ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rahul Gandhi: મોટા વિવાદના એંધાણ; રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિયાણીઓએ ઠાલવ્યો રોષ, જાણો શું કહ્યું?

Rahul Gandhi Controversial Statement: રાહુલ ગાંધી ફરી એકવાર વિવાદનું કારણ બન્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રહેલા રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણી ભાષણમાં રાજપૂત સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું. જેને લઈને અત્યારે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. મળતી વિગતો પ્રમાણે રાહુલના નિવેદનને...
12:10 PM Apr 28, 2024 IST | VIMAL PRAJAPATI
Rahul Gandhi Controversial Statement on kshatriya samaj

Rahul Gandhi Controversial Statement: રાહુલ ગાંધી ફરી એકવાર વિવાદનું કારણ બન્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રહેલા રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણી ભાષણમાં રાજપૂત સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું. જેને લઈને અત્યારે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. મળતી વિગતો પ્રમાણે રાહુલના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજની મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ મોટા વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. નોંધનીય છે કે, પરશોત્તમ રૂપાલાએ જ્યારે વિવાદિત નિવેદન આપ્યુ હતુ, તો તેમણે ક્ષત્રિય સમાજની પાંચ વખત માફી માંગી હતી. પરંતુ રાહુલ ગાંધી દ્વારા હજુ સુધી કોઈ માફી માંગવામાં નથી આવી. જેથી ક્ષત્રિય સમાજ વધારે રોષે ભરાયો છે.

રાહુલ ગાંધીના નિવાદન બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો

રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન મામલે ક્ષત્રિય સમાજે કહ્યું કે, ‘રાહુલ ગાંધીનું આ નિવેદન બિલકુલ યોગ્ય નથી, રાજા-મહારાજાઓએ જમીન લીધી નહીં આપી છે.’ વધુમાં ક્ષત્રિય સમાજે કહ્યું કે, ‘રૂપાલાએ માફી માંગી છે રાહુલ ગાંધીએ પણ માફી માંગવી જોઈએ.’ રાહુલ ગાંધીનું આ વિવાદિત નિવેદનનો રાજ્ય સહિત દેશભરમાં વિરોધ જોવા મળી શકે છે. નોંધનીય છે કે, આ નિવેદન બાદ વિવાદ મોટો પણ થઈ શકે છે.

રાજાઓએ તો 1800 પાદર અને 562 રજવાડા આપ્યા છેઃ ક્ષત્રિયાણીઓ

ક્ષત્રિય સમાજની મહિલાઓએ કહ્યું કે, ‘રાહુલ ગાંધીને પણ અમે અમારો જવાબ આપશું.’ વધુમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ કહ્યું કે, અત્યારે લોકશાહી છે અને આ લોકશાહીમાં લોકો કેવી રીતે પરેશાન છે તે બધા જાણે જ છે. પહેલા રાજાશાહી હતી ત્યારે લોકોને રસ્તા પર આવવું નહોતું પડતું. રાજા ફેસલો કરતા હતા. રાજાઓ કોઈની જમીનો પચાવી નથી પાડી! રાજા રજવાડાએ તો 1800 પાદર અને 562 રજવાડાઓ આપ્યા છે. આજે તેનો ઇતિહાસ છે. રાજાઓ પોતાની પ્રજા માટે લીલા માથા આપ્યા છે.’ ક્ષત્રિય સમાજની મહિલાઓએ કહ્યું કે, રાહુલ ગાંધીએ આવું ના બોલવું જોઈએ. આ ક્ષત્રિય સમાજના સ્વાભિમાનની વાત છે. આવા અપશબ્દો કોઈ વિશે બોલવા જ ના જોઈએ.’

રાહુલ ગાંધીને પણ અમે અમારો જવાબ આપીશુંઃ ક્ષત્રિયાણીઓ

નોંધનીય છે કે, રાહુલ ગાંધીનું આ નિવેદન નવો વિવાદ સર્જી શકે છે. ક્ષત્રિય સમાજની મહિલાઓએ તો કહ્યું પણ છે કે, રાહુલ ગાંધીને પણ અમે અમારો જવાબ આપીશું. ઉલ્લેખનીય છે કે, ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે. જેથી આ નિવેદન બાદ રાજ્યમાં કોંગ્રેસે મોટો ફટકો પડી શકે છે. પરશોત્તમ રૂપાલાઓ જ્યારે વિવાદિત નિવેદન આપ્યું ત્યારે રૂપાલાએ ક્ષત્રિય સમાજના 5 વખત માંફી માંગી હતી પરંતુ રાહુલ ગાંધી દ્વારા હજુ સુધી કોઈ માફી માંગવામાં આવી નથી.

આ પણ વાંચો: Rahul Gandhi: રાહુલ ગાંધી પોતાના ભાષણમાં એવું તો શું બોલ્યા કે રાજપૂત સમાજ ભડકી ઉઠ્યો?

આ પણ વાંચો: ક્ષત્રિયો પર નિવેદન મુદ્દે PM Modi એ કર્યા આકરા વાક્ પ્રહારો, જાણો કોંગ્રેસના શહેજાદાને શું કહ્યું?

આ પણ વાંચો: Rahul Gandhi ના નિવેદન મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ C R PATIL ના વાક પ્રહાર, જાણો શું કહ્યું

Tags :
Congress Leader Controversial StatementControversial StatementKSHATRIYA SAMAJnational newspolitical newsrahul gandhi attacks modirahul gandhi controversial postRahul Gandhi Controversial StatementsRahul Gandhi Controversyrahul gandhi latest newsrahul gandhi newsRahul Gandhi On Rajput CommunityRahul Gandhi On Rajput SamajRahul Gandhi Statementrahul-gandhiRajput communityRajput SamajVimal Prajapati
Next Article