Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP Candidates List 2024 : ભાજપે 195 ઉમેદવારોની યાદીમાં એક માત્ર મુસ્લિમને આપી ટિકિટ

ભારતીય જનતા પાર્ટી (BJP) એ શનિવારે આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી (First List) જાહેર કરી દીધી છે. યાદી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સતત ત્રીજી વખત વારાણસી (Varanasi) થી ચૂંટણી લડવા જઈ...
bjp candidates list 2024   ભાજપે 195 ઉમેદવારોની યાદીમાં એક માત્ર મુસ્લિમને આપી ટિકિટ

ભારતીય જનતા પાર્ટી (BJP) એ શનિવારે આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી (First List) જાહેર કરી દીધી છે. યાદી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સતત ત્રીજી વખત વારાણસી (Varanasi) થી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. PM ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) પણ ગુજરાતના ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે. ખાસ વાત એ છે કે ભાજપની પ્રથમ યાદીમાં એક માત્ર મુસ્લિમ ઉમેદવાર (Muslim candidate) નું નામ સામેલ છે. જીહા, પાર્ટી હાઈકમાન્ડે કેરળની મલપ્પુરમ લોકસભા સીટ પરથી ડૉ.અબ્દુલ સલામ (Dr. Abdul Salam) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Advertisement

ભાજપે મલપ્પુરમથી અબ્દુલ સલામને ટિકિટ આપી

લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે ભાજપ (BJP) ના 195 ઉમેદવારોની પ્રથમ યાદી (First List) માં 34 કેન્દ્રીય મંત્રીઓ, બે પૂર્વ મંત્રીઓ અને લોકસભાના અધ્યક્ષના નામ સામેલ છે. ભાજપની સોળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે લોકસભાના ઉમેદવારો (Lok Sabha candidates) ની પ્રથમ યાદીમાં 28 મહિલાઓ, 47 યુવા નેતાઓનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે, આ યાદીમાં ભાજપે કેરળ (Kerala) માંથી પોતાના 12 ઉમેદવારોને ટિકિટ આપી છે અને એક માત્ર મુસ્લિમ ઉમેદવાર (Muslim Candidate) નું નામ છે જેને ટિકિટ આપવામાં આવી છે તે ડૉ.અબ્દુલ સલામ (Dr. Abdul Salam) છે. જણાવી દઈએ કે ડૉ.અબ્દુલ સલામ કેરળના મલપ્પુરમથી આવે છે. 2021માં તેમણે 135 મેમોમ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી. ડૉ.અબ્દુલ સલામ (Dr. Abdul Salam) કાલિકટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે. તેઓ 2011 થી 2015 સુધી આ પદ પર હતા. ડૉ.અબ્દુલ સલામ વર્ષ 2019માં ભાજપ (BJP) માં જોડાયા હતા. રિપોર્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ 6 કરોડ 47 લાખ રૂપિયા છે અને તેમની વિરુદ્ધ કોઈ ક્રિમિનલ કેસ નોંધાયેલ નથી. ભાજપનો આ નિર્ણય ઘણી રીતે ચોંકાવનારો છે. ભાજપની આ વાતને લઈને ટીકા થઈ રહી છે કે પાર્ટી લોકસભા ચૂંટણીમાં મુસ્લિમોને ટિકિટ આપતી નથી. પરંતુ, આ વખતે પાર્ટીએ ડો.અબ્દુલ સલામને મેદાનમાં ઉતારીને મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

Advertisement

કેરળમાંથી કોણ ઉમેદવાર ?

  • કાસરગોડ- એમ.એલ. અશ્વિની
  • કન્નુર- સી. રઘુનાથ
  • વડકરા- પ્રફુલ્લ કૃષ્ણ
  • કોઝિક્કોડ- એમ.ટી. રમેશ
  • મલપ્પુરમ- ડૉ.અબ્દુલ સલામ
  • પોન્નાની- નિવેદિતા સુબ્રમણ્યમ
  • પાલક્કડ- સી. કૃષ્ણકુમાર
  • ત્રિશૂર- સુરેશ ગોપી
  • અલપુઝા- શોભા સુરેન્દ્રન
  • પત્તનમતિટ્ટા- અનિલ કે. એન્ટની
  • અહિંગલ- વી. મુરલીધરન
  • તિરુવનંતપુરમ- રાજીવ ચંદ્રશેખર
જાણો કોણ છે ડૉ. અબ્દુલ સલામ

ડૉ. અબ્દુલ સલામ તિરુરથી આવે છે અને ભાજપના નેતા છે. અબ્દુલ સલામ કાલિકટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા અને 2011 થી 2015 સુધી વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. તે સમયે, તેમની નોમિનેશન યુડીએફ દ્વારા કરવામાં આવી હતી, જે કોંગ્રેસ દ્વારા નિયંત્રિત છે. પરંતુ, વર્ષ 2019માં તેઓ ભાજપમાં જોડાયા હતા. મળી રહેલી માહિતી અનુસાર, તેમની કુલ સંપત્તિ 6 કરોડ 47 લાખ રૂપિયા છે અને તેમની વિરુદ્ધ કોઈ ક્રિમિનલ કેસ નોંધાયેલ નથી.

Advertisement

આ પણ વાંચો - Lok Sabha Election 2024: ભાજપની પ્રથમ ઉમેદવાર યાદી, મોદી સહિત 34 મંત્રીઓને પણ મેદાનમાં ઉતાર્યા

આ પણ વાંચો - ગુજરાતની 15 બેઠકો માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, જાણો પ્રદેશ અધ્યક્ષ CR Patil એ શું કહ્યું ?

આ પણ વાંચો - Lok Sabha Election 2024: ભાજપની પહેલી ઉમેદવાર યાદી જાહેર! મોદી વારાણસીથી ચૂંટણી લડશે

Tags :
Advertisement

.