ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

BJP Candidates List 2024 : ભાજપે 195 ઉમેદવારોની યાદીમાં એક માત્ર મુસ્લિમને આપી ટિકિટ

ભારતીય જનતા પાર્ટી (BJP) એ શનિવારે આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી (First List) જાહેર કરી દીધી છે. યાદી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સતત ત્રીજી વખત વારાણસી (Varanasi) થી ચૂંટણી લડવા જઈ...
09:39 PM Mar 02, 2024 IST | Hardik Shah
featuredImage featuredImage

ભારતીય જનતા પાર્ટી (BJP) એ શનિવારે આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી (First List) જાહેર કરી દીધી છે. યાદી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સતત ત્રીજી વખત વારાણસી (Varanasi) થી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. PM ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) પણ ગુજરાતના ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે. ખાસ વાત એ છે કે ભાજપની પ્રથમ યાદીમાં એક માત્ર મુસ્લિમ ઉમેદવાર (Muslim candidate) નું નામ સામેલ છે. જીહા, પાર્ટી હાઈકમાન્ડે કેરળની મલપ્પુરમ લોકસભા સીટ પરથી ડૉ.અબ્દુલ સલામ (Dr. Abdul Salam) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભાજપે મલપ્પુરમથી અબ્દુલ સલામને ટિકિટ આપી

લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે ભાજપ (BJP) ના 195 ઉમેદવારોની પ્રથમ યાદી (First List) માં 34 કેન્દ્રીય મંત્રીઓ, બે પૂર્વ મંત્રીઓ અને લોકસભાના અધ્યક્ષના નામ સામેલ છે. ભાજપની સોળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે લોકસભાના ઉમેદવારો (Lok Sabha candidates) ની પ્રથમ યાદીમાં 28 મહિલાઓ, 47 યુવા નેતાઓનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે, આ યાદીમાં ભાજપે કેરળ (Kerala) માંથી પોતાના 12 ઉમેદવારોને ટિકિટ આપી છે અને એક માત્ર મુસ્લિમ ઉમેદવાર (Muslim Candidate) નું નામ છે જેને ટિકિટ આપવામાં આવી છે તે ડૉ.અબ્દુલ સલામ (Dr. Abdul Salam) છે. જણાવી દઈએ કે ડૉ.અબ્દુલ સલામ કેરળના મલપ્પુરમથી આવે છે. 2021માં તેમણે 135 મેમોમ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી. ડૉ.અબ્દુલ સલામ (Dr. Abdul Salam) કાલિકટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે. તેઓ 2011 થી 2015 સુધી આ પદ પર હતા. ડૉ.અબ્દુલ સલામ વર્ષ 2019માં ભાજપ (BJP) માં જોડાયા હતા. રિપોર્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ 6 કરોડ 47 લાખ રૂપિયા છે અને તેમની વિરુદ્ધ કોઈ ક્રિમિનલ કેસ નોંધાયેલ નથી. ભાજપનો આ નિર્ણય ઘણી રીતે ચોંકાવનારો છે. ભાજપની આ વાતને લઈને ટીકા થઈ રહી છે કે પાર્ટી લોકસભા ચૂંટણીમાં મુસ્લિમોને ટિકિટ આપતી નથી. પરંતુ, આ વખતે પાર્ટીએ ડો.અબ્દુલ સલામને મેદાનમાં ઉતારીને મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

કેરળમાંથી કોણ ઉમેદવાર ?

જાણો કોણ છે ડૉ. અબ્દુલ સલામ

ડૉ. અબ્દુલ સલામ તિરુરથી આવે છે અને ભાજપના નેતા છે. અબ્દુલ સલામ કાલિકટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા અને 2011 થી 2015 સુધી વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. તે સમયે, તેમની નોમિનેશન યુડીએફ દ્વારા કરવામાં આવી હતી, જે કોંગ્રેસ દ્વારા નિયંત્રિત છે. પરંતુ, વર્ષ 2019માં તેઓ ભાજપમાં જોડાયા હતા. મળી રહેલી માહિતી અનુસાર, તેમની કુલ સંપત્તિ 6 કરોડ 47 લાખ રૂપિયા છે અને તેમની વિરુદ્ધ કોઈ ક્રિમિનલ કેસ નોંધાયેલ નથી.

આ પણ વાંચો - Lok Sabha Election 2024: ભાજપની પ્રથમ ઉમેદવાર યાદી, મોદી સહિત 34 મંત્રીઓને પણ મેદાનમાં ઉતાર્યા

આ પણ વાંચો - ગુજરાતની 15 બેઠકો માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, જાણો પ્રદેશ અધ્યક્ષ CR Patil એ શું કહ્યું ?

આ પણ વાંચો - Lok Sabha Election 2024: ભાજપની પહેલી ઉમેદવાર યાદી જાહેર! મોદી વારાણસીથી ચૂંટણી લડશે

Tags :
BJPBJP candidatesBJP Candidates 1st ListBJP First ListDr. Abdul SalamFirst list of BJP candidatesFirst list of BJP candidates full detailsFirst List of CandidatesList of BJP candidatesLok Sabha ElectionsMuslim Candidatepm modipm narendra modi