કનૈયા કુમારને ઉમેદવાર બનાવતા દિલ્હી કોંગ્રેસ પ્રમુખનું પાર્ટીને ટાટા બાય-બાય
DELHI : લોકસભાની ચૂંટણી (Loksabha Gerneral Election - 2024) પહેલા કોંગ્રેસમાં આંતરિક વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. દિલ્હીમાં કોંગ્રેસ દ્વારા કનૈયા કુમાર (Kanhaiya Kumar) અને અન્યને ઉમેદવાર બનાવતા દિલ્હી કોંગ્રેસ પ્રમુખે (Arvinder Lovely quits) પાર્ટી સાથે છેડો ફાડી નાંખ્યો છે. અને તેમણે કોંગ્રેસ પ્રેસીડેન્ટ મલ્લીકાઅર્જુન ખડગે પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. જેમાં અનેકવિધ કારણોને લઇને તેમણે નારાજગી વ્યક્ત કરી છે.
ગઠબંધનના તેઓ શરૂઆતથી જ વિરોધી
લોકસભાની ચૂંટણી પહેલા દિલ્હી કોંગ્રેસનો મોટો ફટકો પડ્યો છે. દિલ્હી કોંગ્રેસ પ્રમુખ અરવિંદરસિંહ લવલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી દ્વારા આ અંગે રવિવારે જાણકારી આપવામાં આવી છે. તેમણે આપેલા રાજીનામામાં જે વાતોનો વિરોધ હતો, તે તમામ મુદ્દાઓનો ઉલ્લેખ જોવા મળે છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનના તેઓ શરૂઆતથી જ વિરોધી રહ્યા છે.
ગઠબંધનનો વિરોધ
અરવિંદરસિંહ લવલીએ રાજીનામાં લખ્યું કે, દિલ્હી કોંગ્રેસ યુનિટ આપ સાથે ગઠબંધનના વિરોધમાં હતી. તે પાર્ટી કોંગ્રેસ સામે જુઠ્ઠા અને મનઘડંત આરોપોના આધાર પર બની છે. જે જાણવા છતાં દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પત્રમાં તેમ પણ જણાવ્યું કે, દિલ્હીમાં કોંગ્રેસને માત્ર ત્રણ બેઠકો જ મળી છે. ત્રણ બેઠક પૈકી બે બેઠકો પર આયાતી ઉમેદવારને મુકવામાં આવ્યા છે.
ઉમેદવારો પર તાક્યુ નિશાન
દિલ્હીની બે બેઠકો પર આયાતી ઉમેદનવાર કનૈયા કુમાર અને ઉદાત રાજને લઇને પણ તેમણે નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે, ઉમેદવારોના નામની જાહેરાત પહેલા જણાવવામાં આવ્યું ન હતું. દિલ્હીમાં કોંગ્રેસ પ્રવક્તાની નિયુક્તિ પર પણ રોક લગાડવામાં આવી હતી. આમ ખડગેને લખેલા પત્રમાં અનેક આરાપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ઉત્તર-પૂર્વિ દિલ્હીથી કનૈયા કુમાર અને પશ્ચિમ દિલ્હીથી ઉદીત રાજને ટીકીટ આપી છે.
કોંગ્રેસના પ્રભારીને લઇને પણ નારાજગી
અરવિંદરસિંહ લવલીના રાજીનામા પાછળનું એક મહત્વનું કારણ દિલ્હી કોંગ્રેસ પ્રભારી દિપક બાવરીયા પણ હોવાનું જાણવી મળી રહ્યું છે. અગાઉ સંદિપ દિક્ષીતે દિપક બાબરીયાની બેઠકમાં કનૈયા કુમારને ટીકીટ આપવાની વાતનો વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ ઉદિત રાજને લઇને યોજાયેલી બેઠકમાં પૂર્વ મંત્રી રાજકુમાર ચૌહાણે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ બાદ રાજકુમાર ચૌહાણે રાજીનામું આપી દીધું હતું. જેની પાછળનું કારણ દિપક બાવરિયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- ક્ષત્રિયો પર નિવેદન મુદ્દે PM Modi એ કર્યા આકરા વાક્ પ્રહારો, જાણો કોંગ્રેસના શહેજાદાને શું કહ્યું?