GUJARAT LOKSABHA : આ બેઠક પર સૌથી વધુ અને આ બેઠક પર ઓછા ઉમેદવારો...
GUJARAT LOKSABHA : ગુજરાત (GUJARAT) માં આગામી 7 મેના રોજ યોજાનારી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની આજે અંતિમ તારીખે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ગુજરાતમાં સુરતની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતાં હવે રાજ્યની 25 લોકસભા બેઠક પર ચૂંટણીનો જંગ જામશે.
અન્ય 25 લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
ગુજરાતની 26 બેઠકો ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ અને બસપાના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા કરાયા છે. હવે તે સિવાય રાજ્યની અન્ય 25 લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. આજે અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચાયા બાદ સૌથી વધુ ત્રણ લોકસભા બેઠક પર 14 ઉમેદવારો સ્પર્ધામાં છે.
લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય
લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીઓ માટે ગત તા.12 એપ્રિલથી તા.19 એપ્રિલ, 2024 સુધીમાં અનુક્રમે કુલ 433 ઉમેદવારો દ્વારા તથા 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. તા.20 તથા તા.21 એપ્રિલ, 2024ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી
સ્ક્રુટીની બાદ આજરોજ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 7-અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો તથા 23-બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જ્યારે 26-વિજાપુર વિધાનસભા બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવારો તથા 136-વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. 24-સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ્દ થવાથી તથા અન્ય પક્ષના અને અપક્ષ ઉમેદવારો મળી 8 જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાતાં આ બેઠક પરના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે.
રાજકોટ બેઠક પર 9 ઉમેદવારો
હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ રાજકોટ બેઠક પર 9 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. આજે અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !!
સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !! #PhirEKBarModiSarkar#AbkiBaar400Paar pic.twitter.com/w87WSrla5s
— C R Paatil (Modi Ka Parivar) (@CRPaatil) April 22, 2024
આ બેઠકો પર 14 ઉમેદવારો
બીજી તરફ વડોદરામાં 14 ઉમેદવારો અને જામનગરમાં 14 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે તો સાથે નવસારી બેઠક પર પણ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
બારડોલી બેઠક પર 3 ઉમેદવારો
ઉપરાંત પોરબંદરમાં 12 ઉમેદવારો મેદાને છે અને ખેડા લોકસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો મેદાનમાં છે તો સાથે જૂનાગઢ બેઠક પર 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. આણંદમાં 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. બારડોલી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને BSP વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે અને અહીં 3 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.
આ પણ વાંચો----- Surat Lok Sabha : દેશના ઇતિહાસમાં અત્યાર સુધી 28 સાંસદ લોકસભામાં બિનહરીફ
આ પણ વાંચો------ LOKSABHA 2024 : ચૂંટણી પહેલા જ સુરતમાં ખીલ્યું ભાજપની જીતનું કમળ
આ પણ વાંચો----- VADODARA : વાઘોડિયા બેઠક પર દબંગ મધુ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચ્યું, કોંગ્રેસને ટેકો જાહેર