Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election 2024: મતદાન કરવા ગૂગલની ખાસ અપીલ, બનાવ્યું અનોખું ડૂડલ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે 80 બેઠકો પર બીજા ચરણનું મતદાન થઈ રહ્યું છે. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીને લઈને ભારતમાં તો ખુશીનો મહોલ જોવા મળે પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ સારી એવી ચર્ચા થઈ રહીં છે. ચૂંટણીના...
lok sabha election 2024  મતદાન કરવા ગૂગલની ખાસ અપીલ  બનાવ્યું અનોખું ડૂડલ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે 80 બેઠકો પર બીજા ચરણનું મતદાન થઈ રહ્યું છે. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીને લઈને ભારતમાં તો ખુશીનો મહોલ જોવા મળે પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ સારી એવી ચર્ચા થઈ રહીં છે. ચૂંટણીના આ ખાસ અવસર પર ગૂગલે ડૂડલ બનાવીને લોકોને વોટ કરવાની અપીલ કરી છે. આજના મતદાનમાં 1,198 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. તે જ સમયે, જો મણિપુર લોકસભાના ચાર ઉમેદવારોને પણ ઉમેરવામાં આવે તો કુલ સંખ્યા 1,202 થાય છે.

Advertisement

ગૂગલ દ્વારા પણ મતદાન કરવા માટે ખાસ અપીલ

ઉલ્લેખનીય છે કે, આજે બીજા ચરણના મતદાનમાં 13 રાજ્યો અને 88 બેઠકો પરના ઉમેદવારોના ભાવિનો ફેસલો થવાનો છે. આ તબક્કામાં જે 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી ભાજપ પાસે અડધાથી વધુ એટલે કે 52 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 22 બેઠકો છે. ત્યારે ગૂગલ દ્વારા પણ મતદાન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

Advertisement

88 બેઠકો પરના ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થશે

તમને જણાવી દઈએ કે, આજ માટે ગૂગલે પોતાના ડૂડલનું નામ ભારતની લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાખ્યું છે. ગૂગલ ડૂડલમાં વોટ આપનાર વ્યક્તિનો હાથ દેખાય છે. આંગળી પર શાહીના નિશાન છે જે મતદાન કર્યા પછી લગાવવામાં આવે છે. આ પહેલા 19 એપ્રિલે થયેલા વોટિંગ દરમિયાન ગૂગલે ડૂડલ બનાવીને લોકોને વોટ કરવા માટે પ્રેરિત કર્યા હતા. Google તમામ મોટા પ્રસંગો અને દિવસો પર આવા ડૂડલ બનાવે છે.

Advertisement

મતદાન કરવા ગુજરાત ફર્સ્ટની ખાસ અપીલ

નોંધનીય છે કે, જો ગૂગલ પણ મતદાન માટે લોકોને અપીલ કરતું હોય તો, આપણે મતદાન કરવા આવશ્ય જવુ જોઈએ. ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ દરેક મતદાતાઓને અપીલ કરવામાં આવે છે કે, ‘મતદાન કરવા જાઓ અને દેશના વિકાસ માટે તમારો કિંમતી મત આપો’ કારણ કે, તમારે આજનો મત તમારૂ કાલનું ભવિષ્ય નક્કી કરે છે. મત કોને આપવો? તે દરેકની વ્યક્તિગત પસંદગી છે પણ મત આપવો જરૂરી છે.

આ પણ વાંચો: Pakistan: શું બર્ગર કોઇનો જીવ લઈ શકે? પાકિસ્તાનમાં બની ચોંકાવનારી વારદાત

આ પણ વાંચો: PM Narendra Modi એ ઇટાલીના PM Giorgia Meloni ને કર્યો ફોન, જાણો શું વાત કરી?

આ પણ વાંચો: PM Modi વિશે JP Morgan ચીફે કહી આ મોટી વાત, જાણો શું કહ્યું…

Tags :
Advertisement

.