Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election : PM નરેન્દ્ર મોદીએ Varanasi થી ઉમેદવારી નોંધાવી

સોમવારે લોકસભા ચૂંટણી (Lok Sabha Election)ના ચોથા તબક્કાની પૂર્ણાહુતિ સાથે, રાજકીય પક્ષોએ બાકીના ત્રણ તબક્કા માટે દબાણ શરૂ કર્યું છે. દરમિયાન, PM નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી (Varanasi)માં મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા પછી 6 કિલોમીટર...
12:13 PM May 14, 2024 IST | Dhruv Parmar

સોમવારે લોકસભા ચૂંટણી (Lok Sabha Election)ના ચોથા તબક્કાની પૂર્ણાહુતિ સાથે, રાજકીય પક્ષોએ બાકીના ત્રણ તબક્કા માટે દબાણ શરૂ કર્યું છે. દરમિયાન, PM નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી (Varanasi)માં મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા પછી 6 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. સમગ્ર રોડ શો દરમિયાન લોકોએ PM નરેન્દ્ર મોદીનું ફૂલોની વર્ષા કરીને સ્વાગત કર્યું હતું. આજે PM મોદીના નોમિનેશનની સાથે અન્ય અનેક રાજકીય ઘટનાક્રમ પણ જોવા મળી હતી.

PM મોદીએ વારાણસી (Varanasi)થી ઉમેદવારી નોંધાવી...

PM નરેન્દ્ર મોદીએ વારાણસી (Varanasi)માં કાલ ભૈરવ મંદિરની મુલાકાત લીધા બાદ ઉમેદવારી નોંધાવી હતી. PM મોદીએ વારાણસી (Varanasi)થી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે.

PM મોદીએ વારાણસીના કાલ ભૈરવ મંદિરમાં પૂજા કરી હતી...

PM નરેન્દ્ર મોદીએ વારાણસી (Varanasi)ના કાલ ભૈરવ મંદિરમાં પૂજા કરી હતી. તેઓ હવેથી ટૂંક સમયમાં ઉમેદવારી નોંધાવશે.

PM મોદીના નોમિનેશનમાં NDA ની તાકાત દેખાઈ...

PM મોદીના નામાંકનમાં એનડીએ પોતાની તાકાત બતાવી રહ્યું છે. NDA શાસિત રાજ્યોના 11 મુખ્યમંત્રીઓ અને મોદી કેબિનેટના 18 મંત્રીઓ હાલમાં કાશીમાં હાજર છે. સાથી પક્ષોમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ચિરાગ પાસવાન, જયંત ચૌધરી પણ PMના નોમિનેશનમાં ભાગ લેવા વારાણસી (Varanasi) પહોંચ્યા છે.

આ છે PM મોદીના 4 પ્રસ્તાવકો...

PM ના નામાંકન પહેલા કલેક્ટર કચેરી પરિસરમાં કડક સુરક્ષા...

PM નરેન્દ્ર મોદીના નામાંકન પૂર્વે વારાણસી (Varanasi)માં કલેક્ટર કચેરીની બહાર સુરક્ષા સઘન કરવામાં આવી છે. PM મોદી આજે જ વારાણસી (Varanasi)થી ઉમેદવારી પત્ર ભરવાના છે.

રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં મીટિંગ...

નોમિનેશન પ્રક્રિયા બાદ PM મોદી રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં BJP કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. મંગળવારે ગંગા સપ્તમીનો અવસર છે. આ પ્રસંગે PM મોદી ગંગા નદીમાં સ્નાન પણ કરશે. મોદીના નોમિનેશન ફાઈલિંગ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાજર રહેશે. BJP ના NDA સાથી લોકદળના પ્રમુખ જયંત ચૌધરી, એલજેપીના વડા ચિરાગ પાસવાન, અપના દળ (એસ)ના પ્રમુખ અનુપ્રિયા અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમપ્રકાશ રાજભર પણ હાજરી આપે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો : Jammu and Kashmir : શ્રીનગરમાં બે દાયકા બાદ રેકોર્ડબ્રેક મતદાન, PM મોદીએ મતદારોની પ્રશંસા કરી…

આ પણ વાંચો : Lok Sabha Election ના ચોથા તબક્કામાં 67.25 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન…

આ પણ વાંચો : PM Modi: વારાણસીમાં રોડ શો બાદ બાબા વિશ્વનાથના દરબારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી પૂજા

Tags :
Arvind Kejriwalelections 2024Gujarati NewsIndiaLok Sabha ElectionsLok Sabha elections 2024Narendra ModiNarendra Modi NominationNarendra Modi Nomination VaranasiNationalPM elections 2024Politicsrahul-gandhiworld
Next Article