Padmaja Venugopal: કેરળમાં ભાજપની પકડ મજબૂત, પૂર્વ સીએમની દીકરીએ ધારણ કર્યો કેસરિયો
Padmaja Venugopal: લોકસભાની ચૂંટણીના શંખ હવે ફુંકાઈ ગયા છે. દેશમાં રાજકીય પાર્ટીઓ પોતાનો ચૂંટણી પ્રચાર પણ કરી રહીં છે. ભાજપ દ્વારા પોતાનો જોરદાર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાજપ અત્યારે પ્રચારમાં ચૂંટણીને લઈને પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને કેરળમાં પોતાની ધાક જમાવી દીધી છે. કેરળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી કે. કરૂણાકરણની દીકરી પદ્મજા વેણુગોપાલ ભાજપમાં જોડાઈ ગયાં છે. ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે પદ્મજા વેણુગોપાલને ભાજપમાં જોડ્યા અને સભ્ય બનાવ્યા છે. મળતી વિગતો પ્રમાણે પદ્મજા વેણુગોપાલ થોડા સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ હતા. તેમની નારાજગી પણ ખુલ્લેઆમ બહાર આવી રહી હતી. એવી આશંકા હતી કે તે પાર્ટી છોડી શકે છે.
કેરળના પૂર્વ મુખ્યમંત્રીની દીકરી ભાજપમાં સામેલ
આવી તમામ અફવાઓને અંતે પૂર્વ સીએમના દીકરી ગુરૂવારે દિલ્હીમાં આવેલા ભાજપના મુખ્ય કાર્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીમાં જોડાઈ ગયા હતાં. પદ્મજા ભાજપમાં જોડાવા અંગેની અટકળોએ બુધવારે વેગ પકડ્યો જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ તેણીની બાજુ બદલવાના અહેવાલોને નકારી કાઢતી ફેસબુક પોસ્ટ કાઢી નાખી. શરૂઆતમાં, ભાજપમાં જોડાવાના તેમના સંભવિત પગલા અંગેના સમાચાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પદ્મજાએ ફેસબુક પર સ્પષ્ટતા કરી હતી કે તે માત્ર એક મજાક છે. જો કે, બાદમાં તેમણે આ પોસ્ટ હટાવી લીધું હતું, જે બાદ તેમના ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું હતું.
પદ્મજા ભાજપમાં જોડાતા શશિ થરૂરને મળ્યો જબાવ
ઉલ્લેખનીય છે કે, 2024 ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર વાક્ પ્રહારો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે લગભગ એક અઠવાડિયા પહેલા તેમણે લોકસભા ચૂંટણીમાં કેરળમાં ભાજપને બે આંકડામાં સીટો મેળવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષાની મજાક ઉડાવી હતી. થરૂરે કહ્યું હતું કે, તેમને અહીં કેરળમાં માત્ર બે શૂન્યથી જ મળશે. જો કે, અત્યાપે પદ્મજા વેણુગોપાલે ભાજપમાં જોડાઈને કેરળમાં બીજેપીની પકડ મજબૂત કરી નાખી છે. શશિ થરૂરે કહ્યું હતુ કે, બીજેપીને કેરળમાં એક આંક પર આવી રહીં છે અને તે ‘શૂન્ય’ છે.