Surendranagar Lok Sabha seat : ભાજપનો દબદબો
Surendranagar Lok Sabha seat : સુરેન્દ્રનગર જિલ્લો (Surendranagar Lok Sabha seat) ગુજરાતના મધ્ય સ્થાને આવેલ છે. આ જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. સુરેન્દ્રનગર શહેર એ આ જિલ્લાનું મુખ્યમથક છે. ગુજરાતનો પ્રખ્યાત તરણેતરનો મેળો આ જિલ્લામાં ભરાય છે. સુરેન્દ્રનગર જિલ્લો અને આસપાસનો વિસ્તાર ઝાલાવાડ તરીકે પણ ઓળખાય છે. ભોગાવા નદી કાંઠે વસેલ ઐતિહાસિક વર્ધમાનપુરી નગર આજનું વઢવાણ ગણાય છે. વઢવાણના રાજવીએ સ્થાપેલું કેમ્પ સુરેન્દ્રનગર તરીકે સ્થાપિત થયુ છે. અહીંના રાજકારણની હવા ઘણી અટપટી છે.
રાજકીય ઈતિહાસ
સૌરાષ્ટ્રની બેઠકોમાં સૌથી ચર્ચાસ્પદ એવી બેઠક એટલે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર લોકસભા બેઠક વર્ષ 1962થી અસ્તિત્વમાં આવી. આઝાદી પછી આ બેઠકનું નામ શરૂઆતમાં ઝાલાવાડ હતું. ત્રણ ચૂંટણી એટલે કે 1957 સુધી એ સ્થિતિ રહી. એ પછી સુરેન્દ્રનગર નામ કરી દેવાયું છે. શરૂઆતની ચૂંટણીઓમાં આ બેઠક ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યુ હતુ. પરંતુ 1989ની ચૂંટણીથી ભાજપે પોતાની તાકાત બતાવવાની શરૂઆત કરી દીધી હતી. ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે ખરાખરીનો જંગ રહેતો હતો. જેમાં કોઇ ચૂંટણીમાં ભાજપ તો કોઇમાં કોંગ્રેસનું પલડુ ભારે રહેતુ હતું. 1952થી 1962 સુધી સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસનો કબજો જોવા મળતો હતો. જ્યારે 1967માં મેઘરાજજીએ સ્વતંત્ર પાર્ટીમાંથી જીત મેળવી હતી. વર્ષ 1971માં ફરી એકવાર કોંગ્રેસે આ બેઠક કબજે કરી હતી. બાદમાં 1989થી 1996 સુધી ભાજપ, ત્યારબાદ 1999માં કોંગ્રેસ 2004માં ભાજપ, 2009માં કોંગ્રેસ અને 2014 તેમજ 2019માં ભાજપની જીત થઈ હતી.
ગુજરાતમાં 1989 પછીની 9 લોકસભા ચૂંટણીમાં છ વાર ભાજપે જીત મેળવી
કોળી મતદારોના પ્રભુત્વવાળી આ બેઠક પર કોંગ્રેસની પકડ મજબૂત રહી છે અને ગુજરાતમાં ભાજપના એકચક્રી શાસનના દિવસો શરૂ થયા એ પછી રાજ્યની બીજી લોકસભા બેઠકો પર ભાજપ સરળતાથી જીતતો રહ્યો છે પણ સુરેન્દ્રનગર બેઠક પર ભાજપે હંમેશાં સંઘર્ષ કરવો પડ્યો છે. ગુજરાતમાં 1989 પછીની 9 લોકસભા ચૂંટણીમાં છ વાર ભાજપે જીત મેળવી જ્યારે 3 વાર કોંગ્રેસ જીતી છે. ગુજરાતની ગણતરીની લોકસભા બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસનો રેકોર્ડ સારો હોય ને જીત માટે પ્રબળ દાવેદારી હોય, એમાંની એક બેઠક સુરેન્દ્રનગરની છે. કેટલીક બેઠકો એવી હોય છે કે જ્યાં પક્ષ કરતાં વ્યક્તિનો પ્રભાવ વધારે હોય. સુરેન્દ્નનગર બેઠક પણ એવી જ છે. આ બેઠક પર પણ સોમાભાઈ ગાંડાભાઈ પટેલનો પ્રભાવ ભારે રહ્યો હતો. સોમાભાઈ ગાંડાભાઈ પટેલ વારંવાર પક્ષ બદલતા રહ્યા છે ને તેના કારણે આ બેઠક કોઈ વાર ભાજપની તો કોઈ વાર કોંગ્રેસની ઝોળીમાં જઈને પડતી રહી છે.
સુરેન્દ્રનગરના સાંસદોની યાદી
વિધાનસભા બેઠકનું ગણિત --
સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપની જીત થઈ હતી.
વર્તમાન સાંસદની કામગીરીનું સરવૈયું --
2019ની લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના મહેન્દ્ર મુંજપરાની 58.41 ટકા મત સાથે જીત થઈ હતી. જેમાં તેમને 6,31,844 મત મળ્યાં હતા. આ બેઠક તેમણે 2,77,437 મતના માર્જીનથી જીતી હતી.
