Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નરેન્દ્ર મોદીએ PM પદ પરથી આપ્યું રાજીનામું

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામ સામે આવી ગયા છે. NDA ગઠબંધનને આ ચૂંટણીમાં બહુમતી મળી છે, ત્યારબાદ નરેન્દ્ર મોદી ફરી એકવાર PM પદ સંભાળશે તે નક્કી છે. ગાવે લેટેસ્ટ માહિતી અનુસાર PM નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. PM મોદીએ...
નરેન્દ્ર મોદીએ pm પદ પરથી આપ્યું રાજીનામું

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામ સામે આવી ગયા છે. NDA ગઠબંધનને આ ચૂંટણીમાં બહુમતી મળી છે, ત્યારબાદ નરેન્દ્ર મોદી ફરી એકવાર PM પદ સંભાળશે તે નક્કી છે. ગાવે લેટેસ્ટ માહિતી અનુસાર PM નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને રાજીનામું આપ્યું હતું.

Advertisement

મંત્રી પરિષદને વિસર્જન કરવાની ભલામણ...

PM નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિને મળ્યા હતા અને મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર્યું છે અને નરેન્દ્ર મોદી અને મંત્રી પરિષદને વિનંતી કરી છે કે જ્યાં સુધી નવી સરકાર ચાર્જ ન લે ત્યાં સુધી પદ પર ચાલુ રહે.

Advertisement

NDA પાસે કેટલી સીટો છે?

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ NDA ગઠબંધનને કુલ 293 બેઠકો મળી છે જ્યારે બહુમતનો આંકડો 272 છે. ગઠબંધનના સભ્યો JDU ના વડા નીતિશ કુમાર અને TDP ના વડા ચંદ્રાબાબુ નાયડુ સહિત અન્ય ઘણી પાર્ટીઓએ સ્પષ્ટપણે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. એવું માનવામાં આવે છે કે નવી સરકારમાં અન્ય ઘણા નાના પક્ષો પણ NDA ને સમર્થન આપી શકે છે. તે જ સમયે, વિરોધ પક્ષોના INDI ગઠબંધનને 234 બેઠકો મળી છે.

Advertisement

આજે 4 વાગે યોજાશે NDA ની બેઠક…

દિલ્હીમાં આજે સાંજે 4 વાગ્યે NDA ની બેઠક બોલાવવામાં આવી છે. JDU ના વડા નીતિશ કુમાર, TDP વડા એન ચંદ્રબાબુ નાયડુ અને અન્ય નેતાઓ આમાં ભાગ લેશે. NDA સાથી પક્ષો સાથે વાતચીત કર્યા બાદ BJP સંસદીય બોર્ડની બેઠક યોજાશે. જેમાં સરકારની રચના અને શપથ ગ્રહણની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવશે. JDU ના વડા નીતીશ કુમાર બુધવારે સવારે દિલ્હી પહોંચ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ પણ બપોર સુધીમાં દિલ્હી પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે પીએમ પદ માટે શપથ ગ્રહણ સમારોહ 2019ના પરિણામોના 7 દિવસ બાદ યોજાયો હતો. 2014માં જ્યારે NDA ની સરકાર બની ત્યારે મોદીએ 10 દિવસ પછી પીએમ તરીકે શપથ લીધા હતા.

PM નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો…

PM નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી (Lok sabha Election)માં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ની સતત ત્રીજી જીતને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે અને આ માટે દેશની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. મોદીએ કહ્યું છે કે ગઠબંધન દેશના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી તાકાત સાથે કામ કરશે.

ભારતના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ…

18મી લોકસભાના પરિણામો અને વલણો વચ્ચે મંગળવારે સાંજે એક પોસ્ટમાં, વડા પ્રધાને કહ્યું, “દેશની જનતાએ સતત ત્રીજી વખત NDA માં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે. આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું. હું હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને અથાક કાર્ય માટે અભિનંદન આપું છું.

આ પણ વાંચો : Lok sabha Election : મોદી ત્રીજી વખત દેશના PM બનશે, 8 જૂને લેશે શપથ

આ પણ વાંચો : Odisha માં હાર બાદ નવીન પટનાયકનું રાજીનામું, પોતાની સીટ પણ ન બચાવી શક્યા…

આ પણ વાંચો : “હું NDA માં જ છું અને મિટિંગ માટે Delhi જઈ રહ્યો છું”, ચંદ્રબાબુ નાયડુએ કર્યું મોટું એલાન…

Tags :
Advertisement

.