Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી મોટો ઝટકો, બે નેતાઓ ભાજપમાં સામેલ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે ભારતમાં રાજકીય પ્રચારો શરૂ થઈ ગયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસ માટે અત્યારે કપરી સ્થિતિ છે. કારણ કે, ઘણા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. લોકસભા ચૂંટણી...
lok sabha election 2024  લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી મોટો ઝટકો  બે નેતાઓ ભાજપમાં સામેલ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે ભારતમાં રાજકીય પ્રચારો શરૂ થઈ ગયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસ માટે અત્યારે કપરી સ્થિતિ છે. કારણ કે, ઘણા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને ફરી એક મોટો ઝટકો લાગ્યો છે. શનિવારે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના બે નેતાઓ પાર્ટી છોડીને લખનૌમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, પ્રદેશ મહાસચિવ સંગઠન ધરમપાલ સિંહે કોંગ્રેસના નેતાઓ ચૌધરી ગજેન્દ્ર સિંહ અને વાસુદેવ સિંહને બીજેપીની સદસ્યતા આપી.

Advertisement

કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્ય અને નેતાઓ પાર્ટી છોડી

અનૂપશહેરની બે વખત બસપામાંથી ટિકિટ લઈને ધારાસભ્ય બનેલા અને વર્તમાનમાં કોંગ્રેસ નેતા ચૌધરી ગજેન્દ્ર સિંહે શનિવારે ભાજપમાં જોડાઈ ગયાં છે. આ સિવાય વાત કરવામાં આવે તો શિકારપુરમાં 2007 માં બસપાની ટિકિટ પર ધારાસભ્ય બનેલા અને વર્તમાનમાં કોંગ્રેસ નેતા વાસુદેવ સિંહ બાબાએ પણ કોંગ્રેસને અલવિદા કહીં ભાજપનો હાથ પકડી લીધો છે. આ બે નેતાઓ સાથે સાથે પૂર્વ બ્લોક ચીફ ધરમપાલ સિંહ અને રાષ્ટ્રીય લોકસભા અનુસૂચિત મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ હુકુમ સિંહ પણ ભાજપમાં જોડાયા છે.

Advertisement

કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી પડકારજનક રહેશે

આ સિવાય વાત કરવામાં આવે તો અન્ય પણ ઘણા નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહ્યું છે. વિગતે વાત કરીએ તો મુરાદાબાદની પૂર્વ સાંસદ વીર સિંહ, લાલગંજના પૂર્વ સાંસદ સંતોષ કુમાર, ઇટાવાના પૂર્વ સાંસદ પ્રેમદાસ કઠેરિયા, પૂર્વ મંત્રી કેસી પાંડેય, પૂર્વ મંત્રી સાધવા મિશ્રા, દેવેન્દ્ર પ્રતાપ ગૌતમ અને શંભૂ દયાલે પણ શનિવારે ભારતીય જનતામાં જોડાઈને કેસરિયો ધારણ કરી લીધો હતો.

ઘણા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહ્યું

2024ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) ખુબ જ રોચક કહેવાની છે. કારણે કે, વિપક્ષ અત્યારે દિવસેને દિવસે તૂટી રહ્યો છે. પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહીં દીધું છે. તેમાંથી મોટાભાગના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જ સામેલ થયા છે. શનિવારે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના બે નેતાઓ પાર્ટી છોડીને લખનૌમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમને યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, પ્રદેશ મહાસચિવ સંગઠન ધરમપાલ સિંહે કોંગ્રેસના નેતાઓ ચૌધરી ગજેન્દ્ર સિંહ અને વાસુદેવ સિંહને બીજેપીની સદસ્યતા આપી.

Advertisement

આ પણ વાંચો: LOKSABHA 2024 : ચૂંટણીમાં મુક્ત પ્રતીકોમાં સૌથી વધુ ઉપલબ્ધ શાકભાજી અને ફળફળાદીના ચિહ્નો

આ પણ વાંચો:  પૂર્વ મુખ્યમંત્રી SHIVRAJ SINGH CHAUHAN ફરી સાંસદ માટે મેદાનમાં ઉતર્યા

આ પણ વાંચો: Amit Shah : ગાંધીનગરમાં આ તારીખે ઉમેદવારી પત્ર ભરશે ગૃહમંત્રી અમિત શાહ! પૂર્વ CM રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર

Tags :
Advertisement

.