ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election 2024 : વરુણ ગાંધીએ ચૂંટણી ના લડવાનું કર્યું એલાન, માતા મેનકા ગાંધી માટે કરશે પ્રચાર

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી અત્યારે નજીક આવી રહીં છે. ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા બેઠકના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા વરુણ ગાંધીને આવખે ભાજપે ટિકિટ નથી આપી. ઉલ્લેખનીય છે કે, તેમને ટિકિટ ના મળતી તેઓ અપક્ષમાં રહીને...
01:34 PM Mar 27, 2024 IST | VIMAL PRAJAPATI
Lok Sabha Election 2024

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી અત્યારે નજીક આવી રહીં છે. ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા બેઠકના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા વરુણ ગાંધીને આવખે ભાજપે ટિકિટ નથી આપી. ઉલ્લેખનીય છે કે, તેમને ટિકિટ ના મળતી તેઓ અપક્ષમાં રહીને ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલી રહીં હતી. ચર્ચા એવી પણ ચાલી રહીં હતી કે, સમાજવાદી પાર્ટીના હાથ નીચે પણ તેઓ ચૂંટણી લડવાના હતાં. પરંતુ આ તમામ અટકળનો અંત આવી ગયો છે. વરુણ ગાંધીએ અત્યારે ચૂંટણી ના લડવાનો નિર્ણય કર્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે તેઓ સુલતાપુરમાં તેમની માતા મેનકા ગાંધી માટે પ્રચાર કરશે પરંતુ પોતે ચૂંટણી લડશે નહીં.

આ બેઠક પર ગાંધી પરિવારનો રહ્યો છે કબ્જો

મળતી વિગતો પ્રમાણે આ બેઠક લાંબા સમય સુધી ગાંધી પરિવાર પાસે રહીં છે. ઉલ્લેખનીય છે કે, મેનકા ગાંધીએ 1989માં પહેલી વાર આ બેઠક પરથી જનતા દળની ટિકિટ પર ચૂંટણી લડી હતીં. તેમણે પોતાની પહેલી ચૂંટણીમાં જીત પણ મેળવી હતી.ત્યાર બાદ 1991માં ભાજપના પરશુરામ ગંગવાર અહીંથી સાંસદ બન્યા હતાં. પરંતુ ફરી 1996માં મેનકા ગાંધીએ જનતા દળથી ચૂંટણી લડીને જીત મેળવી હતી. તેણીએ 1998 અને 1999માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને જીત મેળવી હતી. આ પછી તે ભાજપમાં જોડાઈ ગઈ. 2009ની ચૂંટણીમાં મેનકાએ વરુણ માટે આ સીટ છોડી દીધી હતી. ભાજપે પીલીભીતથી કોંગ્રેસના નેતા જિતિન પ્રસાદને ટિકિટ આપી છે.

જાણો આ બેઠક પરથી કોણે સૌથી વધારે જીત મેળવી?

પીલીભીત લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ બ્રાહ્મણ, સપાએ કુર્મી અને બસપાએ મુસલમાન ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. તમને જણાવી દઈએ કે, આ બેઠક પર ગાંધી પરિવાર સિવાય કુર્મી ઉમેદાવારે 7 વખત જીત મેળવી છે. 2024 ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો બીજેપીએ જિતિન પ્રસાદને આ બેઠક પરથી ટિકિટ આપી છે. ત્યાં સપાએ પૂર્વ મંત્રી અને ત્રણ વખત ધારાસભ્ય બનેલા ભગવત સરન ગંગવારને ટિકિટ આપી છે. નોંધનીય છે કે, જિતિન 2021માં ભાજપમાં જોડાયા હતા. તે જ સમયે, બસપાએ અનીસ અહેમદ ખાન ઉર્ફે ફૂલ બાબુને ઉમેદવાર જાહેર કર્યા છે. આ સીટ માટે પ્રથમ તબક્કામાં એટલે કે 19 એપ્રિલે મતદાન થશે.

આ પણ વાંચો: Vijapur : સી.જે. ચાવડાને ભાજપમાંથી ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં નારાજગી

આ પણ વાંચો: Lok Sabha Election 2024 : કોંગ્રેસની 7મી યાદી જાહેર, પાંચ ઉમેદવારોના નામ, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ…

આ પણ વાંચો: Lok Sabha Election : ભાજપે લોકસભા માટે અત્યાર સુધીમાં 405 ઉમેદવારો ઉતાર્યા, 101 સાંસદોની ટિકિટ રદ્દ…

Tags :
Election 2024elections NewsGujarati Newslatest newsLok Sabha Election 2024Lok-Sabha-electionManeka Gandhi campaignManeka Gandhi Newsnational newspolitical newsvarun gandhiVimal Prajapati
Next Article