Gujarat First Conclave 2024 : સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુ ધ્રુવે હાલના વાયરા વિશે શું કહ્યું...
Gujarat First Conclave 2024: ભારતભરમા અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણામાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્ક્લેવ (Gujarat First Conclave) છે. કોન્કલેવમાં શહેર રાજકોટ પ્રમુખ મુકેશ દોશી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ સાથે ખાસ વાતચીત કરાઇ હતી.
ભાજપમાં કાર્યકર્તાની સારી રીતે નોંધ લેવાય છે
શહેર પ્રમુખ તરીકે તમારુ નામ ન હતું અને વર્ષો પછી તમારી એન્ટ્રી થઇ તે વિશે શહેર પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું કે મારો શોખ સમાજસેવા રહ્યો છે. વર્ષોથી સંઘ પરિવારના સેવક તરીકે કાર્ય કર્યું. ચીમનભાઇ શુક્લના હાથ નીચે અનુભવ લીધો. 2006માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતી તરીકે ચેરમેન બન્યા બાદ સ્વૈચ્છીક રાજીનામું આપી 16 વર્ષ સુધી રાજકીય રીતે સક્રિય રહ્યો. ચૂંટણીઓમાં અનેક જવાબદારી નિભાવી. ત્યારબાદ પાટીલ સાહેબ સમક્ષ રાજકીય ક્ષેત્રે ફરી કામ કરવાનો વિચાર મુક્યો. મે કાર્યકર તરીકે કામ કરવાની ઇચ્છા કરી હતી પણ પાટીલ સાહેબનો ફોન આવ્યો કે શહેર પ્રમુખ તરીકે તારી નિમણુક કરવામાં આવે છે ત્યારે સુખદ આશ્ચર્ય તો થયું હતું પણ ભાજપમાં કાર્યકર્તાની સારી રીતે નોંધ લેવાય છે નાનામાં નાના કાર્યકરને પણ મોટુ પદ મળે છે.
ગ્રામિણ અને શહેરી વિકાસ એ ભાજપની નેમ
મહાનગરનો વિકાસ થાય છે પણ અંતરિયાળ ગામોનો વિકાસ થતો નથી તે સવાલના જવાબમાં રાજુભાઇ ધ્રુવે કહ્યું કે ગ્રામિણ અને શહેરી વિકાસ એ ભાજપની નેમ રહી છે. સૌથી પહેલી રાજકોટ મનપા અમને મળી. જ્યા માનવી ત્યાં સુવિધા તે અમારું સુત્ર હતું. રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સર્વાંગી વિકાસ થયો છે. કેશુભાઇથી અમારી વિકાસની યાત્રા શરુ થઇ. નરેન્દ્રભાઇએ મુખ્યમંત્રી બનવાની સાથે જ માઇગ્રેશન અટકે તે માટે જ્યોતિગ્રામ યોજનાની શરુઆત કરી હતી. સૌરાષ્ટ્રની તાસીર ઉંધી રકાબી જેવી છે જેથી પાણી સમુદ્રમાં જતું રહે છે. અમારે ત્યાં પાણીની તકલીફ યોજના હતી. અને તે માટે પ્રયાસો કર્યા
સોમનાથથી માંડી અનેક યાત્રાધામોનો તેમણે વિકાસ કર્યો
મંદિરોનો વિકાસ થયો. રામ મંદિર પણ બન્યું તેના સવાલના જવાબમાં રાજુભાઇએ કહ્યું કે આ એક એવો વિષય છે કે આપણે ભાગ્યશાળી છીએ કે નરેન્દ્રભાઇ જેવુ સશક્ત નેતૃત્વ આપણને મળ્યું છે. સોમનાથથી માંડી અનેક યાત્રાધામોનો તેમણે વિકાસ કર્યો. સાથે સાથે રિલીજીયસ ટુરિઝમ ડેવલપ થાય તેવા નરેન્દ્રભાઇએ પ્રયાસ કર્યા. તે જે રોડમેપ નક્કી કરીને ગયા હતા તેને અમે આગળ ધપાવ્યું. દલીત સમાજના દેવસ્થાન માટે પૈસા અપાયા છે. કાઠી સમાજ માટે સૂર્યનારાયણ મંદિરની કાયાપલટ કરી. બેટ દ્વારકાનો પણ વિકાસ નરેન્દ્રભાઇએ વડાપ્રધાન તરીકે કર્યો. ઓખા અને બેટ દ્વારકા વિશે સિગ્નેચર બ્રિજ બનાવ્યો
અમે રુપાલા સાહેબને 7 લાખથી વધુ લીડ જીતાડીશું
રાજકોટ માં કેવી લીડ મળશે તે વિશે મુકેશ દોશીએ કહ્યું કે રુપાલા સાહેબને અમે 7 લાખથી વધ લીડથી જીતાડીશુ. આ વાત કાલ્પનીક નથી. ભાજપ કેડરબેઝ સંગઠીત પાર્ટી છે. ભાજપનો કાર્યકર 24 કલાક પ્રજા સાથે કામ કરવા ટેવાયેલો છે. કોરોનામાં પણ ભાજપનોો કાર્યકર લોકોની વચ્ચે રહ્યો. ભાજપના કાર્યકરના માધ્યમથી અમે રુપાલા સાહેબને 7 લાખથી વધુ લીડ જીતાડીશું
અમારી જીત નિશ્ચીત છે
આ વખતે જે પડકારો છે તે વિશે તેમણે કહ્યું કે હું આને પડકારો નથી કહેતો. અમારી જીત નિશ્ચીત છે. રુપાલા સાહેબ વિચક્ષણ રાજપુરુષ છે. તેમનો 4 દાયકાનો જાહેર જીવનનો અનુભવ છે અને રાજકોટનું ભાગ્ય છે કે અમને આવો ઉમેદવાર મળ્યો છે.
નરેન્દ્રભાઇને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે
હાલ કેવો વાયરો છે તેના સવાલના જવાબમાં રાજુભાઇ ધ્રુવે કહ્યું કે વાયરો એવો જ વાય છે કે નરેન્દ્રભાઇને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે. અમે જે સંકલ્પ પત્ર જાહેર કર્યું તેમાં 4 પાયાના પથ્થરનું મજબૂતી કરણ કરવાની વાત કરી છે. મોદી સાહેબ દેશમાં વિકાસની વણથંભી યાત્રા કરી રહ્યા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રને તેમણે ખોબલે ખોબલે આપ્યું છે. રાજકોટમાં પાણીની સમસ્યા હતી પણ તેનો ઉકેલ લાવ્યા નરન્દ્રભાઇએ 6 માર્ગી હાઇવે આપ્યા. મુકેશભાઇએ કહ્યું કે ત્રીજી વખત નરેન્દ્રભાઇ પીએમ બનશે ભારતની પ્રજા ઇચ્છી રહી છે અને આ વખતે હેટ્રીક થશે.
આ પણ વાંચો------ Gujarat First Conclave 2024: Parshottam Rupala 7 લાખની લીડ સાથે જીતશે, Ram Mokariya એ કર્યો ખુલાસો
આ પણ વાંચો---- Gujarat First Conclave 2024: અણવર બનવા વિશે ધનસુખ ભંડેરીએ શું કહ્યું
આ પણ વાંચો----- GUJARAT FIRST CONCLAVE 2024 : પરશોત્તમ રૂપાલા બાબતે મોહન કુંડારિયાએ કરી આ વાત..