Vijender Singh: કોંગ્રેસના અરમાનો પર ફરી વળ્યું પાણી, બોક્સર વિજેન્દર સિંહે ધારણ કર્યો કેસરિયો
Vijender Singh Join BJP: લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. અત્યારે વાત કરવામાં આવે તો ઓલિમ્પિયન બોક્સર અને કોંગ્રેસ નેતા વિજેન્દર સિંહ બુધવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયાં છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે કહ્યું કે, બીજેપીમાં મારી ઘર વાપસી જેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, વિજેન્દર સિંહ (Vijender Singh) એ હવે બીજેપીને ખેસ પહેલી લીધો છે. ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લીધા બાદ પ્રેસ સાથે વાત કરતા વિજેન્દ્રએ કહ્યું, ‘બધાને રામ રામ. હું પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપમાં જોડાઈ રહ્યો છું. આ એક રીતે મારી ઘર વાપસી થઈ રહીં છે.’
વિજેન્દર સિંહે કહ્યું બીજેપીમાં મારી આ ઘર વાપસી છે
આ દરમિયાન વિજેન્દર સિંહે વધુમાં કહ્યું કે, ‘મોદી સરકારમાં ખેલાડિયોનું માન-સન્માન ખુબ જ વધ્યું છે. હવે અમે વિદેશમાં પણ આસાનીથી જઈને શકીએ છીએ. હું પહેલા જેવો જ વિજેન્દર છું, જે ખોટું લાગશે તેને ખોટું કહીશ અને જે યોગ્ય લાગશે તેને હું સાચુ કહીશ.’ મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, વિજેન્દર સિંહને ભાજપના મહાસચિવ વિનોદ તાવડે, દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા અને દક્ષિણ દિલ્હીથી પાર્ટીના ઉમેદવાર રામવીર સિંહ બિધુરીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લીધી હતી.
વિજેન્દર સિંહ બીજેપીમાં જોડાઈને કેસરિયા કરી લીધા
તમને જણાવી દઈએ કે, અત્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે મથુરા બેઠક પરથી કોંગ્રેસ અભિનેત્રી અને વર્તમાન સાંસદ હેમા માલિની સામે વિજેન્દર સિંહને ટિકિટ આપવાની હતી. આ વિસ્તાર એટલે કે હરિયાણા અને પશ્રિમી ઉત્તર પ્રદેશમાં જાટ સમુદાયના લોકોનું વધારે પ્રભુત્વ છે અને વિજેન્દર સિંહ જાટ સમુદાયમાંથી આવે છે, તેથી આ બેઠક પર જીતવા માટે કોંગ્રેસ તેમને ટિકિટ આપવાની હતી. પરંતુ હવે તમામ સમીકરણો બદલાઈ ગયા છે કારણ કે, વિજેન્દર સિંહ બીજેપીમાં જોડાઈને કેસરિયા કરી લીધા છે.
કઈ બેઠક પરથી વિજેન્દર સિંહને ટિકિટ મળશે?
નોંધનીય છે કે, વિજેન્દર સિંહ (Vijender Singh) એ દક્ષિણ દિલ્હી બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર 2019ની લોકસભા ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે અન્ય ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ દેશ માટે મેડલ જીત્યા છે. અત્યારે તેઓ બીજેપીમાં જોડાયા છે તો, કોંગ્રેસ માટે તેઓ સમસ્યા સર્જી શકે છે. કારણ કે, કોંગ્રેસ વિજેન્દર સિંહને મહોરૂ બનીની છે મથુરા બેઠક જીતવા માંગતી હતીં.