યું સંબોધન, કહ્યું, ‘ગુજરાત આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું...’

PM Modi Gujarat visit : પ્રધાનમંત્રી મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા છે. ગુજરાતમાં વિવિધ સ્થળો પર કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. અત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોચ્યા છે. તેમણે અહીં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ...
11:49 AM Feb 22, 2024 IST | VIMAL PRAJAPATI
PM Modi Gujarat visit

PM Modi Gujarat visit : પ્રધાનમંત્રી મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા છે. ગુજરાતમાં વિવિધ સ્થળો પર કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. અત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોચ્યા છે. તેમણે અહીં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. આ સાથે વધુ વિગતે વાત કરીએ તો અત્યારે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ રહ્યો હતો. આ કાર્યક્રમમાં GCMMF ની સુવર્ણ જયંતિની ઉજવણીમાં 1.25 લાખથી વધુ ખેડૂતો ભાગ લીધો અને પ્રધાનમંત્રીને સંબોધનનો લ્હાવો માણ્યો. GCMMF એ સહકારી સંસ્થાઓની એકતા, તેમની સાહસિકતા અને ખેડૂતોની દ્રઢતાનો પુરાવો છે, જેણે અમૂલને વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ્સમાંની એક બનાવી છે.

1200 કરોડની નવી પરિયોજનાઓનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રીએ આજે અમદાવાદમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સ્વર્ણિમ જ્યતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. પીએમ મોદીએ આ દરમિયાન 1200 કરોડની નવી પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પનીર, આઈસક્રીમ અને ચોકલેચ જેવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે.ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન તેની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ડબલ એન્જિન સરકારની પણ વાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, ‘50 વર્ષ પહેલાં ગુજરાતના ગામડાઓ દ્વારા વાવેલા રોપા આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયા છે. આ વૃક્ષની ડાળીઓ હવે દેશની સાથે સાથે દુનિયાભરમાં ફેલાઈ ગઈ છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ પર તમને અભિનંદન.’ આ સાથે પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘ડબલ એન્જિન સરકારનો ભરપૂર લાભ ઉઠાવીને ગુજરાત સહકારી દૂધ ઉત્પાદનમાં અગ્રેસર છે.’

વિશ્વમાં ડેરી ક્ષેત્ર માત્ર 2%ના દરે વિકાસ કરી રહ્યું છેઃ PM Modi

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, છેલ્લા બે દાયકામાં રાજ્યમાં દૂધ નિગમોની સંખ્યા 12 થી બમણી થઈને 23 થઈ ગઈ છે. 36 લાખથી વધુ લોકો ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જેમાં 11 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. 16,384 દૂધ ગૃહોમાંથી 3300 સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ મહિલાઓ તેમના પરિવાર માટે આર્થિક આધાર બની છે. ડેરી ઉદ્યોગે દેશને 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં મોટો ફાળો આપ્યો છે. આ સાથે પ્રધાનમંત્રીએ વિશ્વમાં ભારતની ક્ષમતા અંગે વાત કરતા કહ્યું કે,‘આજે તે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. 8 કરોડ લોકો ભારતના ડેરી ક્ષેત્ર સાથે સીધા સંકળાયેલા છે. માત્ર છેલ્લા 10 વર્ષમાં ભારતમાં દૂધનું ઉત્પાદન લગભગ 60% વધ્યું છે. છેલ્લા 10 વર્ષમાં માથાદીઠ દૂધની ઉપલબ્ધતામાં પણ લગભગ 40%નો વધારો થયો છે. વિશ્વમાં ડેરી ક્ષેત્ર માત્ર 2%ના દરે વિકાસ કરી રહ્યું છે. જ્યારે ભારતમાં ડેરી સેક્ટર 6%ના દરે વૃદ્ધિ કરી રહ્યું છે.’

આ પણ વાંચો: 1946 માં 15 ગામોથી શરૂ થયેલ અમૂલ આજે વિશ્વની સૌથી મોટી સંસ્થા : CM ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarat NewsGujarati NewsPM Modi Gujarat Visitpm Modi Gujarat visit schedulepm modi gujarat visit todayPM Modi Gujarat VisitsPrime Minister Narendra Modi's visit to GujaraVimal Prajapati
Next Article