Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara Lok Sabha : 1989 થી ભાજપ વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે

Vadodara Lok Sabha : વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલા અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેર (Vadodara Lok Sabha) માં ગુજરાત ફર્સ્ટનો લાઇવ સ્ટુડીઓ પહોંચ્યો છે. શહેરના વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દેતા, ભાજપે ડૉ. હેમાંગ જોશીને મેદાનમાં...
vadodara lok sabha   1989 થી ભાજપ વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે

Vadodara Lok Sabha : વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલા અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેર (Vadodara Lok Sabha) માં ગુજરાત ફર્સ્ટનો લાઇવ સ્ટુડીઓ પહોંચ્યો છે. શહેરના વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દેતા, ભાજપે ડૉ. હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આવો હવે તે પણ જાણીએ કે, એક સમયે રાજાશાહી રાજ્ય ધરાવતા આ શહેરનો શું છે ભૌગોલિક અને રાજકીય ઈતિહાસ.

Advertisement

વર્ષ 1989 થી ભાજપ વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે

મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ રાજવંશે આ વડોદરાની સ્થાપના વર્ષ 1721માં કરી હતી ત્યાર પછી 1949માં ભારતીય ગણતંત્રમાં વિલિનીકરણ સુધી અહીં રાજ કર્યું. ગરબા કેપિટલ અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતું આ શહેર રાજ્યનું ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર છે. વર્ષ 1957માં પ્રથમવખત અહીં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. આઝાદી બાદ વર્ષો સુધી રાજવી પરિવારે આ બેઠક સંભાળી હતી. મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ 4 વખત આ બેઠક પરથી સાંસદ રહ્યા હતા તો રણજીતસિંહ ગાયકવાડ 2 વખત સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા હતા.વર્ષ 1989 થી ભાજપ વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે તેથી ભાજપ માટે આ બેઠક સુરક્ષિત કિલ્લા સમાન છે. 2014 થી રંજનબેન ભટ્ટને સતત જનતાએ આશીર્વાદ આ બેઠક પર આપ્યા હતા. હવે તેજ આશીર્વાદ હેમાંગભાઈ જોશીને કઈ દિશામાં મળશે તે જાણવાનો પ્રયાસ અમે વડોદરામાં જઈને કર્યો.

Advertisement

વધુમાં વધુ વડોદરાનો વિકાસ થાય તેવા પ્રયાસ કરીશું

ગુજરાત ફર્સ્ટે ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી સાથે સીધી વાત કરી હતી. તેમણે કહ્યું કે હાલ કોંગ્રેસ વિચારશક્તિ ગુમાવી બેઠું છે. અને ભાજપ અબ કી બાર 400 પાર નક્કી છે. તેમણે કહ્યું કે મારું નામ જાહેર થયું તે અકલ્પનિય હતું કારણ કે મે વિચાર્યું પણ ન હતું કે ઉમેદવારી પણ કરી ન હતી. તેમણે કહ્યું કે પાર્ટી છેવાડાના લોકોથી લઈ કાર્યકરોની ચિંતા કરે છે. કાર્યકર્તાની કુશળતાને જોઈને પાર્ટી મોટી તક આપે છે. તેમણે કહ્યું કે વધુમાં વધુ વડોદરાનો વિકાસ થાય તેવા પ્રયાસ કરીશું. અત્યાર સુધી સરકારની તમામ યોજનાનો જનતાને લાભ મળ્યો છે. વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવાની ચૂંટણી છે. જનતા વિકાસની રાજનીતિને જોઈ મત આપે છે. તેમણે કહ્યું કે હું ABVPનો કાર્યકર્તા પણ હતો, MS યુનિમાં મે નેતૃત્વ કરેલું છે. MS યુનિવર્સિટીના પ્રશ્નો મારાથી અજાણ ન હોય. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે રામ મંદિરનું આમંત્રણ ઠુકરાવી પ્રજાદ્રોહ કર્યો છે.

Advertisement

અહીં અધિકારી રાજ ચાલે છે

વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર હજુ જાહેર નથી થયા જોકે દબંગ નેતા મધુ શ્રી વાસ્તવ વર્ષ 2024ની ચૂંટણીમાં કયા પક્ષને સપોર્ટ કરવાના છે હવે તે જાણવું પણ ખૂબ જરૂરી બની જાય છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે જે સારુ કામ કરશે તેને સમર્થન મળશે. અહીં અધિકારી રાજ ચાલે છે તેવો આરોપ તેમણે લગાવ્યો હતો.

કુલ 19 લાખ 41 હજાર 583 મતદારો

કોઈ પણ કાર્યકર્તાને ધારાસભ્ય કે પછી સાંસદ બનાવવા પાછળ મતદારો પ્રમુખ સ્થાને રહે છે ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે વડોદરા લોકસભા બેઠકમાં કુલ કેટલા મતદારો નવી યાદી મુજબ સામેલ થયા છે. જણાવીએ કે આ બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા 9 લાખ 91 હજાર 109 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 9 લાખ 50 હજાર 244 સહિત કુલ 19 લાખ 41 હજાર 583 મતદારો ભાવિ સાંસદનું ભવિષ્ય આ વખતે EVMમાં કેદ કરશે.જાણવું એ પણ જરૂરી છે કે, અહીં દલિત , પાટીદાર, ઓબીસી, મુસ્લિમ, રાજપૂત, બ્રાહ્મણ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે.

વડોદરામાં કુલ કેટલા મતદાર ?

પુરુષ મતદાર9,91,109
સ્ત્રી મતદાર9,50,244
કુલ મતદાર19,41,583

વડોદરામાં જ્ઞાતિવાદી સમીકરણ

દલિત16 ટકા
પાટીદાર14 ટકા
ઓબીસી12 ટકા
મુસ્લિમ12 ટકા
રાજપૂત11 ટકા
બ્રાહ્મણ10 ટકા
અન્ય15 ટકા

7 વિધાનસભા બેઠકોનો સમાવેશ

વડોદરા લોકસભા બેઠકની વાત કરતા હોઈએ ત્યારે જાણવું એ પણ જરૂરી છે આ લોકસભા બેઠકમાં કુલ કેટલી વિધાનસભાનો સમાવેશ થાય છે. જણાવીએ કે અહીં સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા અને માંજલપુર બેઠકના મતદારો સાંસદને દિલ્લી સુધી પહોંચાડવામાં પ્રમુખ ભૂમિકા ભજવી જાય છે.

વડોદરા લોકસભા બેઠકનો સંપુર્ણ ચિતાર

તો આ હતો વડોદરા લોકસભા બેઠકનો સંપુર્ણ ચિતાર, બસ આવા જ અનોખા અંદાજ સાથે અમે તમને જણાવતા રહીશું લોકસભાની બાકી અન્ય બેઠકોનો મિજાજ...આપ વાંચતા રહો ગુજરાત ફર્સ્ટ વેબસાઇટ.

આ પણ વાંચો---- Jamnagar Lok Sabha : આ બેઠક જે જીતે તે કેન્દ્રમાં બનાવે છે સરકાર

આ પણ વાંચો---- Anand Lok Sabha seat : 2014 બાદ મોદી લહેરમાં કોંગ્રેસના ગઢમાં કાંગરા ખર્યા

Tags :
Advertisement

.