Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Loksabha Election Result 2024: નીતિશ અને ચંદ્રબાબુ નાયડૂનું NDA ને સમર્થન જાહેર, મોદી બનાવશે સરકાર

Loksabha Election Result 2024: લોકસભા ચૂંટણીના પરિમાણ બાદ ખુબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂએ એનડીએને પોતાના સમર્થન પત્ર આપી દીધો છે. નોંધનીય છે કે, તેમનું સમર્થન...
loksabha election result 2024  નીતિશ અને ચંદ્રબાબુ નાયડૂનું nda ને સમર્થન જાહેર  મોદી બનાવશે સરકાર

Loksabha Election Result 2024: લોકસભા ચૂંટણીના પરિમાણ બાદ ખુબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂએ એનડીએને પોતાના સમર્થન પત્ર આપી દીધો છે. નોંધનીય છે કે, તેમનું સમર્થન મળતા અત્યારે જેડીયુને 12 અને ટીડીપીને 16 બેઠકો મળીને એનડીએ પાસે 320 બેઠકો થઈ ગઈ છે. નોંધનીય છે કે, એનડીએમાં અપક્ષ સાંસદો પણ જોડાઈ શકે તેવી સંભાવનાઓ વતર્તાઈ રહી છે. જેથી અત્યારે ભારતીય જનતા પાર્ટી સમર્થન સાથેની સરકાર બનાવશે.

Advertisement

લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી

જે પરિમામ જાહેર થયું તેમાં કોઈ પણ પાર્ટીને સ્પસ્ટ બહુમતી નથી. વિગતે વાત કરવામાં આવે તો એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી છે. તો સામે પક્ષે ઇન્ડિયા ગઠબંધનને 235 બેઠકો મળી છે. આવી સ્થિતિમાં અત્યારે દરેકની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂ પર ટકેલી છે. કારણ કે, તેઓ સ્વતંત્ર રીતે ચૂંટણી લડ્યા છે અને સારી એવી બેઠકો પર જીત મેળવી છે. જેડીયુને 12 અને ટીડીપીને 16 બેઠકો મળી છે. મળીને કુલ 28 બેઠકો છે, જે વર્તમાન પરિસ્થિતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.

ભારતીય જનતા પાર્ટી ગઠબંધન સાથે સરકાર બનાવશે

લોકસભા ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ભારતીય જનતા પાર્ટી ગઠબંધન સાથે સરકાર બનાવશે. નોંધનીય છે કે, આ પહેલા 17 મી લોકસભા ચૂંટણીમાં બીજેપીને સ્પષ્ટ બહુમતી મળી હતી, જો કે, 18 મી લોકસભા એટલે કે, 2024 ની ચૂંટણીમાં માત્ર 240 બેઠકો જ મળી છે. જો આ રહ્યું લોકસભા ચૂંટણીનું પરિણામ...

Advertisement

2024 લોકસભા ચૂંટણીના અંતિમ પરિણામો
NDA295 બેઠકોભાજપ240 બેઠકો
INDI231 બેઠકોકોંગ્રેસ99 બેઠકો
અન્ય પાર્ટીઓને મળેલ બેઠકો
પક્ષબેઠકોપક્ષબેઠકો
SP37 બેઠકોLJP ( રામવિલાસ)5 બેઠકો
TMC29 બેઠકોYSRCP4 બેઠકો
DMK22 બેઠકોRJD4 બેઠકો
TDP16 બેઠકોCPI (M)4 બેઠકો
JDU12 બેઠકોIUML3 બેઠકો
શિવસેના (UBT)9 બેઠકોAAP3 બેઠકો
NCP (શરદ પવાર)8 બેઠકોJMM3 બેઠકો
શિવસેના (શિંદે જૂથ)7 બેઠકોઅપક્ષ38 બેઠકો

આ પણ વાંચો: Loksabha Election Result 2024: નીતિશ અને નાયડૂ નહીં પરંતુ આ 17 સાંસદો સરકારનું ભવિષ્ય નક્કી કરી શકે!

આ પણ વાંચો: Arvind Ladani: પોરબંદર અને વાઘોડિયા સહિત માણાવદરમાં પણ ભાજપે કર્યો કેસરિયા, અરવિંદ લાડાણીની ભવ્ય વિજય

આ પણ વાંચો: Parasottam Rupala : ચૂંટણી પરિણામ બાદ ગુજરાતની રાજનીતિમાં હલચલ તેજ, દિલ્હીમાં મહામંથન!

Tags :
Advertisement

.