ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Karnataka Exit Poll: કર્ણાટકમાં કોંગ્રેસ ખુબ ધોવાશે! એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપીના ખાતામાં 20 થી 22 બેઠકો

Karnataka Exit Poll: આજે લોકસભા લોકસભા ચૂંટણીના તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. દરેક રાજનેતાઓના ભાવિ એવીએમમાં કેદ થઈ ગયા છે. અત્યારે પરિણામના એક્ઝિટ પોલની ચર્ચાઓ થઈ રહીં છે. સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન પણ આજે શનિવારે સમાપ્ત થયું...
08:26 PM Jun 01, 2024 IST | VIMAL PRAJAPATI
Karnataka Exit Poll

Karnataka Exit Poll: આજે લોકસભા લોકસભા ચૂંટણીના તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. દરેક રાજનેતાઓના ભાવિ એવીએમમાં કેદ થઈ ગયા છે. અત્યારે પરિણામના એક્ઝિટ પોલની ચર્ચાઓ થઈ રહીં છે. સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન પણ આજે શનિવારે સમાપ્ત થયું હતું. દેશભરના લોકો હવે 4 જૂનની રાહ જોઈ રહ્યા છે, જ્યારે 18મી લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે.

કર્ણાટક | 28 સીટ
જન્સીNDA ભાજપ INDIA કોંગ્રેસ જેડીએસઅન્ય
ઈન્ડિયા ટુડે- એક્સિસ માય ઈન્ડિયા20-2203-0530
News 1823-2603-0700
એબીપી-સી-વોટર્સ23-2503-0500
ન્યૂઝ24-ચાણક્ય0000
NDTV-જન0000
ટીવી 9-પોલસ્ટ્રેટ0000
રિપબ્લિક- મૈટ્રિજ0000
ટાઈમ્સ નાઉ0000
પોલ ઓફ પોલ્સ0000

NDAને ગ્રામીણ વિસ્તારોમાં 56 ટકા વોટ શેર

નોંધનીય છે કે, અહીં મતદાન સારા એવા પ્રમાણમાં થયું છે પરંતુ વોટ શેરની વાત કરીએ તો એક્ઝિટ પોલમાં NDAને ગ્રામીણ વિસ્તારોમાં 56 ટકા અને શહેરી વિસ્તારોમાં 54 ટકા વોટ શેર જોવા મળે છે. તે જ સમયે, ભારત બ્લોકને ગ્રામીણ વિસ્તારોમાં 40 ટકા વોટ શેર અને શહેરી વિસ્તારોમાં 42 ટકા વોટ શેર મળી રહ્યો હોવાનું જણાય છે. જ્યારે અન્યને 4 ટકા વોટ શેર મળી રહ્યા છે.

કર્ણાટકમાં બે તબક્કામાં મતદાન થયું હતું

નોંધનીય છે કે, આ રાજ્યમાં બે તબક્કામાં મતદાન થયું હતું જેમાં 26 એપ્રિલના રોજ, ઉડુપી-ચિકમગલુર, હસન, દક્ષિણ કન્નડ, ચિત્રદુર્ગ, તુમકુર, મંડ્યા, મૈસુર, ચામરાજનગર, બેંગ્લોર ગ્રામીણ, બેંગ્લોર નોર્થ, બેંગ્લોર સેન્ટ્રલ, બેંગ્લોર સાઉથ, ચિક્કાબલ્લાપુર અને કોલાર સહિત 14 સીટો પર મતદાન થશે દાખલ કરેલ. જ્યારે 7 મેના રોજ બાકીની 14 બેઠકો ચિકોડી, બેલગામ, બાગલકોટ, બીજાપુર, ગુલબર્ગા, રાયચુર, બિદર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તરા કન્નડ, દાવંગેરે અને શિમોગામાં મતદાન થયું હતું.

લોકસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ ઉત્સાહમાં રહીં છે. આ સાથે સાથે લોકોમાં પણ મતદાનને લઈને ભારે જોશ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીને લઈને સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. આ સાથે સાથે લોકસભાની ચૂંટણીને લઈને 4 જૂને મતગણતરી થશે. આ દિવસે નક્કી થશે કે દેશમાં કઈ પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે?

નોંધ : આ માત્ર વિવિધ એજન્સીઓ દ્વારા સરવે કરી જાહેર કરાયેલ એક્ઝિટ પોલના આંકડા છે. સચોટ પરિણામ 4 જૂનના રોજ જાણી શકાશે, જ્યારે મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરાશે. Gujarat First આ આંકડાઓની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: RAJASTHAN EXIT POLL: એક્ઝિટ પોલ પ્રમાણે રાજસ્થાનમાં કાયમ રહેશે ભાજપનો પરચમ

આ પણ વાંચો: Tamil Nadu Exit Poll: DMK-કોંગ્રેસનું વર્ચસ્વ ચાલુ રહેશે કે પછી NDA મારશે બાજી? જાણો શું કહે છે એક્ઝિટ પોલ…

આ પણ વાંચો:  Exit Polls: એકબાજું 400 પારનો નારો તો સામે I.N.D.I.A ને ગઢબંધનનો સહારો, જાણો કોનું શું દાવ પર લાગ્યું?

Tags :
Exit Poll Latest NewsEXIT POLL Updatekarnataka exit pollKarnataka Exit Poll Newsm Karnataka Exit Poll Latest NewsKarnataka Exit Poll Updatelatest newsLok Sabha Election 2024Lok sabha Election 2024 Exit PollLok-Sabha-electionVimal Prajapati
Next Article