Anand Lok Sabha seat : 2014 બાદ મોદી લહેરમાં કોંગ્રેસના ગઢમાં કાંગરા ખર્યા
Anand Lok Sabha : લોકસભાનો લાઈવ સ્ટૂડિયો મધ્ય ગુજરાતની એ ઘરા પર પહોંચ્યો જે ભૂમિએ દેશને લોખંડ પુરૂષ અને એકતાના પ્રતિક સમા સરદાર વલ્લભભાઈ પટેલ આપ્યા તે બેઠક એટલે દેશના મિલ્ક કેપિટલ તરીકે ઓળખાતી આણંદ લોકસભા બેઠક. (Anand Lok Sabha seat)
વર્ષ 2014 બાદ મોદી લહેરમાં કોંગ્રેસના ગઢમાં કાંગરા ખર્યા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું અહીં પ્રભુત્વ રહેલું હતું. પાટીદાર અને ઓબીસી મતદારો આ બેઠક પર નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે. વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરી આજ લોકસભા બેઠક પર આવેલી છે. કોંગ્રેસના નેતા ઈશ્વર ચાવડા પાંચ વખત આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. વર્ષ 1957 થી 2019 સુધીમાં આણંદ બેઠક પર ભાજપને 4 વખત જીત મળી છે. વર્ષ 2014 બાદ મોદી લહેરમાં કોંગ્રેસના ગઢમાં કાંગરા ખર્યા છે. વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી આણંદ લોકસભા બેઠક પર જનતા પાછલા બે ટર્મથી ભાજપને આશીર્વાદ આપી રહી છે.
'બકાભાઈ' ના હુલામણા નામથી ઓળખાતા મિતેષ ભાઈ પટેલ
'બકાભાઈ' ના હુલામણા નામથી ઓળખાતા મિતેષ ભાઈ પટેલની કામગીરીને જોતા ભાજપે ફરી એક વખત તેમને મેદાનમાં ઉતાર્યા છે. મિતેષ ભાઈએ આણંદ જિલ્લાને પાછલા પાંચ વર્ષમાં શું આપ્યું ? વિપક્ષ પર કઈ દિશામાં તાક્યું નિશાન ? હવે તે પણ જાણીએ.
5 લાખની લીડથી જીતીશું
ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ સાથે ગુજરાત ફર્સ્ટે સીધી વાત કરી હતી. તેમણે કહ્યું કે 2019માં સંગઠનમાં કામ કરતા વ્યક્તિને ટિકિટ આપી અને ત્યારબાદ હું વિજય બન્યો હતો. આ વખતે ફરી મને ટિકિટ આપી છે. સરદાર સાહેબની કર્મભૂમિ છે તેનો મને ગર્વ છે. આ ધરતી પર જન્મ લીધો તેનો ગર્વ છે. 5 વર્ષમાં વિકાસના અનેક કામો વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થયા. 160 કરોડના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલ બની રહી છે. 2 વર્ષમાં નવી સિવિલ હોસ્પિટલ બની જશે. જનતાનો અવાજ હું સંસદ સુધી લઇ ગયો. પેટલાદ અને ખંભાતનો ફ્લાયર ઓવરનો પ્રશ્ન સંસદમાં ઉઠાવ્યો અને હાલ બંને જગ્યાએ ફ્લાયઓવરનું કામકાજ ચાલી રહ્યું છે. વાસદ-તારાપુરના હાઇવેની કામગિરી પણ ચાલું છે. તેમણે કહ્યું કે સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ડોનેશન બિલકુલ બંધ છે. આણંદ લોકસભા વિસ્તારમાં આગામી સમયમાં પીવાના પાણીના પ્રશ્નનો ઉકેલ આવશે. તેમણે એમ પણ કહ્યું કે વિપક્ષ કામ કરીને મેદાનમાં ચૂંટણી લડવા ઉતરે. તેમણે દાવો કર્યો કે 5 લાખની લીડથી જીતીશું. દરેક ગામમાં લોકોનો આવકાર મળી રહ્યો છે. 2024માં પણ 26 સીટ મળશે. 60વર્ષમાં જે નથી થયું તે પાછલા 10વર્ષમાં થયું છે તેમ તેમણે કહ્યું હતું.
આણંદના કુલ મતદાર
પુરુષ મતદાર | 9,05,954 |
સ્ત્રી મતદાર | 8,69,425 |
અન્ય મતદાર | 130 |
કુલ મતદાર | 17,75,509 |
કુલ 17 લાખ 75 હજાર 509 જેટલા મતદારો
એક કાર્યકર્તાને વિધાનસભા કે પછી લોકસભા સુધી પહોંચાડવામાં મતદારો જ પ્રમુખ સ્થાને રહે છે ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે,, નવી યાદી મુજબ આણંદ લોકસભા બેઠક પર કુલ કેટલા મતદારો આ વખતે મતાધીકારનો ઉપયોગ કરશે. આ બેઠક પર પુરૂષ મતદારો કુલ 9 લાખ 5 હજાર 954 છે જ્યારે મહિલા મતદારો કુલ 6 લાખ 69 હજાર 425 જ્યારે અન્ય 130 સહિત કુલ 17 લાખ 75 હજાર 509 જેટલા મતદારો ભાવિ સાંસદનું ભવિષ્ય EVMમાં કેદ કરશે. હવે આ બેઠકના જ્ઞાતિવાદી સમીકરણ પર એક નજર કરીએ તો આણંદ લોકસભા બેઠકમાં દલિત સમાજના મતદારોની સંખ્યા 20 ટકા છે, જ્યારે ઓબીસી સમાજની 15 ટકા તો પાટીદાર સમાજની 17 ટકા જ્યારે, રાજપુર સમાજની 14 ટકા તો મુસ્લિમ સમાજની 7 ટકા જ્યારે બ્રાહ્મણ સમાજની 6 ટકા.
આણંદનું જ્ઞાતિવાદી સમીકરણ
દલિત | 20 ટકા |
OBC | 15 ટકા |
પાટીદાર | 17 ટકા |
રાજપૂત | 14 ટકા |
મુસ્લિમ | 7 ટકા |
બ્રાહ્મણ | 6 ટકા |
મિતેષ પટેલ 1 લાખ 97 હજાર 718 મતની લીડ સાથે જીત્યા હતા
આ બેઠકમાં ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રાનો સમાવેશ થાય છે. અન્ય મતદારોની જેમ થર્ડ જેન્ડરમાં પણ આ વખતની ચૂંટણીને લઈ જબરજસ્ત ઉત્સાહ સામે આવ્યો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલ સામે હાર્યા હતા. મિતેષ પટેલ 1 લાખ 97 હજાર 718 મતની લીડ સાથે વિજયી બન્યા હતા.
આણંદ લોકસભા બેઠકનો સંપુર્ણ ચિતાર
તો આ હતો આણંદ લોકસભા બેઠકનો સંપુર્ણ ચિતાર, આવી જ રીતે અમે તમને જણાવતા રહીશું અન્ય બેઠકોનો સંપુર્ણ અહેવાલ, આપ વાંચતા રહો ગુજરાત ફર્સ્ટ.
આ પણ વાંચો----- Panchmahal Lok Sabha : આદિવાસી અને ઓબીસી મતદારો ગેમચેન્જર
આ પણ વાંચો---- Kheda Lok Sabha seat : ખેડા લોકસભા બેઠક હવે બની છે ભાજપનો ગઢ