Election 2024: બંગાળમાં કોંગ્રેસને ડાબેરીઓ તરફથી પણ આંચકો, 16 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા
Lok Sabha election 2024: આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે. જેને લઈને રાજકિય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધી બીજેપી, કોંગ્રેસ અને ટીએમસી દ્વારા પણ પોતાના નામ જાહેર કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ગઠબંધન શક્ય બન્યું નથી. કારણ કે, કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે બેઠકોની વહેચણીને લઈને મનભેદો થયા હતાં. ત્યાર બાદ ટીએમસીએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. જેથી પશ્ચિમ બંગાળમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
ટીએમસી સમર્થન વગર ચૂંટણી લડશે
લોકસભા ચૂંટણીને લઈને ટીએમસી દ્વારા યાદી જાહેર કર્યા બાદ હવે ડાબેરીઓએ પશ્ચિમ બંગાળ માટે તેના 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મતલબ કે પશ્ચિમ બંગાળમાં ટીએમસી બાદ હવે ડાબેરી મોરચો પણ INDIA બ્લોકના સમર્થન વગર ચૂંટણી લડશે. ડાબેરીઓની વાત કરવામાં આવે તો કૂચબિહારથી નીતિશ ચંદ્ર રોય, જલપાઈગુડીથી દેબરાજ બર્મન અને આસનસોલથી જહાનરા ખાનને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
જાણે આ 16 ઉમેદવારોના નામ
1.કૂચ બિહાર | નીતિશ ચંદ્ર રોય |
2.જલપાઈગુડી | દેબરાજ બર્મન |
3.બાલુરઘાટ | જયદેવ સિદ્ધાંત |
4.કૃષ્ણનગર | એસ.એમ. સધી |
5.દમ દમ | સુજન ચક્રવર્તી |
6.જાદવપુર | શ્રીજન ભટ્ટાચાર્ય |
7.કોલકાતા દક્ષિણ | સાયરા શાહ હલીમ |
8.હાવડા | સબ્યસાચી ચેટર્જી |
9.શ્રીરામપુર | દીપીતા ધર |
10.હુગલી | મનોદીપ ઘોષ |
11.તમલુક | સયાન બેનર્જી |
12.મિદાપુર | બિપ્લબ ભટ્ટો |
13.બાંકુરા | નીલાંજન દાસગુપ્તા |
14.બિષ્ણુપુર | શીતલ કાબોર્ટો |
15.બર્દવાન પૂર્વ | નીરબ ખાન |
16.આસનસોલ | જહાનઆરા ખાન |
વામ મોર્ચાના અધ્યક્ષ બિમાન બસુએ કહ્યું કે, બેઠકની વહેચણીને લઈને અધીર રંજન ચૌધરી સાથેની બેઠક ફાયદા વગરની રહીં હતીં. તે બાદ પણ તેમણે કહ્યું કે, બેઠક વહેચણીને લઈને કોંગ્રેસ સાથે વામ મોર્ચો તૈયાર છે. જો કોંગ્રેસ આ અંગે યોગ્ય પ્રસ્તાવ લઈને આવે છે તો અમે બેઠકની વહેચણી અંગે વિચારી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે, અત્યારે વામ મોર્ચા દ્વારા 16 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યાં છે.