Lok Sabha Election : લોકસભા ચૂંટણી 2024 સાતમી અને અંતિમ મતદાન માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત...
લોકસભા ચૂંટણી (Lok Sabha Election) 2024 ના સાતમાં અને છેલ્લા તબક્કા માટે ચૂંટણી પ્રચાર ગુરુવારે સાંજે સમાપ્ત થયો. સાતમાં તબક્કામાં 1 જૂને મતદાન થશે. ચૂંટણીનો ઘોંઘાટ થમી ગયા બાદ PM નરેન્દ્ર મોદી કન્યાકુમારી પહોંચ્યા હતા. જ્યાં તેઓ આજે સાંજથી 1 જૂનની સાંજ સુધી તપ કરશે. લોકસભા ચૂંટણી (Lok Sabha Election)ના સાતમાં તબક્કામાં UP ની વારાણસી સીટ પર પણ મતદાન થશે. અહીં PM મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે અને જીતની હેટ્રિક ફટકારવાનો દાવો કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી (Lok Sabha Election)ના પરિણામો 4 જૂને જાહેર થશે.
#LokSabhaElections2024 18वीं लोकसभा चुनाव 2024 के 7वें और अंतिम चरण के लिए चुनाव प्रचार समाप्त हुए।
7वें चरण के लिए मतदान 1 जून को होगा। pic.twitter.com/aapERuMPfa
— ANI_HindiNews (@AHindinews) May 30, 2024
PM મોદી ધ્યાન કરવા કન્યાકુમારી પહોંચ્યા...
ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ PM મોદી ગુરુવારે સાંજે કન્યાકુમારી ખાતે પ્રસિદ્ધ વિવેકાનંદ રોક મેમોરિયલમાં 45 કલાક ધ્યાન કરવા પહોંચ્યા હતા. મોદી નજીકના તિરુવનંતપુરમથી અહીં પહોંચ્યા છે અને તેઓ ભગવતી અમન મંદિરમાં પૂજા કરશે અને બાદમાં વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા હતા અને લગભગ બે દિવસ ધ્યાન કરશે.
કડક સુરક્ષા વ્યવસ્થા...
PM 1 જૂને રવાના થતા પહેલા તમિલ કવિ તિરુવલ્લુવરની પ્રતિમાની મુલાકાત પણ લઈ શકે છે. મોદીના આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રખ્યાત હિંદુ સંત (વિવેકાનંદ)ના નામ પરથી આ સ્મારક સમુદ્રની મધ્યમાં આવેલું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓ એ કહ્યું કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Election)ના પ્રચારની સમાપ્તિ પછી PM મોદી હવે સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલા 'રોક મેમોરિયલ' પર ધ્યાન કેન્દ્રિત કરશે.
2019 માં કેદારનાથ ગુફામાં ધ્યાન...
PM એ 2019 ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election)માં પ્રચાર કર્યા બાદ કેદારનાથ ગુફામાં આવી જ રીતે ધ્યાન કર્યું હતું. મોદીની મુલાકાત પહેલા સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમના રોકાણ દરમિયાન ત્રણ હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. આ સાથે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ પણ કડક તકેદારી રાખશે. લોકસભા ચૂંટણી (Lok Sabha Election)ના સાતમા અને અંતિમ તબક્કામાં આઠ રાજ્યોની 57 બેઠકો પર 1 જૂને મતદાન થવાનું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ચંદીગઢમાં મતદાન થશે. આ 57 લોકસભા સીટો પરથી 904 ઉમેદવારો મેદાનમાં છે.
આ પણ વાંચો : Kanniyakumari : PM મોદી કન્યાકુમારી પહોંચ્યા, ભગવતી અમન મંદિરમાં પૂજા કરી…
આ પણ વાંચો : Rafah ની સ્થિતિ પર MEA નું નિવેદન, કહ્યું- ‘ચિંતાનો વિષય’, નવાઝ શરીફની ટિપ્પણી પર પણ કહી મોટી વાત…
આ પણ વાંચો : Lok Sabha Election : કાશીના લોકો માટે PM મોદીનો ભોજપુરીમાં ખાસ સંદેશ, કરી આ અપીલ…