Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Nashik લોકસભાના ઉમેદવાર શાંતિગીરી મહારાજે EVM સાથે કર્યું એવું કે ફરિયાદ નોંધાઈ, Video Viral

મહારાષ્ટ્ર (Maharashtra)ની નાસિક (Nashik) લોકસભા સીટના અપક્ષ ઉમેદવાર ધાર્મિક ગુરુ શાંતિગીરી મહારાજ વિરુદ્ધ સોમવારે તેમના મતાધિકારનો ઉપયોગ કરતી વખતે EVM માટે બનાવેલા બિડાણને માળા પહેરાવીને આદર્શ આચાર સંહિતાનો ભંગ કરવામ બદલ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. એક અધિકારીના જણાવ્યું કે,...
06:48 PM May 20, 2024 IST | Dhruv Parmar

મહારાષ્ટ્ર (Maharashtra)ની નાસિક (Nashik) લોકસભા સીટના અપક્ષ ઉમેદવાર ધાર્મિક ગુરુ શાંતિગીરી મહારાજ વિરુદ્ધ સોમવારે તેમના મતાધિકારનો ઉપયોગ કરતી વખતે EVM માટે બનાવેલા બિડાણને માળા પહેરાવીને આદર્શ આચાર સંહિતાનો ભંગ કરવામ બદલ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. એક અધિકારીના જણાવ્યું કે, એક મતદાન અધિકારી દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ અનુસાર, ધાર્મિક ગુરુ ત્ર્યંબકેશ્વરમાં MVP કોલેજના મતદાન મથક પર પોતાનો મત આપવા પહોંચ્યા હતા અને તેમની સાથે 25 થી 30 લોકો હતા. તેમણે કહ્યું કે, મતદાન કરતા પહેલા શાંતિગીરી મહારાજે તેમના ગળામાંથી માળા ઉતરી અન EVM ના કવર પર મૂકી દીધી હતી.

શાંતિગીરી મહારાજના સમર્થકોની અટકાયત...

અધિકારીએ જણાવ્યું કે, ભારતીય દંડ સંહિતા અને લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ત્ર્યંબકેશ્વર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અન્ય એક ઘટનામાં, શાંતિગીરી મહારાજના કેટલાક સમર્થકો જ્યારે તેમના સમર્થનમાં બેજ પહેરીને મ્હસરુલ અને અંબાડ પોલીસ સ્ટેશનની હદમાં મતદાન કેન્દ્ર પર આવ્યા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી, એમ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે બાદમાં તેને છોડી દીધો હતો.

ખેડૂતોએ ડુંગળીના હાર પહેર્યા હતા...

પોલીસે જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય દેવયાની ફરાંડે અને શિવસેના (UBT) નેતા વસંત ગીતેના સમર્થકો જૂના નાશિક વિસ્તારમાં દૂધ બજારમાં એક મતદાન કેન્દ્ર પર સામસામે આવી ગયા હતા. તેમણે કહ્યું કે ફરાંડે કેન્દ્રમાં કથિત રીતે મતદાર ઓળખ કાર્ડ તપાસી રહ્યા હતા જ્યારે શિવસેના (UBT) ના કાર્યકરોએ તેમને ઘેરી લીધા અને સૂત્રોચ્ચાર કર્યા, જેના પગલે ભાજપ અને શિવસેનાના કાર્યકરો પણ સ્થળ પર પહોંચ્યા. એવું જાણવા મળ્યું હતું કે પોલીસે ટૂંક સમયમાં દરમિયાનગીરી કરી અને ભીડને વિખેરી નાખી. ચાંદવડના વડગાંવ પંગુમાં એક મતદાન મથક પર, ખેડૂતોએ તેમનો વિરોધ નોંધાવવા માટે મતદાનના અધિકારનો ઉપયોગ કરતી વખતે ડુંગળીના હાર પહેર્યા હતા.

આ પણ વાંચો : West Bengal : PM મોદીએ એક સાથે બે જાહેરસભાઓને સંબોધી, કહ્યું- કોંગ્રેસ-TMC ડૂબતું જહાજ…

આ પણ વાંચો : AAP ના વિદેશી ફંડિંગને લઈ ED નો ખુલાસો, કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપ્યો રિપોર્ટ…

આ પણ વાંચો : Accident : કવર્ધામાં મોટી દુર્ઘટના, પીકઅપ વાહન ખાઈમાં ખાબકી, 18 લોકોના મોત…

Tags :
Gujarati NewsIndiaLok Sabha Election 2024loksabha chunav 2024Nashik LokSabha candidateNashik LokSabha candidate Shantigiri MaharajNationalShantigiri MaharajShantigiri Maharaj garlanded EVM
Next Article