Lok Sabha Election Date : આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થશે, ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે કરશે જાહેરાત...
ચૂંટણી પંચ (EC) શનિવારે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024 ની (Lok Sabha Election 2024) તારીખોની જાહેરાત કરશે. આ સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. આ વિધાનસભા ચૂંટણીઓ ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં યોજાશે. ચૂંટણી પંચ (EC)ના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. સૂત્રોએ જણાવ્યું કે લોકસભાની ચૂંટણી સાતથી આઠ તબક્કામાં યોજાઈ શકે છે. નવનિયુક્ત કમિશનરોના ઔપચારિક સ્વાગત બાદ પૂર્ણ પંચની બેઠકનો પ્રારંભ થયો હતો. આ બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી.
આચારસંહિતા લાગુ કરવામાં આવશે
આવતીકાલે બપોરે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકસભા ચૂંટણી અને ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ શેર કરશે. એવું માનવામાં આવે છે કે આ વખતે લોકસભા ચૂંટણી 6 થી 7 તબક્કામાં યોજવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આખા દેશમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે.
Press Conference by the Election Commission to announce the schedule for General Elections 2024 & some State Assemblies will be held at 3 pm tomorrow, 16th March. It will be live streamed on the social media platforms of the ECI: ECI pic.twitter.com/JVGGQfMYgw
— ANI (@ANI) March 15, 2024
નવા ચૂંટણી કમિશનરોએ ચાર્જ સંભાળ્યો
હાલમાં ચૂંટણી પંચનું નેતૃત્વ રાજીવ કુમાર કરી રહ્યા છે. આ સિવાય બે નવા ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુએ પણ ચાર્જ સંભાળ્યો છે. દેશભરમાં લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન ચૂંટણી પંચના કમિશનરોની જગ્યા ખાલી થયા બાદ વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યો છે.
Two newly-appointed Election Commissioners, Gyanesh Kumar and Dr Sukhbir Singh Sandhu joined the Commission today: ECI pic.twitter.com/N5ZXd4RxQQ
— ANI (@ANI) March 15, 2024
ગત વખતે 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી
2019 માં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. ગત વખતે ચૂંટણી પંચે (EC) 10 માર્ચે તારીખોની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. તે ચૂંટણી સમયે દેશમાં 91 કરોડથી વધુ મતદારો હતા, જેમાંથી 67 ટકા લોકોએ મતદાન કર્યું હતું.
2019 માં શું પરિણામો આવ્યા
2019ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)માં ભાજપે 2014 ની સરખામણીમાં મોટી જીત હાંસલ કરી હતી. 2014માં ભાજપે 282 સીટો જીતી હતી જ્યારે 2019માં 303 સીટો પર જીત મેળવી હતી. જ્યારે NDAને 353 બેઠકો મળી હતી. બીજેપીને 37.7% થી વધુ વોટ મળ્યા હતા, જ્યારે NDA ને 45% વોટ મળ્યા હતા. કોંગ્રેસ માત્ર 52 સીટો જીતી શકી હતી.
આ પણ વાંચો : Electoral Bonds : SC એ SBI ને પૂછ્યું – EC ને આપવામાં આવેલા ડેટામાં કોઈ બોન્ડ નંબર કેમ નથી?
આ પણ વાંચો : West Bengal : તૃણમૂલ કોંગ્રેસને બેવડો ફટકો, સાંસદ દિવ્યેન્દુ અધિકારી અને અર્જુન સિંહ ભાજપમાં જોડાશે…
આ પણ વાંચો : West Bengal : મમતાની ઈજા પર ભાભી કજરી બેનર્જીનું નિવેદન, કહ્યું- ‘તેને ઘરમાં કોણ ધક્કો મારશે?’
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