Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાત મહિનામાં શેટ્ટરે BJPમાં કરી ઘર વાપસી, કહું કે, ‘મોદી ફરી બનશે PM’

BJP: લોકસભાની ચૂંટણી માટે પ્રચારો ચાલું થઈ ગયા છે. કર્ણાટકમાં લિંગાયત સમાજના મોટા નેતા જગદીશ શેટ્ટર સાત મહિના પછી પાછા ભાજપમાં જોડાઈ ગયા છે. જગદીશ શેટ્ટર પાર્ટી મુખ્યાલય ગયા હતાં. ત્યા તેમને કર્ણાટકના પૂર્વ સીએમ યેદુરપ્પા અને ભૂપેન્દ્ર યાદવે તેમને...
સાત મહિનામાં શેટ્ટરે bjpમાં કરી ઘર વાપસી  કહું કે  ‘મોદી ફરી બનશે pm’
Advertisement

BJP: લોકસભાની ચૂંટણી માટે પ્રચારો ચાલું થઈ ગયા છે. કર્ણાટકમાં લિંગાયત સમાજના મોટા નેતા જગદીશ શેટ્ટર સાત મહિના પછી પાછા ભાજપમાં જોડાઈ ગયા છે. જગદીશ શેટ્ટર પાર્ટી મુખ્યાલય ગયા હતાં. ત્યા તેમને કર્ણાટકના પૂર્વ સીએમ યેદુરપ્પા અને ભૂપેન્દ્ર યાદવે તેમને પાર્ટીમાં પાછા સામેલ કરાવ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા બાદ જગદીશ શેટ્ટરે કહ્યું કે, ‘નરેન્દ્ર મોદી ફરી પીએમ બનવાના છે તે માટે બીજેપીમાં જોડાયો છું.’

‘હું હવે ફરી પાછો ભાજપમાં જોડાયો છું’: શેટ્ટર

જગદીશ શેટ્ટરએ કહ્યું હતું કે, મને ઘણાય ભાજપના કાર્યકર્તા મળતા હતા અને ભાજપમાં જોડાવાની વાતો કરતા હતા. 10 વર્ષમાં જેવી રીતે પ્રધાનમંત્રીએ કામ કર્યું છે કે ફરી પણ તેઓ પ્રધાનમંત્રી બનવાના છે. તેથી હું હવે ફરી પાછો ભાજપમાં જોડાયો છું. ઉલ્લેખનીય છે કે, જગદીશ શેટ્ટર કોંગ્રેસનું ધારાસભ્યનું પદ છોડીને ભાજપમાં જોડાયા છે. દેશમાં વિકાસ અને રામ રાજ્યની દિશામાં પાર્ટી જે રીતે કામ કરી રહી છે તેમાં પણ તેઓ સામેલ થઈ રહ્યા છે. પાર્ટી ફરીથી તેમનું સ્વાગત કરે છે. તેઓ કર્ણાટકમાં પાર્ટીના વિસ્તરણ માટે કામ કરશે.

Advertisement

Advertisement

કોંગ્રેસે ટિકિટ આપી પરંતુ શેટ્ટર જીત્યા નહીં

ઉલ્લેખનીય છે કે, કર્નાટક વિધાનસભાની ચૂંટણી પહેલા એપ્રિલ 2023માં શેટ્ટાર ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા હતા. નોંધનીય છે કે, તે વખતે ભાજપે તેમને ટિકિટ નહોતી આપી તે માટે તેઓ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ 10 મે 2023ના રોજ યોજાનારા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ટિકિટ નહોતી આપી તેથી તેઓ નારાજ થઈ ગયા હતા અને પછી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. તે બાદ તેમને કોંગ્રેસે ટિકિટ આપી હતી પરંતુ તેઓ જીતી નહોતા શક્યા તેમની કારમી હાર થઈ હતી.

આ પણ વાંચો: ઝારખંડ ભાજપના પ્રદેશ પ્રમુખ Babulal Marandi એ I.N.D.I.A. ગઠબંધન પર સાધ્યું નિશાન

‘હું સત્તાનો ભૂખ્યો નથી’: શેટ્ટર

શેટ્ટર કર્ણાટકની હુબલી ધારવાડ સેન્ટ્રલ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના મહેશ તેંગિનકાઈએ શેટ્ટરને 34,289 મતોથી હરાવ્યા. શેટ્ટર જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા ત્યારે તેમણે કહ્યું હતું કે, 'હું સત્તાનો ભૂખ્યો નથી, મારે માત્ર સન્માન જોઈએ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપે મને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન આપીને મારું અપમાન કર્યું છે. હું મહત્વાકાંક્ષી વ્યક્તિ નથી કે હું સત્તાનો ભૂખ્યો નથી.

Tags :
Advertisement

.

×