Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ELECTIONS: મતદાન મથક પર જો કંઇ ખોટું કર્યું તો...

webcasting : રાજ્યમાં લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠકો પર મતદાન શરુ થઉ ચુક્યું છે ત્યારે મુખ્ત અને ન્યાયી પ્રક્રિયા મુજબ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ રાજ્યના તમામ મતદાન મથકો પર બાજ નજર રાખી રહ્યું છે. દરેક જીલ્લા...
10:57 AM May 07, 2024 IST | Vipul Pandya
LIVE WEBCASTING

webcasting : રાજ્યમાં લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠકો પર મતદાન શરુ થઉ ચુક્યું છે ત્યારે મુખ્ત અને ન્યાયી પ્રક્રિયા મુજબ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ રાજ્યના તમામ મતદાન મથકો પર બાજ નજર રાખી રહ્યું છે. દરેક જીલ્લા ચૂંટણી અધિકારી પોતાના કન્ટ્રોલ રુમ દ્વારા તથા રાજ્યમાં ગાંધીનગર ખાતે સેન્ટર કન્ટ્રોલ રુમ દ્વારા પણ 50 ટકા બૂથ પર લાઇવ વેબકાસ્ટિંગ (webcasting) દ્વારા બાજ નજર રખાઇ રહી છે.

50 ટકા બુથ પર લાઇવ વેબકાસ્ટિંગ

ચૂંટણી પંચના સુત્રોએ કહ્યું કે ગાંધીનગરના મુખ્ય કન્ટ્રોલ રુમમાંથી રાજ્યના 50 ટકા બુથ એટલે કે 24,893 મતદાન મથકો પર લાઇવ વેબકાસ્ટિંગ કરાઇ રહ્યું છે. આ જ પ્રમાણે દરેક બેઠક પર જીલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા કન્ટ્રોલ રુમ દ્વારા મતદાન મથકો પર મજર રાખવામાં આવી રહી છે.

60 કર્મચારીની બાજ નજર

ગાંધીનગરમાં 60 કર્મચારી એક સાથે 24,893 મતદાન મથકો પર નજર રાખી રહ્યા છે અને તેની ઉપર સુપરવાઇઝર દ્વારા પણ નજર રખાઇ રહી છે. કોઇ પણ મતદાન મથક પર સહેજ પણ ત્રુટિ જણાય તો તુરત જ જે તે જીલ્લાના અધિકારીને અને ચૂંટણી પંચને જાણ કરીને એક્શન લેવામાં આવે છે.

ગેરરિતી પર નજર

આ લાઇવ વેબકાસ્ટિંગમાં બે ટાઇપની ખામી પર નજર રખાય છે જેમાં એક એટકનિકલ ખામી હોય છે.જેમાં કેમેરાની ડાઇરેક્શન ખોટી હો અથવા કેમેરામાં બફરીંગ થતું હોય અથવા કેમેરો બંધ છે કે ચાલું છે તેની પર નજર રખાય છે. આ સાથે બૂથમાં કોઇ અવ્યવસ્થા સર્જાય કે ખુબ ગીરદી થઇ જાય કે અન્ય પ્રકારની ગેરરિતી પર નજર રખાય છે.

અત્યાર સુધી 18 ફરિયાદો પંચને મળી

ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર લાઇવ વેબકાસ્ટિંગ દ્વારા મતદાન મથકોની સમીક્ષા કરાઇ રહી છે. આજે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા વેબકાસ્ટિંગ સેન્ટરની મુલાકાત લેવાઇ હતી. ખાસ તો ઇવીએમ ખોટકાવાની કે નામ ન હોવાની 18 ફરિયાદો પંચને મળી છે તો સાથે જૂનાગઢમાં એક શખ્સે મત આપતી વખતે ફોટો પાડી સોશિયલ મીડિયામાં મુક્યો હોવાની પણ ફરિયાદ મળી છે.

આ પણ વાંચો----- LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં જાણો મતદાનના આંકડા

આ પણ વાંચો----- EC : આજે રજા નથી…લોકશાહીનું જતન કરવાનો તહેવાર છે

આ પણ વાંચો----- Gujarat Election : દિગ્ગજોએ ‘મતદાનના મહાપર્વ’ની ઉજવણી કરી, કોઈ ઢોલ-નગારા તો કોઈ પરિવાર સાથે પહોંચ્યા

Tags :
DemocracyECElection CommissionGujaratLive webcastingloksabha electionloksabha election 2024monitoringPolling stationsVotingvoting slips
Next Article