ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Manipur Lok Sabha Election: મણીપુરમાં ચાલુ મતદાને બૂથ પર ફાયરિંગ, ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ

Manipur Lok Sabha Election: લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન આજથી શરૂ થયું છે. જેમાં અત્યારે સુધીમાં મતદાન થયાના આંકડા પણ સામે આવી ગયા છે. પરંતુ મણીપુરમાં મતદાન કેન્દ્ર પર ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યાં છે. તમને જણાવી દઈએ કે, લોકસભા...
12:52 PM Apr 19, 2024 IST | VIMAL PRAJAPATI
Manipur Lok Sabha Election

Manipur Lok Sabha Election: લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન આજથી શરૂ થયું છે. જેમાં અત્યારે સુધીમાં મતદાન થયાના આંકડા પણ સામે આવી ગયા છે. પરંતુ મણીપુરમાં મતદાન કેન્દ્ર પર ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યાં છે. તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મણિપુરમાં એક મતદાન કેન્દ્ર પર ફાયરિંગ થયું હતું જેમાં 3 લોકો ઘાયલ થયા હતા. મળતી વિગતો પ્રમાણે આ ઘટના બિષ્ણુપુર જિલ્લાના થમનપોકપી સેન્ટરમાં બની હતી.

મણિપુરમાં એક મતદાન કેન્દ્ર પર ફાયરિંગ

તમને જણાવી દઈએ કે આજે રાજ્યની બે સીટો ઇનર મણિપુર અને આઉટર મણિપુર પર મતદાન થઈ રહ્યું છે. આ સાથે આઉટર મણિપુરના હિંસા પ્રભાવિત વિસ્તારોના કેટલાક બૂથ પર 26 એપ્રિલે પણ મતદાન થશે. પરંતુ આ મતદાન મથકે ફાયરિંગ થયાની વિગતો સામે આવી છે જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હોય તેવા પણ સમાચાર સામે આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મણીપુરમાં લાંબા સમયથી હિંસા ભડકેલી છે. મણીપુરના બે સમુદાયો વચ્ચે લાંબા સમયથી હિંસા ચાલી રહીં હતી. જે બાદ ત્યા મોટી હિંસા થઈ હતી.

પ્રથમ બે કલાકમાં 13.82% મતદાન નોંધાયું

મળતી વિગતો પ્રમાણે જાતિ હિંસાગ્રસ્ત મણિપુરની બે લોકસભા બેઠકો માટે શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી 15.44 લાખથી વધુ મતદારોમાંથી લગભગ 12.6% લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અંદરની મણિપુર સીટ પર મતદાનના પ્રથમ બે કલાકમાં 13.82% મતદાન નોંધાયું હતું. જ્યારે આઉટર મણિપુરમાં 11.57% મતદાન થયું હતું. મતદાન વચ્ચે જ ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યા છે. જો કે, ફાયરિંગ થયાનું કોઈ કારણ સામે આવ્યું નથી.

આ પણ વાંચો: Lok Sabha Election 2024 : પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, 21 રાજ્યોમાં 102 બેઠકો પર થશે મતદાન

આ પણ વાંચો: Lok Sabha Election LIVE : પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ Voting, મણિપુરમાં પોલિંગ બૂથ પર ફાયરિંગ

Tags :
Lok Sabha Election 2024lok sabha election 2024 dateLok-Sabha-electionManipurmanipur crisisManipur hinsaManipur IssueManipur Lok Sabha Electionnational newsVimal Prajapati
Next Article