Lok Sabha Election 2024 : બીજેપીએ ચોથી ઉમેદવાર યાદી જાહેર કરી, આ નેતાઓને મળી ટિકિટ
Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમં તમિલનાડુની 14 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. આ સિવાય વાત કરીએ તો ભાજપે પુડુચેરીની એક બેઠકના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. ચાલો જાણીએ ભારતીય જનતા પાર્ટીએ ચોથી યાદીમાં કોના નામ જાહેર કર્યા...
તમિલનાડુની લોકસભા સીટ | ઉમેદવારનું નામ |
01. તિરુવેલુર | વી.બાલગણપતિ |
02. ચેન્નાઈ ઉત્તર | પોલ કનાગરાજ |
03. તિરુવન્નામલાઈ | એ. અશ્વથામન |
04. નામાક્કલ | કે.પી.રામાલિંગમ |
05. તિરુપુર | એ.પી.મુરુગાનંદમ |
06. પોલાચી | કે.વસંતરાજન |
07. કરુર | વી.સેંતિલનાથન |
08. ચિદમ્બરમ | પી. કાર્તિયાયીની |
09. નાગપટ્ટિનમ | એસજીએમ રમેશ |
10. તાંજાવુર | એમ. મુરુગાનંદમ |
11. શિવગંગા | ડૉ. દેવનાથમ યાદવ |
12. મદુરાઈના | પ્રો. રામશ્રીનિવાસન |
13. વિરુધુનગર | રાધિકા સરથકુમાર |
14. તેનકાસી | બી. જોન પંડ્યાન |
આ યાદીમં તમિલનાડુની 14 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. બીજેપી દ્વારા પુડુચેરીની એક બેઠક માટે પણ ઉમેદવારોનું નામ જાહેર કર્યું છે. જેમાં પુડુચેરીની લોકસભા બેઠક માટે ઉમેદવારા તરીકે એ નમસીવયમનું નામ જાહેર કર્યું છે.
પુડુચેરીની લોકસભા સીટ | ઉમેદવારનું નામ |
01.પુડુચેરી | એ. નમસીવયમ |
21 માર્ચે ત્રીજી યાદી જાહેર કરી હતી
વધુ વિગતે વાત કરવામાં આવે તો, બીજેપે દ્વારા 21 માર્ચે ત્રીજી યાદી જાહેર કરી હતી, જેમાં ભાજપે તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈને કોઈમ્બતુર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ચેન્નાઈ દક્ષિણમાંથી તમિલિસાઈ સુંદરરાજન, ચેન્નાઈ સેન્ટ્રલમાંથી વિનોજ પી. સેલ્વમ, એ. સી. ષણમુગમ. કૃષ્ણગિરિમાંથી સી. નરસિમ્હન, નીલગિરિમાંથી એલ. મુરુગન, પેરામ્બલુરથી ટી.આર. પરિવેન્ધર, થુથુકુડીથી નૈનાર નાગેન્દ્રન અને કન્યાકુમારીથી પોન. રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.