Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘Bharat Mata ki Jai’ બોલવા માટે કોંગ્રેસ MLA એ માંગી ખડગેની પરવાનગી, બીજેપીએ કર્યા વાક્ પ્રહાર

Bharat Mata ki Jai: કર્ણાટકના કલબુર્ગી માં શુક્રવારે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલીનું આયોજન કર્યું હતું. નોંધનીય છે કે, અત્યારે દેશમાં રાજકીય પાર્ટીઓ ચૂંટણીને લઈને પોતાનો પ્રચાર કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસ પોતાના...
‘bharat mata ki jai’ બોલવા  માટે કોંગ્રેસ mla એ માંગી ખડગેની પરવાનગી  બીજેપીએ કર્યા વાક્ પ્રહાર

Bharat Mata ki Jai: કર્ણાટકના કલબુર્ગી માં શુક્રવારે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલીનું આયોજન કર્યું હતું. નોંધનીય છે કે, અત્યારે દેશમાં રાજકીય પાર્ટીઓ ચૂંટણીને લઈને પોતાનો પ્રચાર કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસ પોતાના પ્રચારને લઈને ખાસ ચર્ચામાં રહે છે. તેમાં પછી રાહુલ ગાંધીના નિવેદનો હોય કે, કોઈ કોંગ્રેસ નેતાની બયાનબાજી હોય. કર્ણાટકના કલબુર્ગીમાં પણ શુક્રવારે આવું જ થયું છે. કોંગ્રેસના ધારાસભ્યે ‘ભારત માતા કી જય’ ના નારા માટે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેની પરવાનગી માંગી હતીં.

Advertisement

ભાજપે કોંગ્રેસ પર વાક્ પ્રહારો કર્યા

આ ઘટના બાદ રાજકીય ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ ભાજપે કોઈપણ વિલંબ કર્યા વિના કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તમણે જણાવી દઈએ કે, કોંગ્રેસના આ કાર્યક્રમ દરમિયાન અથાનીના કોંગ્રેસ ધારાસભ્ય લક્ષ્મણ સાવદીએ લોકોને સંબોધન કરતા કહ્યું કે, ‘મને વિશ્વાસ છે કે, ખડગે સાહેબે આને ખોટું નહીં સમજે. હું ભારત માતા કી જય બોલીશ અને તમે બધા મારી પાછળ જોર-જોરથી આ નારો લગાવશો’

આ ઘટના કોંગ્રેસની અંદર સાંસ્કૃતિક વિભાજન કરશેઃ વિજયેન્દ્ર

કર્ણાટક ભાજપાના અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રે આ ઘટનાને લઈને નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેમણે આ ઘટનાને કોંગ્રેસની અંદર સાંસ્કૃતિક વિભાજન ગણાવ્યું છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે દેશભક્તિ વ્યક્ત કરવા અને "ભારત માતા"ની સ્તુતિ કરવાથી કોંગ્રેસની અંદર અપરાધ અને ખુલાસો થાય છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ રાષ્ટ્રવાદી આદર્શો માટે પ્રતિબદ્ધ છે.

Advertisement

વિજયેન્દ્રે આ ઘટનાને લઈને આપ્યું નિવેદન

વિજયેન્દ્રે કહ્યું કે, ‘તે જાણવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને નિરાશાજનક છે કે લક્ષ્મણ સાવદી જેવા વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસના મંચ પર તેના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સામે ખુલ્લેઆમ 'ભારત માતા કી જય' ના નારા લગાવવામાં અચકાય છે. શું આ ખૂબ જ દયાજનક અને ખતરનાક નથી? એક કોંગ્રેસી નેતા પોતાની દેશભક્તિ વ્યક્ત કરવાનો અને ભારત માતાની સ્તુતિ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેથી તેઓ પાર્ટીના વડાને નારા લગાવવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માંગે છે.’

આ પણ વાંચો: Kathi Kshatriya : ‘ગઇ કાલે જે કહેવાયું તે અર્ધ સત્ય, આજે પૂર્ણ સત્ય કહીએ છીએ’

આ પણ વાંચો: Parshottam Rupala : વિવાદ વચ્ચે રૂપાલાનો પ્રચંડ પ્રચાર, ક્ષત્રિય સમાજના યુવાનોએ કર્યું ભવ્ય સ્વાગત, જુઓ Video

આ પણ વાંચો: IPS Transfer : ચૂંટણી માહોલ વચ્ચે આગામી 48 કલાકમાં થઈ શકે છે IPS અધિકારીઓની બદલી! વાંચો અહેવાલ

Advertisement
Tags :
Advertisement

.