LOKSABHA : ચૂંટણી પ્રચારમાં ચા-નાસ્તા પાછળ ખર્ચાયા બેશુમાર રૂપિયા, નેતાઓએ ખાલી કરી તિજોરી...
- લોકસભા ચૂંટણી પ્રચારમાં ભજીયા પાર્ટી જામી!
- ચા-પાણી, નાસ્તા, જમણ પાછળ 65 લાખ ખર્ચ
- ભાજપ-કોંગ્રેસના 38 ઉમેદવારે જાહેર કર્યો ખર્ચ
- ભાજપના 18 ઉમેદવારે 42 લાખનો નાસ્તો કરાવ્યો
- કોંગ્રેસ-AAPના 20 ઉમેદવારે 22 લાખ ખર્ચ્યા છે
LOKSABHA ELECTIONS :ચૂંટણી નજીક આવતાની સાથે જ ઉમેદવાર નેતાઓ મતદારોને મનાવવા માટે અલગ અલગ કામો કરતાં હોય છે. તેમાં ખાસ મતદારોને નાસ્તા પાણીનો જામો નેતાઓ આ ચૂંટણીના ટાણે કરાવતા હોય છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ આ બાબત અંગે ચા-પાણી, નાસ્તા, જમણ પાછળ કેટલો ખર્ચ કર્યો તે જાહેર કર્યો છે. આ રકમ જાણીને તમને ચોક્કસપણે ઝટકો લાગશે.
લોકસભાની ( LOKSABHA ) ચૂંટણી પ્રચારમાં ભજીયા પાર્ટી જામી છે. ભાજપ-કોંગ્રેસના 38 ઉમેદવારે ચા-પાણી, નાસ્તા, જમણ પાછળનો ખર્ચો જાહેર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૂંટણી પ્રચાર દરમિયાન ચા-પાણી અને નાસ્તા પાછળ 15.30 લાખનો ખર્ચ કર્યો છે. જૂનાગઢના બંને ઉમેદવારે પ્રચાર દરમિયાન 64 હજારના ભજીયા ખવડાવ્યા છે. ભાજપના 18 ઉમેદવારે પ્રચાર દરમિયાન 42 લાખનો નાસ્તો કરાવ્યો છે કુલ નાસ્તો કરાવ્યો છે ત્યારે કોંગ્રેસ-AAP ના 20 ઉમેદવારે પ્રચારમાં નાસ્તા પાણી પાછળ 22 લાખ ખર્ચ્યા છે.
અન્ય નેતાઓએ પોતાના પ્રચારના ખર્ચની આ વિગત આપી
- કોંગ્રેસના હિંમતસિંહે 1.12 લાખના ફટાકડા ફોડ્યા
- ભાજપના મિતેશ પટેલે 82 હજાર ઈંધણમાં ખર્ચ્યા
- જસવંત ભાભોરે 1.54 લાખ વાહન ભાડું ચૂકવ્યું
- જશપાલ પઢિયારનો વાહન ખર્ચ 1.68 લાખ થયો
આ પણ વાંચો : VADODARA : સરકારી બસના ડ્રાઇવરના ચાલવાના ય ઠેકાણા ન હતા