ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election : પહેલા નીતિશ-તેજસ્વી અને હવે નાયડુ-સ્ટાલિન સાથે... શું કઈ નવાજૂની થશે!

લોકસભા ચૂંટણી (Lok Sabha Election) 2024 ના પરિણામો સામે આવ્યા બાદ એ સ્પષ્ટ થઇ ગયું છે કે કેન્દ્રમાં NDA ની સરકાર બનેશે અને નરેન્દ્ર મોદી ફરી એકવાર PM તરીકે સપથ લેશે.NDA ના બે મહત્વપૂર્ણ સહયોગી નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ...
07:36 AM Jun 06, 2024 IST | Dhruv Parmar

લોકસભા ચૂંટણી (Lok Sabha Election) 2024 ના પરિણામો સામે આવ્યા બાદ એ સ્પષ્ટ થઇ ગયું છે કે કેન્દ્રમાં NDA ની સરકાર બનેશે અને નરેન્દ્ર મોદી ફરી એકવાર PM તરીકે સપથ લેશે.NDA ના બે મહત્વપૂર્ણ સહયોગી નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ દ્વારા ભાજપને આપવામાં આવેલા સમર્થન બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત PM બનવાનો રસ્તો સાફ થઇ ગયો છે. આ દરમિયાન ચંદ્રબાબુ નાયડુ અને તમિલનાડુ CM MK સ્ટાલિન મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પર મળ્યા હતા.

અમે કેમ મળ્યા?

એમકે સ્ટાલિને ટ્વીટ કરીને આ બેઠકની માહિતી આપી છે. તેમણે કહ્યું કે મેં નાયડુને મારી શુભકામનાઓ પાઠવી છે અને આશા વ્યક્ત કરી છે કે અમે તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા ભાઈબંધ રાજ્યો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે સહયોગ કરીશું. મને વિશ્વાસ છે કે તેઓ કેન્દ્ર સરકારમાં દક્ષિણના રાજ્યોની હિમાયત કરવામાં અને અમારા અધિકારોનું રક્ષણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ચંદ્રબાબુ NDA માં સામેલ છે...

ચંદ્રબાબુ નાયડુ ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનના મહત્વના સભ્ય છે. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે તેઓ સંપૂર્ણપણે NDA અને PM મોદીની સાથે છે. NDA ની બેઠકમાં ભાગ લેવા માટે નાયડુ બુધવારે દિલ્હી પહોંચ્યા હતા. અહીં તમામ પાર્ટીઓએ મળીને PM મોદીને પોતાના નેતા તરીકે સ્વીકારી લીધા છે. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી 8 જૂને ત્રીજી વખત PM તરીકે શપથ લેશે.

આ પણ વાંચો : Astrology: જાણો… PM Modi ના ગ્રહો અને નક્ષત્રો 3 વાર વડાપ્રધાન બનવા પર શું કહે છે?

આ પણ વાંચો : NDA અને INDIA ગઠબંધનથી દૂર રહેલા નેતાઓ ન બચાવી શક્યા પોતાની શાખ

આ પણ વાંચો : Delhi: ‘મોદી ત્રીજી વખત પીએમ બનશે તો હું માથું મુંડાવીશ’ સોમનાથ ભારતી તો હવે ફરી ગયા

Tags :
BJPChandrababu mets stalinChandrababu NaiduCongressGujarati NewsIndiaINDIA allianceMK StalinNationalNDA alliance
Next Article