ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BJP campaign: 2014 થી લઈને 2024 ની લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપના નારા

BJP campaign: લોકસભાની ચૂંટણીનું રણશિુંગુ વાગી ગયું છે. અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર શરૂ થઈ ગયો છે. ચૂંટણીમાં પ્રચાર કરવા માટે નારાનું પણ એક આગવું મહત્વ હોય છે. તેના દ્વારા જનતા પણ ચૂંટણીનો સારો એવો પ્રભાવ પડતો હોય છે. ખાસ...
05:59 PM Mar 04, 2024 IST | VIMAL PRAJAPATI
BJP campaign 2014 to 2024

BJP campaign: લોકસભાની ચૂંટણીનું રણશિુંગુ વાગી ગયું છે. અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર શરૂ થઈ ગયો છે. ચૂંટણીમાં પ્રચાર કરવા માટે નારાનું પણ એક આગવું મહત્વ હોય છે. તેના દ્વારા જનતા પણ ચૂંટણીનો સારો એવો પ્રભાવ પડતો હોય છે. ખાસ વાત તો એ છે કે, બીજેપી દરેક વખતે ચૂંટણીમાં સૌથી પ્રભાવશાળી નારા આપે છે. જે ચૂંટણીમાં જીત મેળવવા માટે ઉપયોગી નીવડે છે. અત્યારે પણ બીજેપી તરફથી નારા આપવામાં આવી દેવાયા છે, જો કે, વિપક્ષ દ્વારા હજુ સુધી એકપણ નારો આપવામાં આવ્યો નથી.

ભાજપ 2024ની લોકસભા ચૂંટણી આ નારાઓ પર લડશે

‘મોદી કી ગારંટી યાની ગારંડી પૂરા હોને કી ગારંટી’, ‘અબકી બાર 400 પાર’ અને ‘મૈં હું મોદી કા પરિવાર’ અત્યારે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. જેને લઈને અત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રચાર પણ કરી રહીં છે. જ્યારે કોંગ્રસમાં અત્યારે ભંગાણ સર્જાતું પણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે.

2014 માં ભાજપે આપેલા ચૂંટણી પ્રચારના નારા

2014 ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો બીજેપી દ્વારા નારા આપવામાં આવ્યાં હતા. જેની વિગતે ચર્ચા કરવામાં આવે તો ક્રમશઃ ‘બહુત હુઆ કિસાનો પર અત્યાચાર, અબકી બાર મોદી સરકાર’, ‘કોંગ્રેસ મુક્ત ભારત’, ‘અચ્છે દીન આને વાલે હૈ’, ’હર-હર મોદી, ઘર-ઘર મોદી’ ‘સબકા સાથ, સબકા વિકાસ’ અને ‘અબકી બાર મોદી સરકાર’. ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ 336 બેઠકો મેળવીને કેન્દ્રમાં સત્તા કબજે કરી હતી. ભાજપે એકલા હાથે 282 બેઠકો જીતી હતી. આ પહેલીવાર હતું જ્યારે બિન-કોંગ્રેસી પક્ષને બહુમતી મળી હોય. તે જ સમયે, કોંગ્રેસને માત્ર 44 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ભાજપની આ ઐતિહાસિક જીતમાં નરેન્દ્ર મોદીએ જે ભૂમિકા ભજવી તેના કરતાં ચૂંટણીના નારાઓની ભૂમિકા વધુ મહત્વની હતી.

2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત

ભારતીય જનતા પાર્ટી (BJP)એ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી હતી. ભાજપની આ જીતમાં ચૂંટણીના નારાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2014માં ભાજપ લગભગ 10 વર્ષના લાંબા અંતરાલ બાદ સત્તામાં પરત ફર્યું અને ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં ફરીથી સત્તામાં આવ્યું હતું. આ સાથે સાથે 2019ની લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે બે સુત્રો આપ્યા હતાં. જેમાં એક ‘ફિર એક બાર મોદી સરકાર’ અને બીજો ‘અબકી બાર, ફિર મોદી સરકાર’ નારો આપ્યો હતો.

2019 માં ભાજપે આપેલા ચૂંટણી પ્રચારના નારા

ઉલ્લેખનીય છે કે, નારાના પ્રભાવથી વર્ષ 2014ની જેમ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે રેકોર્ડ જીત નોંધાવી હતી. આ જીતમાં સૌથી મોટી ભૂમિકા 'અબકી બાર ફિર મોદી સરકાર'ના નારાએ ભજવી હતી. મિશન 2019 માટે બીજેપીએ 'ફિર એક બાર મોદી સરકાર'નું સૂત્ર આપ્યું હતું. ભાજપે સ્લોગનમાં કહ્યું હતું- આજે સૌ સાથે મળીને સંકલ્પ લે, આ વખતે ફરી મોદી સરકાર. આ ઉપરાંત 'મોદી હૈ તો મુમકીન હૈ'ના નારા પણ આપવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 સીટો જીતી હતી અને નરેન્દ્ર મોદી બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. જો કે આ ચૂંટણી દરમિયાન વિપક્ષે ભાજપને રોકવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ મોદી લહેરમાં વિપક્ષનો સફાયો થઈ ગયો હતો. વિપક્ષના 'મોદી હટાવો, દેશ બચાવો અને હવે ન્યાય મળશે'ના નારા પણ ખાસ ચમત્કાર બતાવી શક્યા નથી.

જૂના આંકડાની વાત કરવામાં આવે તો, 1957થી લઈને 2014 સુધી આ નારાઓને ભારતની જનતા પર સારો એવો પ્રભાવ પાડ્યો હતો. જે નારાઓમાં ક્રમશઃ ‘ગરીબી હટાવો’, ‘ઈન્ડિયા શાયરિંગ’ અને ‘જય જવાન, જય કિશાન’, ઇન્ડિયા હટવો-દેશ બચાવો’ અને ‘સબકો દેખા બારી બારી, અબકી બાર અટલ બિહારી’ જેવા નારાઓ ચૂંટણી પ્રચારમાં ધૂમ મચાવી હતી.

આ પણ વાંચો: તેલંગાણાના મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદીને કહ્યા ‘મોટાભાઈ’, રાજ્યના વિકાસ માટે માંગી મદદ

Tags :
bjp campaignbjp campaign sloganElection 2024LockSabha Election 2024Lok Sabha Election 2024Lok Sabha Election 2024 BJP's first listnational newspolitical newsVimal Prajapati
Next Article