Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha ELection 2024 : BJP એ 9 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, અન્નામલાઈ કોઈમ્બતુરથી ચૂંટણી લડશે...

ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ચેન્નાઈ દક્ષિણ તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બીજેપીના તમિલનાડુ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ કોઈમ્બતુરથી ચૂંટણી લડશે. આ યાદીમાં BJP એ 9 નામોને સ્થાન...
lok sabha election 2024   bjp એ 9 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી  અન્નામલાઈ કોઈમ્બતુરથી ચૂંટણી લડશે

ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ચેન્નાઈ દક્ષિણ તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બીજેપીના તમિલનાડુ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ કોઈમ્બતુરથી ચૂંટણી લડશે. આ યાદીમાં BJP એ 9 નામોને સ્થાન આપ્યું છે.

Advertisement

પાર્ટીએ તમિલનાડુ માટે તમામ 9 નામો જાહેર કર્યા છે જે નીચે મુજબ છે-

  1. ચેન્નાઈ દક્ષિણ- તમિલિસાઈ સુંદરરાજન
  2. ચેન્નાઈ સેન્ટ્રલ- વિનોજ પી સેલ્વમ
  3. વેલ્લોર- એ. સી ષણમુગમ
  4. કૃષ્ણગિરી- સી નરસિમ્હન
  5. નીલગિરી- એલ મુરુગન
  6. કોઈમ્બતુર- કે. અન્નામલાઈ
  7. પેરામ્બલુર- T.R. પરિવેન્ધર
  8. થોથુક્કુડી- નૈનાર નાગેન્દ્રન
  9. કન્યાકુમારી- પોન. રાધાકૃષ્ણન

Advertisement

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ ડૉ. તમિલિસાઈ સુંદરરાજન પોતાના પદ પરથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગયા હતા. તમિલનાડુમાં તમિલિસાઈ ભાજપ કાર્યાલય પર પહોંચ્યા બાદ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે હું તમિલનાડુમાં ભાજપ (BJP)નો વિકાસ જોઈને ખુશ છું. રાજ્યમાં અમે જે ગઠબંધન કર્યું છે તે વિકાસ દર્શાવે છે.

આ પણ વાંચો : Electoral Bond : SBI એ EC ને સિરિયલ નંબર સાથેની બોન્ડની સંપૂર્ણ વિગતો આપી, SC માં એફિડેવિટ દાખલ…

Advertisement

આ પણ વાંચો : Delhi : અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટનો મોટો ઝટકો, ધરપકડમાંથી કોઈ રાહત નહીં…

આ પણ વાંચો : Jabalpur : જ્યારે ઉમેદવારની પોટલી જોઇને આશ્ચર્યચકિત થયા અધિકારીઓ, સિક્કા લઈને પહોંચ્યા હતા નોમિનેશન ભરવા…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.