Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝારખંડ ભાજપના પ્રદેશ પ્રમુખ Babulal Marandi એ I.N.D.I.A. ગઠબંધન પર સાધ્યું નિશાન

Babulal Marandi: અત્યારે 2024ની લોકસભા ચૂંટણી માટે દરેક રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા છે. જોકે, કોંગ્રેસ અત્યારે ચિંતાના વાદળો હેઠળ છે. કારણ કે, I.N.D.I.A. ગઠબંધન તૂટવાના આરે છે. એક પછી એક પક્ષો ગઠબંધનનો સાથે છોડી રહ્યા છે. બુધવારે જ મમતા...
ઝારખંડ ભાજપના પ્રદેશ પ્રમુખ babulal marandi એ i n d i a  ગઠબંધન પર સાધ્યું નિશાન

Babulal Marandi: અત્યારે 2024ની લોકસભા ચૂંટણી માટે દરેક રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા છે. જોકે, કોંગ્રેસ અત્યારે ચિંતાના વાદળો હેઠળ છે. કારણ કે, I.N.D.I.A. ગઠબંધન તૂટવાના આરે છે. એક પછી એક પક્ષો ગઠબંધનનો સાથે છોડી રહ્યા છે. બુધવારે જ મમતા બેનર્જીએ પશ્ચિમ બંગળમાં એકલા ચૂંટણી લડવાનું એલાન કરી દીધું હતું. આ દરમિયાન ઝારખંડના ભાજપ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ I.N.D.I.A. ગઠબંધન પર કટાક્ષ કર્યો છે. મરાંડીએ કહ્યું કે, સ્વાર્થવાદ, પરિવારવાદ અને પૈસાવાદ પર ટકેલું I.N.D.I.A. ગઠબંધન ક્યારેય એક નહીં થઈ શકે.

Advertisement

I.N.D.I.A. ગઠબંધન પર કટાક્ષ કર્યો

ઉલ્લેખનીય છે કે, આસામમાં કોંગ્રેસની ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં નહોતી આવી. તેના પર સવાલ કરતા મરાંડીએ કહ્યું કે, ‘અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ, સદનમાં કોંગ્રેસ નેતા અધીર રંજન દરેકને બોલાવામાં આવ્યા હતા પરંતુ ત્યા તો તે ગયા નથી અને પછી કહે છે કે, અમને જવા નથી દેતા.’

મરાંડીએ I.N.D.I.A. ગઠબંધન મામલે કહીં આ વાત

Babulal Marandi એ વધુંમાં કહ્યું કે, આ લોકો અજીબ અજીબ પ્રકારની વાતો કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કેસ બુધવારે રાંચીમાં સંગમ ગાર્ડનમાં પાર્ટીના સ્નેહ સમારોહમાં બાબુલાલ મરાંડીએ પત્રકારોને જવાબ આપતા કહ્યું કે, ‘તમને જણાવી દઈએ કે ગત બુધવારે રાંચીના કાંકે ચાંદની ચોકના સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ શંકર દુબેના નેતૃત્વમાં સેંકડો યુવાનોએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું હતું. આ પ્રસંગે પાર્ટીના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા.’

Advertisement

આ પણ વાંચો: બુલંદશહરથી ચૂંટણી પ્રચારની શરૂઆત, 2014 માં અહીંથી ફૂંક્યા હતા ચૂંટણીના બ્યુગલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement
Tags :
Advertisement

.