Yusuf Pathan: પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ ચૂંટણીના મેદાનમાં, TMC એ આ પરથી આપી ટિકિટ
Yusuf Pathan: આગામી લોકસભાની ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળમાં ઈન્ડિયા એલાયન્સની સીટ વહેંચણી અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે TMCએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ પશ્ચિમ બંગાળની તમામ 42 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. પરંતુ હજુ પણ ત્રણ નામો જાહેર થવાના બાકી છે. TMC દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીના વાત કરવામાં આવે તો આ યાદીમાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનું નામ પણ સામેલ છે. યુસુફ પઠાણ બહેરામપુર બેઠક પરથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે યુસુફ પઠાણનો મુકાબલો કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી સાથે થશે.
યુસુફ પઠાણ સામે કોણ લડશે ચૂંટણી?
યુસુફ પઠાણ જે બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે તે બહેરામપુર બેઠક પર અત્યારે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી સાંસદ છે. જો કે, કોંગ્રેસે આ બેઠકને લઈને કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. પરંતુ TMCએ ભારતની પૂર્વ ક્રિકેટરને અહીંથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ આ બેઠક પરથી ફરી પણ અધીર રંજન ચૌધરીને ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહીં છે.
ટીએમસીએ પોતાના 41 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ઉલ્લેખનીય છે કે, યુસુફ પઠાણ ઉપરાંત અન્ય 41 ઉમેદવારોના નામ પણ સામેલ છે. જેમાં કાંથીથી ઉત્તમ બારિક, ઘાટલથી અભિનેતા દેબ, ઝારગ્રામથી પદ્મશ્રી કાલિપદા સોરેન, મેદિનીપુરથી જૂન માલિયા, પુરુલિયાથી શાંતિ રામ મહતો, બાંકુરાથી અરૂપ ચક્રવર્તી, વર્દમાન દુર્ગાપુર- કીર્તિ આઝાદ, બીરભૂમથી શતાબ્દી રોય, બિષ્ણુપુરથી સુદાતા મંડલ ખાન. , આસનસોલથી શત્રુઘ્ન સિન્હા, કૃષ્ણનગરથી મહુઆ મોઇત્રા, રાણાઘાટથી મુકુટ મણિ અધિકારી, બાણગાંવથી બિસ્વજીત દાસ, બેરકપુરથી પાર્થ ભૌમિકને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે.
કોલકાતા દક્ષિણમાંથી સુદીપ બંધોપાધ્યાય મળી ટિકિટ
ટીએમસીએ જાહેર કરેલા ઉમેદવારોની યાદીની વાત કરવામાં આવે તો દમદમથી સૌગત રોય, બારાસતથી કાકોલી ઘોષ દસ્તીદાર, બસીરહાટથી હાજી નૂરુલ ઈસ્લામ, જયનગરથી પ્રતિમા મંડળ, મથુરાપુરથી બાપી હલદર, ડાયમંડ હાર્બર- અભિષેક બેનર્જી, જાદવપુરથી શાયની ઘોષ, કોલકાતાથી મામા રોય, કોલકાતા દક્ષિણમાંથી સુદીપ બંધોપાધ્યાય, હાવડાથી પ્રસુન બેનર્જી ફૂટબોલર, ઉલુબેરિયાથી સજદા અહેમદ, શ્રીરામપુરથી કલ્યાણ બેનર્જી, હુગલીથી રચના બેનર્જી, અરામબાગથી મિતાલી બાગ અને તમલુકમાંથી દેવાંશુ ભટ્ટાચાર્યને ટિકિટ મળી છે.