Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ECI નો ખુલાસો, માત્ર ખડગે જ નહીં, અમિત શાહ અને જેપી નડ્ડાના હેલિકોપ્ટરની પણ થઇ તપાસ...

ECI : લોકસભા ચૂંટણી 2024 ધીમે ધીમે તેના અંત તરફ આગળ વધી રહી છે. 13 મે 2024 ના રોજ દેશના વિવિધ રાજ્યોમાં 96 બેઠકો પર મતદાન યોજાશે. જો કે મતદાનના થોડા દિવસો પહેલા જ બિહારમાં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન...
eci નો ખુલાસો  માત્ર ખડગે જ નહીં  અમિત શાહ અને જેપી નડ્ડાના હેલિકોપ્ટરની પણ થઇ તપાસ

ECI : લોકસભા ચૂંટણી 2024 ધીમે ધીમે તેના અંત તરફ આગળ વધી રહી છે. 13 મે 2024 ના રોજ દેશના વિવિધ રાજ્યોમાં 96 બેઠકો પર મતદાન યોજાશે. જો કે મતદાનના થોડા દિવસો પહેલા જ બિહારમાં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની ચૂંટણી પંચ (ECI) દ્વારા તપાસને લઈને વિવાદ ઉભો થયો હતો. કોંગ્રેસે ચૂંટણી પંચ (ECI) પર વિપક્ષને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે હવે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસે આ મામલે મોટો ખુલાસો કર્યો છે.

Advertisement

શાહ-નડ્ડાના હેલિકોપ્ટરની પણ તપાસ કરવામાં આવી...

બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે કહ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરનું ચેકિંગ નિયમિત પ્રક્રિયા હતી. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ ટ્વિટ કરીને પક્ષના કોઈ એક નેતાની તપાસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અધ્યક્ષ જેપી નડ્ડાના હેલિકોપ્ટરની પણ તલાશી લેવામાં આવી હતી.

Advertisement

શું છે સમગ્ર વિવાદ?

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગત શનિવારે કેટલીક રેલીઓને સંબોધિત કરવા બિહાર ગયા હતા. જો કે, અહીંના સમસ્તીપુર જિલ્લામાં ચૂંટણી અધિકારીઓ દ્વારા તેમના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો અને કાર્યકરોએ ચૂંટણી પંચ (ECI)ના આ પગલાનો વિરોધ કર્યો હતો.

બિહારમાં ચૂંટણી ક્યારે?

લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે. બિહારની 40 લોકસભા સીટો માટે 7 તબક્કામાં ચૂંટણી યોજાશે - 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂન. તે જ સમયે, 4 જૂને ચૂંટણી પરિણામો આવશે.

Advertisement

આ પણ વાંચો : Lok Sabha Election 2024 : ચોથા તબક્કાનું મતદાન શરૂ, 10 રાજ્યોમાં 96 બેઠકો પર થશે મતદાન…

આ પણ વાંચો : PM Modi Patna Road Show: પહેલીવાર પટનામાં રોડ શો કરનાર વડાપ્રધાન બન્યા પીએમ મોદી

આ પણ વાંચો : Lok Sabha Election Telangana: કેન્દ્રીય ગૃહ મંત્રીએ કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદનનો જડબાતોડ જવાબ આપ્યો

Tags :
Advertisement

.