Lok Sabha Election Result 2024 : PM મોદીએ કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 1.5 લાખ મતોથી હરાવ્યા
Lok Sabha Election Result 2024 : કહેવાય છે કે, રાજનીતિમાં દિલ્હીમાં જવાનો રસ્તો ઉત્તર પ્રદેશથી છે. અહીં લોકસભાની સૌથી વધુ 80 બેઠકો છે. જે પાર્ટી આ રાજ્યને જીતે છે તેના માટે લગભગ દિલ્હીનો રસ્તો સરળ બની જાય છે. પરંતુ આ વર્ષે ખાસ ભાજપની જો વાત કરવામાં આવે તો પાર્ટી માટે ઉત્તર પ્રદેશમાં મોટી ચૂક થઇ હોય તેવું જોવા મળી રહ્યું છે. અહીં હાઈ પ્રોફાઈલ સીટ અમેઠી પર સ્મૃતિ ઈરાનીને હાર મળી છે. તે પછી સૌની નજર વારાણસી બેઠક પર હતી જ્યાથી નરેન્દ્ર મોદી પોતે લડી રહ્યા છે. જોકે, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, તેમની આ બેઠક પર જીતની હેટ્રિક લાગી ચુકી છે. પરંતુ આ વર્ષે તેમના જીતનો માર્જીન ઘણો ઓછો હોવાનું પણ સામે આવ્યું છે.
PM મોદીના જીતનું માર્જીન ઘટ્યું
આ વખતે લોકસભા ચૂંટણી 2024 પણ મોદીને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે પડકાર ફેંક્યો હતો. અજય રાયે દાવો કર્યો હતો કે આ વખતે વારાણસીમાં પરિણામ બદલાશે. વડાપ્રધાન મોદી એક સમયે પ્રારંભિક વલણોમાં અજય રાયથી 4,000 મતોથી પાછળ હતા, પરંતુ ભારતના ચૂંટણી પંચના નવીનતમ અપડેટ અનુસાર, વડાપ્રધાન મોદીએ બીજા સ્થાને ચાલી રહેલા અજય રાયને પછાડી જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 1.5 લાખ મતોથી હરાવ્યા છે. જો છેલ્લી બે ચૂંટણીમાં જીતની સરખામણી કરીએ તો આ વખતે માર્જિન ઘણું ઓછું છે. આ વખતે મોદીને ગત ચૂંટણીમાં મળેલા વોટ કરતા ઓછા વોટ મળ્યા છે. ગત વખતે PM મોદીને 6,74,664 વોટ મળ્યા હતા. આ વખતે માત્ર 6,11,439 મત જ મળી શક્યા. જ્યારે ગત વખતે માત્ર 1,52,548 મત મેળવનાર કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને આ વખતે 4,59,084 મત મળ્યા છે. આ રીતે PM મોદીએ અજય રાયને 1,52,355 વોટથી હરાવ્યા છે.
Prime Minister Narendra Modi wins from Uttar Pradesh's Varanasi Lok Sabha seat.#LokSabhaElections2024 pic.twitter.com/ApU0hU0obQ
— ANI (@ANI) June 4, 2024
PM મોદીએ લગાવી જીતની હેટ્રિક
મંગળવારે સવારે જ્યારે વોટિંગ શરૂ થયું ત્યારે એક સમય એવો આવ્યો જ્યારે PM મોદી અજય રાયથી પાછળ રહી ગયા હતા. પોસ્ટલ બેલેટની ગણતરીમાં અજય રાયે વડાપ્રધાન મોદીને 6 હજાર મતોથી હરાવ્યા હતા. આ પછી મોદી જ્યારે આગળ આવ્યા તો આગળ જ વધતા રહ્યા. PM મોદીએ 2014માં પહેલીવાર વારાણસીની પસંદગી કરી હતી. પછી 3 લાખથી વધુ મતોથી જીત્યા. તેમની પહેલાં ચૂંટણી લડનારા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ બીજા, સપાના કૈલાશ ચૌરસિયા ત્રીજા અને કોંગ્રેસના અજય રાય ચોથા ક્રમે હતા. 2019 માં, PM મોદી ફરીથી મેદાનમાં ઉતર્યા અને એકતરફી હરીફાઈમાં જીત મેળવી. 2019માં SP ના શાલિની યાદવ બીજા સ્થાને અને કોંગ્રેસના અજય રાય ત્રીજા સ્થાને હતા. આ વખતે SP ને કોંગ્રેસનું સમર્થન હતું. જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીએ લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત જીત મેળવી હેટ્રિક લગાવી દીધી છે.
આ પણ વાંચો - Lok Sabha Election Result 2024 : અમેઠીમાં કોંગ્રેસની શાનદાર જીત, સ્મૃતિ ઈરાની 1.5 લાખ મતોથી હાર્યા
આ પણ વાંચો - Lok Sabha Election Result 2024 : રાહુલ ગાંધીની મહેનત રંગ લાવી! 2019ની સરખામણીએ મળી શકે છે ડબલ સીટો