ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Election 2024: બંગાળમાં કોંગ્રેસને ડાબેરીઓ તરફથી પણ આંચકો, 16 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા

Lok Sabha election 2024: આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે. જેને લઈને રાજકિય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધી બીજેપી, કોંગ્રેસ અને ટીએમસી દ્વારા પણ પોતાના નામ જાહેર...
07:09 PM Mar 14, 2024 IST | VIMAL PRAJAPATI
Lok Sabha election 2024

Lok Sabha election 2024: આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે. જેને લઈને રાજકિય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધી બીજેપી, કોંગ્રેસ અને ટીએમસી દ્વારા પણ પોતાના નામ જાહેર કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ગઠબંધન શક્ય બન્યું નથી. કારણ કે, કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે બેઠકોની વહેચણીને લઈને મનભેદો થયા હતાં. ત્યાર બાદ ટીએમસીએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. જેથી પશ્ચિમ બંગાળમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

ટીએમસી સમર્થન વગર ચૂંટણી લડશે

લોકસભા ચૂંટણીને લઈને ટીએમસી દ્વારા યાદી જાહેર કર્યા બાદ હવે ડાબેરીઓએ પશ્ચિમ બંગાળ માટે તેના 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મતલબ કે પશ્ચિમ બંગાળમાં ટીએમસી બાદ હવે ડાબેરી મોરચો પણ INDIA બ્લોકના સમર્થન વગર ચૂંટણી લડશે. ડાબેરીઓની વાત કરવામાં આવે તો કૂચબિહારથી નીતિશ ચંદ્ર રોય, જલપાઈગુડીથી દેબરાજ બર્મન અને આસનસોલથી જહાનરા ખાનને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

જાણે આ 16 ઉમેદવારોના નામ

1.કૂચ બિહારનીતિશ ચંદ્ર રોય
2.જલપાઈગુડીદેબરાજ બર્મન
3.બાલુરઘાટજયદેવ સિદ્ધાંત
4.કૃષ્ણનગરએસ.એમ. સધી
5.દમ દમસુજન ચક્રવર્તી
6.જાદવપુરશ્રીજન ભટ્ટાચાર્ય
7.કોલકાતા દક્ષિણસાયરા શાહ હલીમ
8.હાવડાસબ્યસાચી ચેટર્જી
9.શ્રીરામપુરદીપીતા ધર
10.હુગલીમનોદીપ ઘોષ
11.તમલુકસયાન બેનર્જી
12.મિદાપુરબિપ્લબ ભટ્ટો
13.બાંકુરાનીલાંજન દાસગુપ્તા
14.બિષ્ણુપુરશીતલ કાબોર્ટો
15.બર્દવાન પૂર્વનીરબ ખાન
16.આસનસોલજહાનઆરા ખાન

વામ મોર્ચાના અધ્યક્ષ બિમાન બસુએ કહ્યું કે, બેઠકની વહેચણીને લઈને અધીર રંજન ચૌધરી સાથેની બેઠક ફાયદા વગરની રહીં હતીં. તે બાદ પણ તેમણે કહ્યું કે, બેઠક વહેચણીને લઈને કોંગ્રેસ સાથે વામ મોર્ચો તૈયાર છે. જો કોંગ્રેસ આ અંગે યોગ્ય પ્રસ્તાવ લઈને આવે છે તો અમે બેઠકની વહેચણી અંગે વિચારી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે, અત્યારે વામ મોર્ચા દ્વારા 16 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Preneet Kaur : પૂર્વ CM અમરિંદર સિંહની પત્ની BJP માં સામેલ, આ સીટ પરથી લડશે ચૂંટણી…

આ પણ વાંચો: Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની સ્પષ્ટ વાત, કહ્યું- ક્યારેય પાછું નહીં લેવામાં આવે CAA…

આ પણ વાંચો: Karnataka BJP માં મોટો ફેરબદલ, 10 સાંસદોની ટિકિટ કપાઈ, આ દિગ્ગજો પર રમાયો દાવ…

Tags :
bjp vs tmcINDIA allainceINDIA allianceLok Sabha Election 2024Lok Sabha Election 2024 BJP's first listnational newspolitical newsVimal Prajapati
Next Article