Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lunawada : કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી શક્યતા

Lunawada : ગુજરાત કોંગ્રેસની માઠી બેઠી હોય તેમ લોકસભાની ચૂંટણી પૂર્વે એક પછી એક અગ્રણીઓ કોંગ્રેસ છોડે તેવા સમાચાર આવી રહ્યા છે. આજે એવા સમાચાર વહેતા થયા છે કે લુણાવાડા (Lunawada)ના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે...
03:54 PM Jan 24, 2024 IST | Vipul Pandya
Gulab Singh Chauhan

Lunawada : ગુજરાત કોંગ્રેસની માઠી બેઠી હોય તેમ લોકસભાની ચૂંટણી પૂર્વે એક પછી એક અગ્રણીઓ કોંગ્રેસ છોડે તેવા સમાચાર આવી રહ્યા છે. આજે એવા સમાચાર વહેતા થયા છે કે લુણાવાડા (Lunawada)ના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે.

સાબરકાંઠાના વિપુલ પટેલ કેસરિયા કરે તેવી અટકળો તેજ

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટી રહી હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. અગાઉ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને બાદમાં વિજાપુરના ધારાસભ્ય ચતુર ચાવડાએ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. ગઇ કાલે એવા સમાચાર આવ્યા હતા કે સાબરકાંઠા કોંગ્રેસમાં પણ મોટું ભંગાણ પડવા જઈ રહ્યું છે. પૂર્વ જિલ્લા પ્રમુખ અને વર્તમાન સાબર ડેરીના ડીરેક્ટર વિપુલ પટેલ કેસરિયા કરે તેવી અટકળો તેજ થઈ ચૂકી છે. સંભવતઃ આવતીકાલે તેઓ પોતાના સમર્થકો સાથે કેસરિયા કરી શકે છે.

ગુલાબસિહ ચૌહાણ રાજીનામુ આપે તેવી શક્યતા

બીજી તરફ આજે એવા સમાચાર આવ્યા છે કે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામુ આપી શકે છે. લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિહ ચૌહાણ રાજીનામુ આપે તેવી શક્યતા છે. તેઓ આવતીકાલે રાજીનામુ આપી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે.

ગુજરાત કોંગ્રેસના અડધો ડઝનથી વધુ નેતાઓ હાઇકમાન્ડથી નારાજ

બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત કોંગ્રેસના અડધો ડઝનથી વધુ નેતાઓ હાઇકમાન્ડથી નારાજ ચાલી રહ્યા છે અને તેમને મનાવાના પણ પ્રયાસો કરાઇ રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણી કોંગ્રેસ માટે લોઢાના ચણા ખાવા સમાન બની શકે છે. મોટા માથાઓ પોતાના કાર્યકરોની ફૌજ સાથે ભાજપમાં જોડાઇ શકે તેવી ચર્ચાઓથી રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો---LOK SABHA : સાબરકાંઠા જિલ્લામાં રાજકીય ભૂકંપ, આ નેતા કરશે કેસરિયા

 

 

Tags :
BJPCongress MLAGulab Singh ChauhanLokSabhaloksabha election 2024Lunawada
Next Article