Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election : Punjab માં કોંગ્રેસને મોટો ફટકો, લુધિયાણાના સાંસદ રવનીત બિટ્ટુ ભાજપમાં જોડાયા...

પંજાબ કોંગ્રેસના વધુ એક ઉમેદવાર ભાજપમાં જોડાયા પંજાબના પૂર્વ સીએમ બિઅંત સિંહના પૌત્ર રવનીત બિટ્ટુ ભાજપમાં જોડાયા આ પહેલા પટિયાલાની કોંગ્રેસ સાંસદ પરનીત કૌર પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પહેલા અનેક નેતાઓ પક્ષ પરિવર્તનની...
06:17 PM Mar 26, 2024 IST | Dhruv Parmar

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પહેલા અનેક નેતાઓ પક્ષ પરિવર્તનની રાજનીતિમાં લાગેલા છે. હવે પંજાબમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. માહિતી મળી રહી છે કે પંજાબના પૂર્વ સીએમ બિઅંત સિંહના પૌત્ર રવનીત બિટ્ટુ ભાજપમાં જોડાઈ ગયા છે. રવનીત બિટ્ટુ હાલમાં લુધિયાણાના સાંસદ છે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા હતા. તેઓ બે વખત લુધિયાણાથી સાંસદ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ શ્રી આનંદપુર સાહિબથી સાંસદની ચૂંટણી પણ જીતી ચૂક્યા છે. તેમને લુધિયાણાથી પાર્ટીની ટિકિટ મળી શકે છે.

બિટ્ટુએ 2009 માં શ્રી આનંદપુર સાહિબથી પહેલીવાર સાંસદની ચૂંટણી જીતી હતી. આ પછી તેઓ 2014 અને 2019 માં લુધિયાણા લોકસભા સીટથી ચૂંટણી (Lok Sabha Election) જીતીને સંસદમાં પહોંચ્યા હતા. 2019 માં બિટ્ટુએ સિમરજીત સિંહ બેન્સને હરાવ્યા હતા. ભાજપમાં જોડાયા બાદ બિટ્ટુએ કહ્યું કે હું PM નરેન્દ્ર મોદીનો આભારી છું... હું વિશ્વાસ સાથે કહી શકું છું કે PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પંજાબને ખૂબ પ્રેમ કરે છે અને તેઓ રાજ્ય માટે ઘણું કરવા માંગે છે. પંજાબ શા માટે પાછળ રહી જાય? આ પહેલા પટિયાલાની કોંગ્રેસ સાંસદ પ્રનીત કૌર પણ ભાજપમાં જોડાઈ ચૂકી છે. તે પટિયાલા બેઠક પરથી પાર્ટીની ટિકિટ માટે દાવેદાર છે.

પંજાબમાં ભાજપ એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે

પંજાબમાં ભાજપ એકલા હાથે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) લડશે. મંગળવારે એક વીડિયો જાહેર કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખરે કહ્યું કે પાર્ટી હાઈકમાન્ડે રાજ્ય એકમ, પાર્ટીના નેતાઓ, કાર્યકરો અને રાજ્યના લોકોનો અભિપ્રાય લીધા બાદ આ નિર્ણય લીધો છે. જાખરે કહ્યું કે PM નરેન્દ્ર મોદીએ ગત વર્ષોમાં પંજાબ માટે જે કામ કર્યું છે તેના આધારે અમે લોકો વચ્ચે પહોંચીશું.

આ પણ વાંચો : BJP Candidates LIST : ભાજપના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર, રાજસ્થાનના બે નેતાઓની ટિકિટ રદ્દ…

આ પણ વાંચો : Himachal Assembly Election : હિમાચલ પ્રદેશની 6 વિધાનસભા બેઠકો માટે બીજેપીએ ઉમેદવાર જાહેર કર્યાં

આ પણ વાંચો : Sikkim Assembly Election : સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 9 ઉમેદવારો જાહેર કર્યાં, 19 એપ્રિલે થશે મતદાન

Tags :
Beant SinghBJPCongressFormer Punjab CMGujarati NewsIndiaLok Sabha elections 2024Ludhiana MPNationalPoliticsRavneet BittuRavneet Singh joins BJP
Next Article