ડૉ.મહેન્દ્ર મુંજપરાનો સંસદનો ટ્રેક રેકોર્ડ (2019-2024)
ડૉ.મહેન્દ્ર મુંજપરાની ફંડ ફાળવણી (2019-2024)
ગ્રાન્ટ -- ભલામણ કરેલા કામ -- પૂર્ણ થયેલા કામ
વર્ષ 2019-20માં 2.50 કરોડની ગ્રાન્ટ સામે 4.90 કરોડનો ખર્ચ, કુલ 61 કામની ભલામણ તે પૈકી 52 કામ પૂર્ણ
વર્ષ 2020-21માં કોરોનાના કારણે ગ્રાન્ટ ફાળવણી કામગીરી બંધ રહી
વર્ષ 2021-22માં 4.50 કરોડની ગ્રાન્ટ સામે 1.77 કરોડનો ખર્ચ, કુલ 64 કામની ભલામણ પૈકી 40 કામ પૂર્ણ
વર્ષ 2022-23 અને 2023-24માં ગ્રાન્ટના આંકડા ઉપલબ્ધ નથી
કોણ છે સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરા?
વર્ષ 1968માં સુરેન્દ્રનગરમાં જન્મેલા મહેન્દ્ર મુંજપરા ચુવાળીયા કોળી સમાજનું નેતૃત્વ કરે છે. MBBSનો અભ્યાસ કર્યા બાદ સુરેન્દ્રનગરમા જ હોસ્પિટલ શરૂ કરનાર વ્યવસાયે તબીબ એવા મુંજપરા 2019માં સુરેન્દ્રનગર બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં સાત વખતના વિજેતા સોમા ગાંડા પટેલને હરાવી સાંસદ બન્યા. ડો. મુંજપરા સ્થાનિક વિસ્તારમાં તબીબ તરીકે નામના ધરાવે છે.
મુંજપરાની રાજકિય કારકિર્દી અંગે વાત કરવામાં આવે તો તે ઘણા લાંબા સમય સુધી સંઘ સાથે એક કાર્યકર્તા તરીકે જોડાયેલા હતા. તેઓ 2009થી ભાજપમાં એક કાર્યકર તરીકે સક્રિય થયા છે. 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ડો. મહેન્દ્ર મુંજપરાનું નામ ધ્રાંગધ્રા બેઠક માટે ઘણું ચર્ચામાં આવ્યું હતું, પરંતુ એ સમયે તેમને ટિકિટ આપવામાં આવી ન હતી.
તેઓ સાંસદે પદે ચૂંટાયા બાદ 2019માં સંસદની આરોગ્ય અને પરિવાર કલ્યાણ અંગેની સ્થાયી સમિતિના સભ્ય, સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય, શિક્ષણ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. 7 જુલાઈ 2021થી તેઓ મોદી સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી બન્યા હતા.
સુરેન્દ્રનગર લોકસભાના કુલ મતદાર
સુરેન્દ્રનગરનું જ્ઞાતિવાદી સમીકરણ
સુરેન્દ્રનગરનું 2019નું ચૂંટણી પરિણામ
2019માં સુરેન્દ્રનગરમાં ભાજપની જીત થઈ
ડૉ.મહેન્દ્ર મુંજપરા સાંસદ પદે ચૂંટાયા હતા
ભાજપ ઉમેદવારને 6,31,844 મત મળ્યાં હતા
2,77,437 મતની લીડથી ભાજપની જીત થઈ
કોંગ્રેસના સોમાભાઈ પટેલને મળી હતી હાર
સુરેન્દ્રનગર લોકસભાની સમસ્યાઓ
રણના અગરિયાઓનો મોટો પ્રશ્ન યથાવત્
પીવાના અને સિંચાઈના પાણીની મોટી સમસ્યા
ઉનાળામાં હિજરતનો પ્રશ્ન ઉદભવે છે
ખનન ચોરીના મુદ્દાનો નથી આવતો કોઈ ઉકેલ
આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓ કથળેલી
ઔદ્યોગિક વિકાસ ન હોવાથી બેરોજગારીનો પ્રશ્ન
ખેડૂતોને વીજળી, પાકના ભાવનો પ્રશ્ન યથાવત્
બેઠકના મુદ્દા --
જ્ઞાાતિ મુજબના મતદારો જે એક પક્ષે મતદાન કરવા ટેવાયેલા છે.
પાણીની સમસ્યા દાયકાઓથી હલ નથી થઈ.
ખેડુતોના પાક વિમાની સમસ્યા.
સુરેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
અગાઉના સાંસદના અધુરા કામો અનેવચનો
રેલ્વેના અધુરા પ્રશ્નો
છેવાડાના વિસ્તારોમાં નર્મદા કેનાલનો અભાવ
ગેરકાયદેસર ખનીજ સંપત્તિનો વહન અને ચોરી
અગરીયાઓની પડતર સમસ્યાઓ
શહેરી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
આ પણ વાંચો----- Ahmedabad West Lok Sabha : ભાજપ માટે ગઢ સમાન બેઠક
આ પણ વાંચો---- Ahmedabad East Lok Sabha seat : ભાજપનો દબદબો કોંગ્રેસ તોડી શકશે ?
આ પણ વાંચો--- Sabarkantha Lok Sabha : ક્યારેક કોંગ્રેસનો ગઢ અને હવે ભાજપનો ગઢ