Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sharmistha Mukherjee Book : જ્યારે AM-PM ની ખબર નથી તો PMO કેવી રીતે ચલાવશે!, કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કહ્યું હતું...

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શર્મિષ્ઠા મુખર્જીના નવા પુસ્તકમાં ઘણા ખુલાસા થયા છે. શર્મિષ્ઠા કોંગ્રેસના નેતા પણ રહી ચૂક્યા છે. હવે તેના પિતા પર લખાયેલા નવા પુસ્તકમાં શર્મિષ્ઠાએ તેના પિતા દ્વારા રાહુલ ગાંધી પર બનાવેલો જોક શેર કર્યો...
09:49 PM Dec 06, 2023 IST | Dhruv Parmar

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શર્મિષ્ઠા મુખર્જીના નવા પુસ્તકમાં ઘણા ખુલાસા થયા છે. શર્મિષ્ઠા કોંગ્રેસના નેતા પણ રહી ચૂક્યા છે. હવે તેના પિતા પર લખાયેલા નવા પુસ્તકમાં શર્મિષ્ઠાએ તેના પિતા દ્વારા રાહુલ ગાંધી પર બનાવેલો જોક શેર કર્યો છે. શર્મિષ્ઠાએ કહ્યું- એક દિવસ રાહુલ ગાંધી પિતાને મળવા આવ્યા હતા. પરંતુ રાહુલ ગાંધીને મળવા સાંજે આવવું પડ્યું હતું. જ્યારે મેં મારા પિતાને આ વાત કહી તો તેમણે મજાકિયા સ્વરમાં જવાબ આપ્યો - જ્યારે રાહુલની ઓફિસ AM અને PM વચ્ચે તફાવત કરી શકતી નથી, તો તે એક દિવસ PMO કેવી રીતે ચલાવશે.

નવા પુસ્તકમાં કરવામાં આવ્યો ઉલ્લેખ

નવા પુસ્તકનું નામ છે - ‘Pranab, My Father: A Daughter Remembers’. એક મીડિયા રિપોર્ટમાં પુસ્તકના અન્ય ભાગોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં પ્રણવ રાહુલ ગાંધી વિશે મુખર્જીના મંતવ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વાસ્તવમાં, પ્રણવ મુખર્જીને એક એવા નેતા તરીકે જોવામાં આવતા હતા જેમણે મોટાભાગની વાતો પોતાના દિલમાં છુપાવીને રાખી હતી. પરંતુ પ્રણવ માનતા હતા કે રાહુલ ગાંધીની આસપાસ યોગ્ય લોકો એકઠા થયા નથી. તેમણે રાહુલ ગાંધીને તેમની ટીમમાં યુવાનો અને વરિષ્ઠ લોકો વચ્ચે તાલમેલ બનાવવાનું પણ કહ્યું હતું.

પુસ્તકમાં એ ઘટનાનો પણ ઉલ્લેખ છે જ્યારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં પ્રસ્તાવિત બિલ ફાડી નાખ્યું હતું . ત્યારે પ્રણવ મુખર્જી ખૂબ ગુસ્સે થયા હતા. તેમણે પોતાની ડાયરીમાં આ ઘટના વિશે લખ્યું છે - રાહુલ ગાંધીમાં ગાંધી-નેહરુનો 'અહંકાર' છે પણ રાજકીય શાણપણ નથી. પ્રણવ મુખર્જી માનતા હતા કે 2014 માં કોંગ્રેસની હાર પાછળનું આ એક મહત્વનું કારણ હતું . તેમનું માનવું હતું કે કોઈ એવી પાર્ટીને કેમ મત આપશે જ્યાં વડાપ્રધાન પદનું સન્માન નથી.

આ પણ વાંચો : Telangana ના નવા ચૂંટાયેલા MLA ની સંપત્તિ જાણીને તમે ચોંકી જશો, આ નેતા છે સૌથી અમીર…

Tags :
CongressCongress LeaderFormer PresidentIndiaNationalPMOPranab Mukharjeerahul-gandhiSharmishtha Mukherjee
Next Article