Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BJP Second Candidate List 2024: ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે બીજી યાદી જાહેર કરવામાં આવી

BJP Second Candidate List 2024: લોકસભાની ચૂંટણી 2024 (Lok Sabha Election) ને હવે બહુ સમય બાકી રહ્યો નથી. BJP આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. ત્યારે આજે 72 લોકોના નામ જાહેર કર્યા છે. BJP એ બીજી યાદીમાં 10...
07:26 PM Mar 13, 2024 IST | Aviraj Bagda
BJP Second Candidate List

BJP Second Candidate List 2024: લોકસભાની ચૂંટણી 2024 (Lok Sabha Election) ને હવે બહુ સમય બાકી રહ્યો નથી. BJP આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. ત્યારે આજે 72 લોકોના નામ જાહેર કર્યા છે. BJP એ બીજી યાદીમાં 10 રાજ્યોની 72 સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકોના નામ જ જાહેર

અગાઉ 2 માર્ચે પાર્ટીએ 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પ્રથમ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. ત્યારે આ વખતે ગુજરાતના વધુ 7 ઉમેદવારોના નામ યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં 10 વર્તમાન સાંસદોની ફરી એકવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તે ઉપરાંત BJP ની બીજી યાદીમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકોના નામ જ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતના ઉમેદવારોની યાદી

અમદાવાદ પૂર્વની બેઠક પરથી હસમુખ પટેલ, સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોર, ભાવનગર બેઠક પરથી નીમુબેન બાંભણિયા, છોટાઉદેપુર બેઠક પરથી જશુભાઈ રાઠવા, વડોદરા બેઠક પરથી ફરી એકવાર રંજનબેન ભટ્ટ, સુરત બેઠક પરથી મુકેશ દલાલ અને વલસાડ બેઠક પરથી ધવલ પટેલની લોકસભા ચૂંટણી 2024 માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેથી સુરત બેઠક પર દર્શના જરદોશ, સાબરકાંઠામાં દિપસિંહ રાઠોડ અને ભાવનગરમાં ભારતીબેન શિયાળની ટિકીટ કપાઇ છે.

મહારાષ્ટ્રની બેઠકો પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું

જ્યારે BJP ની બીજી યાદી જાહેર થઈ, ત્યારે Maharashtra પર ખાસ ફોકસ હતું. હાલમાં જ Shivsena પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને શિવસેનામાં જોડાવાની ઓપન ઓફર આપી હતી. તેમની ઓફર પર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જ્યારે મહારાષ્ટ્ર સીટો પર ચર્ચા થશે ત્યારે તેમાં નીતિન ગડકરીનું નામ સામેલ કરવામાં આવશે. કારણ કે... નીતિન ગડકરીનું નામ પહેલી યાદીમાં નહોતું. હવે નીતિન ગડકરીને નાગપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

બીજી યાદીમાં 3 મુખ્યમંત્રીઓને સામેલ કરવામાં આવ્યા

બીજી યાદીની વિશેષતા એ છે કે તેમાં 3 પૂર્વ મુખ્યમંત્રીઓને ટિકિટ આપવામાં આવી છે. જેમાં હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટર (Ex CM Manohar Lal Khattar) નો પણ સમાવેશ થાય છે. બીજા નંબરે બસવરાજ બોમાઈ અને ત્રીજા સ્થાને ઉત્તરાખંડના પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત છે. તેમને હરિદ્વારથી ટિકિટ આપવામાં આવી છે. હાવેરી બેઠક પરથી કર્ણાટક (Karnataka) ના પૂર્વ સીએમ બસવરાજ બોમાઈ પસંદ કરવામાં આવ્યા.

આ પણ વાંચો: Gujarat ATS: રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCB ના અધિકારીઓને સન્માનિત કરાયા

આ પણ વાંચો: ગોંડલમાં બેંકના કેશિયરે ભૂલથી 1 લાખની જગ્યાએ 2 લાખ આપ્યા, પછી જે થયું તે બન્યું પ્રણામિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

આ પણ વાંચો: મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટરશ્રી દ્વારા ૩૧ જેટલી સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક એકમો સાથે MOU કરાયા

Tags :
BJPBJP Second Candidate List 2024BJP Second Candit List 2024Lok Sabha Election 2024Lok-Sabha-election
Next Article