Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Maharashtra : ભાષણ દરમિયાન કેન્દ્રીય મંત્રીને ચક્કર આવ્યા અને સ્ટેજ પર ઢળી ગયા, જુઓ Video

મહારાષ્ટ્ર (Maharashtra)ના યવતમાલમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અચાનક મંચ પર ઢળી પડ્યા હતા. સ્ટેજ પર હાજર લોકોએ તેને તરત જ ઉભા કર્યા અને સારવાર માટે લઈ ગયા. ગડકરી ચૂંટણી સભાને સંબોધવા માટે યવતમાલના પુસદ પહોંચ્યા...
04:58 PM Apr 24, 2024 IST | Dhruv Parmar

મહારાષ્ટ્ર (Maharashtra)ના યવતમાલમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અચાનક મંચ પર ઢળી પડ્યા હતા. સ્ટેજ પર હાજર લોકોએ તેને તરત જ ઉભા કર્યા અને સારવાર માટે લઈ ગયા. ગડકરી ચૂંટણી સભાને સંબોધવા માટે યવતમાલના પુસદ પહોંચ્યા હતા. જ્યારે તે સ્ટેજ પર બોલી રહ્યા હતા ત્યારે તે અચાનક બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ આસપાસના લોકોએ તેની મદદ કરી અને તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. નાગપુર સીટ પર પહેલા તબક્કામાં મતદાન થયું છે. અહીં ગડકરીનો મુકાબલો કોંગ્રેસના વિકાસ ઠાકરે સાથે છે. નીતિન ગડકરી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.

પહેલા પણ તબિયત ખરાબ થઇ ચૂકી છે...

આ પહેલીવાર નથી જ્યારે ગડકરીની તબિયત અચાનક બગડી હોય. 2018 માં પણ મહારાષ્ટ્ર (Maharashtra)ના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તે સ્ટેજ પર અચાનક બેહોશ થઈ ગયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્ર (Maharashtra)ના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તેમની સાથે હાજર હતા. રાજ્યપાલે પોતે તેમને સ્ટેજ પર સંભાળ્યા હતા. ત્યારબાદ જણાવવામાં આવ્યું કે, ગડકરીને સુગર લેવલ ઓછું થવાને કારણે ચક્કર આવ્યા હતા. તેને તરત જ પાણી આપવામાં આવ્યું અને પેડા ખવડાવવામાં આવ્યા. આ પહેલા પણ એક રેલી દરમિયાન તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, નિતિન ગડકરીએ વજન ઘટાડવા માટે તેમનું ઓપરેશન કરાવ્યું છે.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2024/04/Nitin_Gadkari_Gujarat_First.mp4

નીતિને તેની તબિયત વિશે અપડેટ આપ્યું...

જો કે, નિતિન ગડકરીએ તેના એક્સ હેન્ડલ પર કહ્યું કે તેની તબિયત હવે ઠીક છે અને તે આગામી મીટિંગ માટે જઈ રહ્યા છે.

નીતિન ગડકરી ત્રીજી વખત નાગપુરથી ચૂંટણી લડી રહ્યા છે...

નાગપુર એક સમયે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતું હતું. અહીંથી અત્યાર સુધીમાં કોંગ્રેસે કુલ 12 ચૂંટણી જીતી છે. પરંતુ, 2014 ની ચૂંટણીમાં ભાજપે નીતિન ગડકરીને મેદાનમાં ઉતાર્યા અને તેમણે પ્રચંડ જીત મેળવી. જે બાદ તેઓ બે લાખથી વધુ મતોથી ચૂંટણી જીતી રહ્યા છે. નાગપુર વિધાનસભાની 6 માંથી 4 બેઠકો પર ભાજપનો કબજો છે.

આ પણ વાંચો : આ શું, ગરમ તેલમાં બનાવી ‘Tea’, Viral Video જોઇને પણ નહીં થાય વિશ્વાસ…

આ પણ વાંચો : Karnataka સરકારનો મોટો નિર્ણય, તમામ મુસ્લિમો હવે OBC ગણવામાં આવશે, મળશે તમામ લાભ

આ પણ વાંચો : Bandipora Encounter : જમ્મુ કાશ્મીરમાં આંતકીઓ સાથે અથડામણમાં ભારતીય સેનાના બે જવાન ઈજાગ્રસ્ત

Tags :
Gujarati NewsIndiaLok Sabha elections 2024MaharashtraNationalNitin GadkariUnion Minister
Next Article